Vadodara

જંતુનાશક પાવડર કરતા ચૂનાનો વધુ ઉપયોગ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

વડોદરા : વડોદરા શહેરમાં પડેલા વરસાદના પગેલ ઠેર ઠેર પાણી ભરાય ગયેલા જોવા મળ્યા હતા. એ પાણી ઓસરી જતા ઠેર ઠેર હવે ગંદકીએ મજા મૂકી છે તેના ભાગરૂપે હવે પાલિકા દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમાં પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યો છે કે આ દવામાં જંતુનાશક પાવડર કરતા તો વધારે ચૂનો જોવા મળી રહ્યો છે. જે શહેરીજનો માટે કેટલો હાનીકારક હોય છે.

વડોદરા શહેરમાં ઠેર ઠેર કીચ્ચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેમાં પાલિકા દ્વારા જે વિસ્તારમાં ગંદકી અને કીચ્ચડ જોવા મળી રહ્યું છે ત્યાં જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવે છે આ જંતુનાશક દવાનો જે પાવડર હોય છે તેમાં મોટા પ્રમાણમાં ચૂનો જોવા મળી રહ્યો છે. જેથી જંતુ નાશક દવાનો ગંદકી અને કીચ્ચડ પર કોઈ અસર કરતી નથી પરિણામે મચ્છરનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક દ્વ્રારા જણાવ્યું હતું કે હું રોડ રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે પાલિકાના કર્મચારી દ્વારા જે પાવડર છાટવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં તો ચૂનો જ હોય છે અને પાલિકા કર્મચારી દ્વારા એરીતે નાખવામાં આવે છે કે જો તે કોઈ રાહદારી પર પડે તો તે હાનીકારક નીવડી શકે છે તેને નીચે વળીને નાખવું જોઈએ આ તો ઉભા ઉભા નાખે તો કોઈના મોઢામાં જાઈ તો તે વ્યકિતની હાલત શું થાય તે ખબર નથી પણ આ જે પાવડર છાટવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં ચુણો જ હોય છે. જેથી શહેરમાં મચ્છરનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top