Gujarat

રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં ગાયોના લાશના ઢગલા, બે-ત્રણ દિવસ સુધી નિકાલ ન થતા દુર્ગંધ ફેલાઈ

રાજકોટ: રાજ્યના 14 જિલ્લાના પશુઓમાં લમ્પી સ્કીન વાયરસ (Lumpy Skin Disease ) ફેલાઈ ચૂક્યો છે. જેના કારણે એક પછી એક ઘણાં પશુઓના (Cattle) મૃત્યુ (Death) થઈ રહ્યા છે. કચ્છ, રાજકોટ, સુરત સહિત અનેક જિલ્લાના પશુઓના મોત નિપજતા હાહાકાર મચ્યો છે. કેટલાક જિલ્લા તો એવા છે કે જ્યાં ગાયોના લાશના ઢગલા પડી રહ્યાં છે. ત્યારે સરકારની બેદકારી સામે આવી રહી છે. વાયરસના કારણે ગાયોના મોત નિપજતા લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા પશુઓની લાશનો નિકાલ ન કરતા સ્થાનિકો ભારે દુર્ગંધનો સામનો કરી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોનું રહેવું મુશ્કેલ બન્યું છે.

રાજકોટના કેટલાક ગામોની સીમમાં ગાય, ભેંસ, વાછંરડાઓના મૃતદેહ પડી રહ્યો છે. ટપોટપ મરતા પશુઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કેટલાક વિસ્તાર તો એવા છે જ્યાં પશુઓની લાશને બે ત્રણ દિવસથી એમ જ પડી છે.ત્યારે રાજકોટના માલિયાસણ ગામ પાસે પશુઓના મૃતદેહના ઢગલા પડ્યા છે. ત્યાંથી પસાર થતા લોકો માટે શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે. તંત્ર દ્વારા મૃત પશુઓનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. 1 કિમી સુધી આ લાશોનો દુર્ગંધ ફેલાઈ રહી છે. જેથી સ્થાનિકોનું એ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે. જો કે રાજકોટ મનપાએ જ આ જગ્યા પશુઓના મૃતદેહો માટે ફાળવી છે. પરંતુ મનપાની ટીમ ગાયોના મૃતદેહોને દફનાવવાને બદલે ખુલ્લામાં મૂકીને ભાગી રહ્યાં છે.

રાજકોટ સહિત જામનગરમાં પણ લમ્પી વાયરસે પશુઓનો ભોગ લીધો છે. જાનગરના કાલાવડ શહેરમાં પણ લમ્પી વાયરસના કારણે અનેક ગાયોના મોત થયા છે. ત્યારે આ અંગે તંત્રની બેદકારી સામે આવી છે. ગાયોના મોતને બે-ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં તંત્ર દ્વારા ગાયોના મૃતદેહને દફન કરવામાં ન આવતા દુર્ગંધ ફેલાઈ રહી છે. પશુઓના લાશનો ઢગલો જ્યાંને ત્યાં પડ્યો હોવાનું સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે. સ્થાનિકા દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા ઉડાવ જવાબ આપી દેવામાં આવે છે.

લમ્પી સ્કીન વાયરસના લક્ષણો
પશુઓમાં લમ્પી વાયરસ મચ્છર, માખી કરડવાથી ફેલાઈ છે. સૌપ્રથમ વખત ગાયોમાં તાવવના લક્ષણો જોવા મળે છે, ત્યાર બાદ ચામડીમાં ગાંઠો થવી, પગમાં સોજા આવવા, નાકમાંથી પાણી અને વધારે ઈન્ફેક્શન લાગયું હોય તો લોહી પણ નીકળે છે. તથા ગાયો નબળી બને છે. ગાયોનું ખાવાનું ઘટી જાય છે. અને તે બીમાર પડે છે.

સરકાર દ્વારા સાવચેત રહેલા સૂચન
જે કોઈ પણ પશુપાલકોને પોતાના પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય તો ગભરાયા વગર સાવચેતીથી પગલા લેવાની જરૂર છે. જો પશુમાં લક્ષણો જોવા મળે તો તે પશુને બીજાં પશુથી અલગ બાંધવા, પશુઓનાં રહેઠાણો સ્વચ્છ રાખવા, એમાં જૂ, ઇતરડી, ચાંચડ, મચ્છરવિરોધી દવાનો છંટકાવ કરવો. તેમજ અસરગ્રસ્ત પશુ પર લીમડાનાં ઉકાળેલા પાણીનો છંટકાવ કરવો જેવા ઉપાયોથી આ વાઇરસ કાબૂમાં આવી શકે છે.

Most Popular

To Top