Dakshin Gujarat

VIDEO: નવાપુરના વિસવાડીમાં પુલ પર પૂરના પાણી ફરી વળતાં ગુજરાત-મહારાષ્ટ્રનો સંપર્ક તૂટ્યો

વ્યારા: નવાપુરના (Navapur) વિસરવાડી (Visarvadi) ગામ પાસે ફરી એકવાર પુલ (Bridge) ઉપરથી પાણી ફરી વળતાં મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાતનો (Gujarat) સંપર્ક (Connect) તૂટ્યો હતો. જેના કારણે નેશનલ હાઈવે (National Highway) પરનો પુલ પર ભારે વરસાદના કારણે ફરી બંધ થઈ જતાં ટ્રકોની લાંબી કતાર લાગતાં નદીનાં બંને તરફ ચક્કાજામની સ્થિતિ નિર્માણ થઇ હતી. જેથી સેંકડો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મોડી રાત્રે વાહનોને ટ્રાફિક હળવો કરવા પોલીસે જીવનાં જોખમે પૂરના પાણીમાં ઉતરી ટ્રકોના લાબી કતારને વારાફરથી ટ્રકોને કાઢી હતી. પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે ટ્રક ડ્રાઈવરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

  • નવાપુરના વિસરવાડીમાં પુલ પર પાણી ફરી વળતાં મહારાષ્ટ્ર સાથે સંપર્ક તૂટ્યો
  • આ અગાઉ પણ પૂરના પાણી ફરીવળતા વાહનવ્યવ્હાર 5 દિવસ બંધ રહ્યો હતો
  • પોલીસે જોખમ લઇ પૂરના ઉપરથી વહેતા પાણીના ધસમસતા પ્રવાહની અંદરથી ટ્રકો કાઢી

વિસરવાડી સરપની નદીમાં ભારે વરસાદના કારણે પૂર (Flood) આવતાં વાહનવ્યવહાર ફરી એકવાર ઠપ્પ થયો છે. વિસરવાડી વિસ્તારમાં શુક્રવારે સાંજે ૫ વાગ્યાના સુમારે ભારે વરસાદથી પુન: પૂર આવ્યું હતું. હાઇવેનું કામ કરી રહેલી કંપની દ્વારા બનાવવામાં આવેલો વૈકલ્પિક રસ્તો ધોવાઇ ગયો છે. ગત તા.૧૦ જુલાઇએ પણ આવા જ પૂરના કારણે હાઇવેનો વાહન વ્યવહાર સતત પાંચ દિવસ બંધ રહ્યો હતો. શુક્રવારે ફરી ભારે વરસાદને કારણે નદી છલકાઇ હતી. જેના કારણે વિસરવાડીના પોલીસ અધિકારી ભૂષણ બૈસાણેએ સ્ટાફના કર્મચારીઓ લિનેશ પાડવી, પીન્ટુ પાવરા, વિશાલ ગાવીત, વિશ્વનાથ નાઇક સાથે ટ્રાફિકને કન્ટ્રોલ કરવા જહેમત ઉઠાવી હતી. આ પુલ પર પૂરના પાણી ફરી વળતા ફરી એકવાર ગુજરાતનો મહારાષ્ટ્રથી સંપર્ક તૂટ્યો હતો. પુલ પર ધમધમતા પાણીના કારણે ટ્રકોના લાંબી કતાર લાગી હતી, જેના કારણે ધોરી માર્ગ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી.

ગતરોજ વિસરવાડી વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ થયો હતો, સરપની નદી મોટી હોવા છતાં યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કર્યા વિના ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અહીં માત્ર ચારથી પાંચ સિમેન્ટના મોટા પાઇપો નાંખીને વૈકલ્પિક રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ પૂરના કારણે હાઈવે પર વાહનોની કતારો લાગી ગઈ હતી. શુક્રવારે મોડી સાંજે ટ્રાફિક હળવો કરવા પોલીસે મોટું જોખમ લઇ પૂરના ઉપરથી વહેતા પાણીના ધસમસતા પ્રવાહની અંદરથી ટ્રકો કાઢી હતી.

Most Popular

To Top