Business

હાય હાય યે મોંઘવારી

નાણામંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં જી.એસ.ટી. કાઉન્સિલની 47મી બેઠક યોજાઈ દેશની સામાન્ય પ્રજા પર મોંઘવારીનો નવો વાર પડયો. એ દામયા પર ડામ પડે એવો છે. જીવન જરૂરી ચીજવસ્તુ દૂધ-છાસ પનીર દહીં લોટ અને દાળ પર 5% જી.એસ.ટી. વસૂલાશે. હાય હાય યે મોંઘવારી પેટ્રોલ, ડીઝલનાં ભાવે પશુઓ અને સામાન્ય પ્રજા પર કેવો બોજ. મોઘવારીનો માર સહન શક્તિ પણ જોઈએને પ્રજા મોદી સરકારને સહકાર આપે તેનો અર્થ એવો કે પ્રજાની આર્થિક સંકડામણ વધારવી પાંચ વર્ષમાં જી.એસ.ટી. અંગેના નિયમોમાં 1,100/- થી વધુ વખત ફેરફાર થયા પણ હજી થાળે પડતું નથી. અચ્છે દીન આયેગે. મોંઘવારી જાયેગી તેનું શું ? હવે પછીની ચૂંટણીમાં ઈન્દીરા ગાંધીએ જેમ ગરીબી હટાવવાની વાતથી દેશની પ્રજાએ ઈન્દીરાને વોટ આપેલ પણ એ પણ જૈસે થે અને મોદી સાહેબે, અચ્છે દીન આયેગેનાં નારાએ પ્રજાને ભરમાવી અને જૈસે થે ? પહેલા પેટ્રોલ, ડીઝલ, અને હવે જી.એસ.ટીનો માર પ્રજાનું શું થશે બસ સંસદોનાં બેફામ પગાર વધારો અને બીજી સવલતો પ્રજાને શું મળે મોંઘવારી ? જ્ય મોંઘવારી.
ગંગાધરા- જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top