એક સેમીનાર હતો, જેમાં વાત કરવાની હતી સફળ થવા માટે જરૂરી વિષયો પર.સફળ વ્યક્તિની મહત્ત્વની આદતો વિશેના અંગ્રેજી પુસ્તકમાંથી ઘણી વાતો થઇ.એક...
ગુજરાતમાં રાજકીય મોરચે ભાજપની આજકાલ મોટી પનોતી બેઠી છે. પનોતી એટલા માટે કહી શકાય કે માથે ચૂંટણી છે અ્ને ચૂંટણીમાં સરકાર કોઈને...
રાહુલ ગાંધીને કોંગ્રેસના પક્ષ પ્રમુખની ચૂંટણીમાં સ્પર્ધામાં કોઇ રસ નથી એ લગભગ ચોકકસ થઇ ગયું છે. કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણીમાં ગાંધી પરિવારના અન્ય...
કાનપુર (Kanpur): કાનપુરના રાવતપુરા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિવાર છેલ્લાં દોઢ વર્ષથી ઘરમાં એક મૃતદેહ સાથે રહેતો હતો....
જે તે જાતિ કે ધર્મ પ્રત્યે છેલ્લા કેટલાક સમયથી ધૃણાની ભાવના વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં આ માહોલ વધુને વધુ...
સુરત: દિવાળીનો તહેવાર નજીક છે. તેમ છતાં કારમી મોંઘવારી(Inflation)ને લીધે નાયલોન ફેબ્રિક્સ(Nylon Fabrics)ની ડિમાન્ડ(Demand) નબળી રહેતાં આ સેગમેન્ટ મંદીમાં સપડાયું છે. સુરત...
સૃષ્ટિનો સનાતન નિયમ છે કે જે ચડે છે તે પડ્યા વિના રહેતું નથી. કોરોનાના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે અબજો ડોલર છાપીને લોકોનાં...
નવી દિલ્હી: Popular Front of India PFI એ દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા (Raid) પાડ્યા છે. 100 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PFI...
સુરત : સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation)ના 3400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડા પ્રધાન(Pm Modi)ના હસ્તે કરવામાં આવશે. વડા પ્રધાનના 29...
સુરત: ગુજરાતના પોસ્ટર બોયસ હરમીત દેસાઈ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં પહોંચી ગયો છે.ટેબલ ટેનિસ પુરુષ સિંગલ સેમિફાઇનલમાં ગુજરાતના હરમીત દેસાઈએ તમિલનાડુના જી...
નવસારી: નવસારીના (Navsari) વાંસદા (Vansda) તાલુકામાં ફરી એકવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. વાંસદા તાલુકામાં 24 કલાકમાં બે વાર ભૂકંપના આંચકા અનુભવાતા...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) રિસોર્ટની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીના (Ankita Bhandari) મર્ડર (Murder) કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસને અંકિતાનો મૃતદેહ મળી આવ્યો છે....
મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે બે કારણે… એક …ઉપવાસ અને બીજું… માતાજીના ગરબા. આ દિવસો દરમ્યાન મન મૂકીને નાચી...
જમાનો બદલાયો છે એની સાથે લોકોની વિચારસરણી બદલાઈ છે. આજે વિચારોથી ઉચ્ચ શિક્ષિત કેટલાય લોકો બાળકીના જન્મને સહર્ષ સ્વીકારે છે પણ એક...
સાચા સંબંધો કદી સાચવવા નથી પડતા હોતા… એવું અનેક વાર આપણે વાંચતા કે સાંભળતા હોઇએ છીએ પણ દરેક વખતે એ વાત સાચી...
સન્નારીઓ, નવરાત્રિનો તહેવાર દસ્તક દઈ રહ્યો છે અને તમે ઉલ્લાસ-ઉમંગથી આ તહેવારની ઉજવણી કરવા થનગની રહ્યાં હશો. નવેનવ દિવસના આઉફિટ્સ પણ તૈયાર...
સુરત: લિંબાયત (Limbayat) ઝોનમાં ટી.પી. સ્કીમ નંબર 40 (લિંબાયત -ડીંડોલી) તેમજ ટી.પી. સ્કીમ નંબર 41 (ડીંડોલી) નવાગામને જોડતી હદ પર આવેલા સુરત...
નાગપુર : વરસાદને (Rain) કારણે ભીના આઉટ ફિલ્ડને (Out Fild) પગલે આજે અહીં ટૂંકાવીને 8-8 ઓવરની કરાચેલી બીજી ટી-20 ઇન્ટરનેશનલમાં ભારતીય ટીમે...
રિયાધ: (Saudi ) અરેબિયાએ (Aribia) હાલમાં જ સોના (Gold) અને તાંબાના (Coppar) નવા સ્થળ મળી આવ્યા હોવાની જાહેરાત કરી હતી, તેણે જણાવ્યું...
સુરતઃ શહેરના મધ્યમાં ધમધમતી પાંડેસરા જીઆઇડીસીમાં (Pandesara) હવા, પાણી અને જમીન પ્રદૂષિત બન્યાની વ્યાપક ફરિયાદો છતાં જીપીસીબીની (GPCB) લાચાર નીતિ જોવા મળી...
નવસારી : વિજલપોર નગરપાલિકા નવસારી નગરપાલિકામાં ભળી ગયા બાદ વિજલપોર શહેરનો વિકાસ રૂંધાવા માંડ્યો છે. વિજલપોર શહેરના આંતરિક રસ્તાઓ વર્ષોથી બનાવવામાં નહીં...
સુરત: રાજ્યમાં પહેલી વખત દ્વિભાષી માધ્યમના 105 વિદ્યાર્થી (Student) ધોરણ-10ની આગામી માર્ચ મહિનામાં લેવાનારી શિક્ષણ બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષા (Exam) આપશે. ગુજલીશ...
વલસાડ : સયાજી નગરી (Sayaji Nagri) એક્સપ્રેસ (Express Train) ટ્રેનમાં માત્ર 3 દિવસનું ત્યજી દેવાયેલું નવજાત (New Borm) શિશુ (Baby) શુક્રવારે પાલઘર...
સુરત: ઉધના-નવસારી મેઈન રોડ પર નવીન ફ્લોરીન જંક્શન પાસે ટ્રાફિકની (Traffic) સમસ્યાને કારણે અહીં બ્રિજ બનાવવા માટે મનપા (SMC) દ્વારા તૈયારી કરવામાં...
સુરત : સુરતનું અશ્વિનીકુમાર રોડ (Ashiwani Kumar Road) વિસ્તારમાં 400 વર્ષ જુના નીલકંઠ મહાદેવ ઐતિહાસિક (Historical) શિવ મંદિર (Shiv Temple) છે જ્યાં,...
સુરત: ઉધનામાં (Udhna) રહેતી ત્યક્તાની સાથે શાદી ડોટ કોમ (Shadi.com) મારફતે પરિચયમાં આવેલા યુવકે પોતાની ઓળખ વકીલ (lawyer) તરીકે આપી ત્યક્તા સાથે...
ગાંધીનગર : રાષ્ટ્રપતિના ચંન્દ્રકથી સન્માનિત થયેલા રાજ્ય પોલીસ (Police) દળના અધિકારીઓને મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ...
રાજપીપળા: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ (Video conferencing) દ્વારા ગુજરાતના (Gujarat) એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું. નરેન્દ્ર...
કામરેજ: (Kamraj) સ્ટેટ મોનિટરિંગ સેલને (State Monitring Sell) મોડી રાત્રે સેલવાસથી બંધ બોડીની મીની ટ્રકમાં રૂપારામ ઉર્ફે રૂપેશ રામકિશન બિશ્નોઈ વિદેશી દારૂનો...
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં (Statue of Unity) શુક્રવારે બપોરના સમયે અચાનક મોટી સંખ્યામાં અહીં ફરજ બજાવતા કામદારો (Workar) ભેગા થઇ હમારી માંગે...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
એક સેમીનાર હતો, જેમાં વાત કરવાની હતી સફળ થવા માટે જરૂરી વિષયો પર.સફળ વ્યક્તિની મહત્ત્વની આદતો વિશેના અંગ્રેજી પુસ્તકમાંથી ઘણી વાતો થઇ.એક પછી એક સ્પીકરો આવ્યા અને સફળતા માટે જરૂરી આદતો, ગુણો, આવડતો ,અભ્યાસ વગેરે વિષે સમજાવવા લાગ્યા. એક સ્પીકર આવ્યા તેમનો વિષય હતો –‘સફળ વ્યક્તિના હોઠો પર’…અત્યાર સુધી આવેલા સ્પીકરો કરતાં આ વિષય થોડો જુદો હતો એટલે શ્રોતાજનોને વધારે રસ પડ્યો.સ્પીકરે પોતાની વાત શરૂ કરતાં જ કહ્યું, ‘દરેક વ્યક્તિ સફળ બની શકે છે અને હું તો એમ માનું છું કે દરેક વ્યક્તિ જે માણસ તરીકે જીવન જીવે છે …જે જિંદગીના તડકા છાયંડા સહન કરે છે…
જે પોતાની જવાબદારીઓ પૂરી કરવા સતત લડતો રહે છે તે બધા જ સફળ છે.મારો સવાલ છે જે વ્યક્તિ સફળ છે અથવા જેને જીવનમાં સફળ થવું છે તેના હોઠો પર શું હોવું જોઈએ?’ એક પછી એક શ્રોતાગણમાંથી જવાબ આવવા મંડ્યા કે સફળ થવા માટે બધી જ જાણકારી મોઢે કડકડાટ યાદ હોવી જોઈએ ….કે સફળ થવા માટે પોતાના વિષયનું જ્ઞાન મોઢે હોવું જોઈએ …કે સફળ થવા માટે એક એક રૂપિયાનો હિસાબ મોઢે હોવા જોઈએ …કે ..કે સફળ થવા માટે અનેક ભાષાઓ બોલતા આવડવી જોઈએ જેથી કસ્ટમર સાથે તેની ભાષામાં વાત કરી તેને પોતાનો કરી શકાય…કે સફળ થવા માટે લોકોના માનસને ઓળખી બોલવું જોઈએ …
અનેક જુદા જુદા જવાબ મેળવીને સ્પીકર રાજી થયા અને સમજી ગયા કે શ્રોતાજનોને આ વિષયમાં રસ પડ્યો છે.તેમણે આગળ કહ્યું, ‘તમે આપેલા બધા જવાબ ખોટા છે એમ નહિ કહું , બધા જવાબ પોતપોતના વિચાર પ્રમાણે સાચા છે.પણ હું તમને જે સમજાવવા માંગું છું તે એવા જવાબ છે જે આ બધા જવાબ સાથે જરૂરી છે.હવે મારા બીજા પ્રશ્નનો જવાબ આપો ….’ એક અધીરા શ્રોતાએ ઊભા થઈને કહ્યું, ‘સાહેબ , તમે પ્રશ્ન પૂછો નહિ, તમે જ જલ્દી જણાવો કે અમને તમારો જવાબ સાંભળવાની ઉતાવળ છે .’ બધા હસ્યા અને સ્પીકર પણ હસતા હસતા બોલ્યા,
‘સફળ વ્યક્તિના હોઠો પર સૌથી મહત્ત્વની વસ્તુ છે સ્મિત …જે દરેકને પોતાના કરી લે છે …પછી મહત્ત્વનું છે મૌન, જે ઝઘડા અને સમસ્યા દૂર કરે છે ….પછી જરૂરી છે ધીરજ જે હમણાં આ સજ્જનની ખૂટી તેમ ખૂટવી ન જોઈએ. પહેલાં સામેવાળાને સાંભળો, પછી જવાબ આપો કે તમારો મત જણાવો અને પછી જરૂરી છે મીઠી વાણી જે બોલો તે મીઠું બોલો સામેવાળાને સાંભળવું ગમે તે રીતે તમારી વાત મૂકો…જો આ હોઠો પર રાખશો તો સફળ થશો અને સફળ રહેશો.’ શ્રોતાઓએ તાળીઓ સાથે સ્પીકરની વાત વધાવી લીધી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.