Sports

માત્ર 14 વર્ષની આ ભારતીય એથ્લેટ્સે કોમનવેલ્થ ગેમ્સમાં વિદેશી ખેલાડીઓને હંફાવ્યા

બર્મિંગહામ: કોમનવેલ્થ ગેમ્સ 2022(Commonwealth Games 2022)માં ભારત(India)ના ઘણા મોટા ખેલાડીઓ (players)ભાગ લઈ રહ્યા છે. જેમાં પીવી સિંધુ(PV Sindhu), બજરંગ પુનિયા(Bajrang Punia), વિનેશ ફોગાટ(Vinesh Phogat), સાક્ષી મલિક(Sakshi Malik) અને મીરાબાઈ ચાનુ(Mirabai Chanu) જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. લોકોની નજર આ એથ્લેટ્સ પર છે, પરંતુ કોમનવેલ્થ ગેમ્સના પહેલા દિવસે 14 વર્ષની એથ્લેટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ 14 વર્ષનો એથ્લેટ બીજું કોઈ નહીં પણ ભારતની યુવા સ્ક્વોશ ખેલાડી અનાહતા સિંહ(Anahta Singh) છે.

જડા રોસ અનાહતની સામે ટકી શક્યો નહીં
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ તરફથી રમનારી અનાહતા સૌથી યુવા ખેલાડી(The youngest player) છે અને તે માત્ર 14 જ વર્ષની છે. શુક્રવારે સ્ક્વોશ(Squash)ની ગેમમાં મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 64 મેચમાં, અનાહતાએ પોતાની ઉંમર કરતા ઘણા વર્ષો મોટી સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઈન્સની જેડા રોસને સતત ત્રણ ગેમમાં હરાવ્યા હતા. અનાહતાએ પ્રથમ ગેમ 11-5થી જીતી હતી. આ પછી, બીજી ગેમમાં અનાહતાએ ફરી આસાનીથી 11-2થી જીત પોતાના નામે કરી અને 2-0થી આગળ વધી હતી. અનાહતાએ ત્રીજી ગેમ 11-0થી જીતી અને રાઉન્ડ ઓફ 64 મેચમાં જેડા રોસને હરાવી હતી. શાનદાર જીત બાદ અનાહત સાથે સમગ્ર દેશના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

અનાહતાનો પરિવાર
13 માર્ચ, 2008ના રોજ દિલ્હીમાં જન્મેલા અનાહતાના પિતા ગુરશરણ સિંહ વ્યવસાયે વકીલ છે. માતા તાની સિંહ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. અનાહતાની મોટી બહેન અમીરા પણ સ્ક્વોશ પ્લેયર છે. તે અંડર-19માં ભારતની ટોચની ખેલાડીઓમાંની એક રહી છે. અમીરા હાલમાં તેની સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. તે હાલમાં હાર્વર્ડ મહિલા ટીમ માટે સ્ક્વોશ રમે છે. અનાહતા હાલમાં દિલ્હીમાં નવમા ધોરણની વિદ્યાર્થીની છે.

અનાહતને બેડમિન્ટન ગમે છે
અનાહતને સ્ક્વોશ પહેલા બેડમિન્ટન ગમે છે. તે પીવી સિંધુની રમત જોઈને મોટી થઈ છે. છ વર્ષની ઉંમરે અનાહતાએ પીવી સિંધુને દિલ્હીમાં રમતા જોયા હતા. ત્યારે સિંધુ ઈન્ડિયા ઓપનમાં ભાગ લઈ રહી હતી. આ પછી અનાહતાએ પણ બેડમિન્ટનમાં ભવિષ્ય બનાવવાનું વિચાર્યું. આ દરમિયાન તેણે દિલ્હીમાં યુવા સ્તરની કેટલીક ટુર્નામેન્ટ પણ જીતી હતી. જો કે, તેની બહેન અમીરાના પગલે ચાલીને તેણે આઠ વર્ષની ઉંમરથી નિયમિતપણે સ્ક્વોશ રમવાનું શરૂ કર્યું. ત્યારથી, અનાહતા સ્ક્વોશ રમી રહી છે.

2019માં બ્રિટિશ ઓપનમાં ગોલ્ડ જીત્યો
અનાહત અંડર-11 અને અંડર-13માં નંબર વન ખેલાડી બની ગઈ હતી. તેણે 2019માં અંડર-11 સ્તરે ભારત માટે પ્રથમ વખત પ્રતિષ્ઠિત બ્રિટિશ ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાથે આજ વર્ષમાં અનાહતાએ એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્ષ 2020માં તેણે બ્રિટિશ અને મલેશિયા જુનિયર ઓપન ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. યુએસ ઓપન 2021માં જુનિયર ચેમ્પિયન બનેલી અનાહતાએ ગયા વર્ષે ફિલાડેલ્ફિયામાં યોજાયેલી યુએસ ઓપન 2021 જુનિયર (અંડર-15) સ્ક્વોશ ટુર્નામેન્ટ પણ જીતી હતી. તે કોઈપણ વય જૂથમાં યુએસ ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. આ પછી, વર્ષ 2022 માં, અનાહતાએ અજાયબીઓ કરી. આ તેની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સિઝન રહી છે. આ વર્ષે જૂનમાં અનાહતે થાઈલેન્ડ એશિયન જુનિયર સ્ક્વોશ અંડર-15 ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલું જ નહીં તેણે ચેન્નાઈમાં નેશનલ કેમ્પમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય સ્ક્વોશ ટીમમાં જગ્યા બનાવી દીધી.

મહિલા સિંગલ્સ અને ડબલ્સમાં ભાગ લેશે
કોમનવેલ્થ ગેમ્સ 2022માં અનાહતા મહિલા સિંગલ્સની સાથે સાથે ડબલ્સમાં પણ ભાગ લેશે . મહિલા ડબલ્સમાં અનાહતા સુનયના કુરુવિલા સાથે જોડાશે. જ્યારે સ્ક્વોશમાં ભારતીય ટુકડીનું નેતૃત્વ અનુભવી સૌરવ ઘોષાલ અને દીપિકા પલ્લીકલ જેવા સ્ટાર ખેલાડીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ અનાહતાએ રાઉન્ડ ઓફ 32 મેચ જીતીને બધાનું ધ્યાન ખેંચ્યું. કોમનવેલ્થ ગેમ્સ બાદ અનાહતા વર્લ્ડ જુનિયર્સ ચેમ્પિયનશિપ 2022માં પણ જોવા મળશે. 9 ઓગસ્ટથી શરૂ થશે.

Most Popular

To Top