Gujarat

અંબાજીમાં મળશે હવે ફરાળી પ્રસાદ, શ્રાવણમાં ઉપવાસ કરતા ભક્તો માટે લેવાયો ખાસ નિર્ણય

અંબાજી: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામો સૌથી લોકપ્રિય યાત્રાધામ એટલે અંબાજી. બારેમાસ અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. ખાસ કરીને નવરાત્રીમાં માતાજીના દર્શનાર્થીઓની સંખ્યા વધુ હોય છે. માતાજીના દર્શને આવતા ભક્તોમાં જો કોઈ વસ્તુ લોકપ્રિય હોય તો તે ત્યાંનો પ્રસાદ છે. અંબાજી મંદિર તરફથી પ્રસાદમાં મોહનથાળ આપવામાં આવે છે. જો કે હાલમાં પવિત્ર શ્રાવણ માસ પ્રારંભ થતો હોવાથી ભક્તોની ભીડ માતાજીના દર્શન માટે ઉમટી પડશે. પરંતુ ઘણા ભક્તોનો ઉપવાસ હોવાથી તેઓ માતાજીનો પ્રસાદ ખાઈ શકતા નથી. તેથી હવે અંબાજી મંદિરમાંથી ભક્તો માટે ફરાળી પ્રસાદ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રસાદ ભક્તો વિદેશ કે દૂર સ્થળ સુધી લઈ જઈ શકશે.

અંબા માતાના મંદિરે આવતા ભક્તો માટે હવે મંદિરના ટ્રસ્ટ દ્વારા એક સુવિધા ઉપલ્બધ કરાવામાં આવી છે. જ્યાં ભક્તો માટે તેઓ ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીક્કીનું વિતરણ શરૂ કર્યું છે. કેટલાક ભક્તોનો ઉપવાસ હોય તેથી તેઓ અંબાજીનો લોકપ્રિય પ્રસાદ મોહનથાળ ખાઈ શકતા નથી તેઓ હવે આ ફરાળી ચીક્કી ખાઈને માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકશે. ઉપવાસમાં આરોગી શકાય તેવા પ્રસાદથી ભક્તોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા આ ખાસ નિર્ણય શ્રાવણ તથા ચાર્તુમાસના ઉપવાસ કરતા ભક્તો માટે લેવામાં આવ્યો છે. કહેવાય છે કે વર્ષોથી એક જ સ્વાદ સાથે મોહનથાશનો પ્રસાદ વહેંચાય છે. ત્યારે હવે દેવસ્થાન ટ્રસ્ટ મોહનથાળના પ્રસાદ સાથે ફરાળી પ્રસાદનું પણ વિતરણ શરૂ કર્યું છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા જણાવવમાં આવ્યું છે કે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસથી અંબાજી મંદિરમાં ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. શ્રાવણ, પૂનમ પર કેટલાક ભક્તોનો ઉપવાસ હોય છે ત્યારે તેઓ માતાજીનો પ્રસાદ ખાઈ શકાતા નથી અને તેઓ માત્ર માથે અડાડીને પ્રસાદ મૂકી દે છે. ત્યારે હવે ઉપવાસમાં પણ તેઓ માતાજીના પ્રસાદથી વંચિત ન રહી જાય તે માટે અંબાજી મંદિર તરફથી ફરાળી ચીક્કીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્રસાદ આરોગ્યા બાદ ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આ ફરાળી ચીકીનો પ્રસાદ સીંગ, તલ, ખાંડના મિશ્રણથી બનાવવામાં આવે છે. 100 ગ્રામના પેકેટ રૂપિયા 25 માં વિતરણ માટે મૂકાયા છે. ચીકીના પેકેટ ઉપર ‘બેસ્ટ બિફોર 2 મહિના’ની તારીખ પણ દર્શાવામાં આવી છે.

Most Popular

To Top