વડોદરા: વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં પીઆઇ પદે ફરજ બજાવતા વિપુલચંદ્ર બારીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જેલ સર્કલ વિભાગમાં શિસ્ત અને સલામતી...
મણિપુર: મણિપુર(Manipur)માં જોરદાર ભૂકંપ(Earthquake)ના કારણે ધરતી ધ્રૂજી ગઈ હતી. મણિપુરના મોઇરાંગ(Moirang)થી 100 કિમી દક્ષિણપૂર્વમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર...
વડોદરા: વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓના પગારમાં 15 ટકાના વધારાથી કર્મચારીઓ નારાજ થયા છે. કર્મચારીઓ દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો...
ઝુલન ગોસ્વામીની ક્રિકેટ કેરિયર રોમાંચથી ભરપુર રહી છે અને 39 વર્ષીય ઝુલનના જીવનમાં ફૂટબોલે મોટી ભૂમિકા ભજવી છે. ઝુલનને રમત પ્રત્યે પ્રેમ...
એશિયા કપમાં જ્યારે હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં છગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી ત્યારે તેના મોટાભાઈ કૃણાલની છાતી ગર્વથી ફુલી ગઇ...
વડોદરા: અલકાપુરી સહિત મોબાઈલના ત્રણ રા લિંક મોબાઇલ સ્ટોરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે દરોડા પાડયા હતા અધિકારીઓની તપાસમા ભેજાબાજ સંચાલકના ગોરખધંધાનો ભાંડો ફૂટી...
વિશ્વ ક્રિકેટમાં આક્રમકતાની વ્યાખ્યા બની ગયેલા વિરાટ કોહલીનું વલણ દરેકને પસંદ નથી. કિંગ કોહલીને મેદાન પર તેના આક્રમક વલણને કારણે વિશ્વના તમામ...
વડોદરા: રાજસ્થાન અને હરિયાણાના દારૃના સેકડો ઠેકેદારો સાથે મજબૂત સાંઠગાંઠ,પોલીસ તંત્ર સાથે સીધો સંપર્ક અને રાજકીય દિગ્ગજો ના ચાર હાથની છત્ર છાયા...
દેશમાં જે રીતે નુકશાનકારક મતોના તુષ્ટિકરણો કોંગ્રેસ સહિતના સેક્યુલર પક્ષોએ દેશની આઝાદી બાદ ચલાવેલા તેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપકારક વિકાસવાદ અને...
સુરત : ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly elections) પહેલા સુરત(Surat) આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)નો લિંબાયત(Limbayat) ખાતે યોજાનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે...
સુરત: ઈલેક્ટ્રીક બાઈક અને તેના શો રૂમમાં આગ લાગવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. આજે સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ઈ-બાઈકના શો...
વિશ્વવ્યાપી મુસ્લિમ સમાજ વખતોવખત તેને સ્પર્શતી બાબતો માટે અવાજ ઉઠાવે છે, દેખાવો કરે છે, માગણીઓ કરે છે, ઝુંબેશ ચલાવે છે. દુર્ભાગ્યે બર્માના...
રાજસ્થાનની એક નિશાળમાં દલિત બાળક આચાર્યની માટલીને અડકવા બદલ તેનું ખૂન કર્યાના સમાચાર પ્રગટ થયા. હિન્દુ સમાજ રૂઢિવાદી સમાજ છે. દલિતોને વસ્તી-ગણતરીના...
કેરળ: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) એ 23 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની આગેવાની હેઠળની અનેક એજન્સીઓ દ્વારા તેની ઓફિસો, નેતાઓના...
એક ખૂબ જ પ્રખ્યાત નાટકના કલાકાર. જેમનું લગભગ આખું જીવન સ્ટેજની આજુબાજુ જ વીત્યું હતું. બાળપણમાં મા મૃત્યુ પામી અને પિતા નાટક...
વડોદરા: હાલમાં જ ગણપતિ મહોત્સવ ધામધૂપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પાલિકા દ્વારા ગણપતિ દાદાની મૂર્તિ વિસર્જન માટે ત્રણ ઝોનમાં ચાર કુત્રિમ...
પશુપાલકો એકઠાં થયાં છે કારણ કે રસ્તે રખડતાં પશુ માટે સરકારે જે કાયદો કર્યો હતો તેનો વિરોધ કરવાનો હતો. એક સમાજ ભેગો...
ભારત દક્ષિણ એશિયામાં કંઇક અંશે અલગ છે એવું વિચારવાનું આપણને ગમે પણ ખરેખર એવું નથી. અર્થપૂર્ણ નિર્દેશોમાં ભારતીયો બાંગ્લાદેશીઓ કે પાકિસ્તાનીઓ કરતાં...
યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું તેને છ મહિના કરતા વધુ સમય થઇ ગયો છે અને યુદ્ધની શરૂઆતમાં એવી ધારણા રખાતી હતી કે...
ફતેપુરા: ફતેપુરા બસસ્ટેન્ડમાં આરસીસી રોડમાં મોટા ખાડાઓ અને સ્ટ્રીટ લાઈટ બંધ છતના પતરા ઉડી ગયા સ્વચ્છતાનો અભાવ બસ સ્ટેશનમાં રેસ્ટ રૂમનો પણ...
નડિયાદ: ગુજરાતમાં આગામી તા.૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવાની છે. ૬ મહાનગરોમાં યોજાનાર આ નેશનલ ગેમ્સમાં ૩૬ જેટલી રમતો...
25 સપ્ટેમ્બર વિશ્વ રીવર ડે નિમિતે સુરતની જીવાદોરી એવી પુણ્યસલીલા તાપી નદીને ફરીથી નવોઢાની જેમ શણગારમાં માટે આગામી પાંચ વર્ષમાં સુરત મનપા...
જો રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં થાય તો ૨૨ વર્ષ પછી યોજાનારી ચૂંટણીમાં ભારે રસાકસી અને ઉત્તેજના જોવા મળશે....
આણંદ: તારાપુરના કસબારા ગામે રહેતી પરિણીતાને અમદાવાદ ખાતે સાસરિયાએ દહેજ માટે અસહ્ય ત્રાસ આપ્યો હતો. આખરે પિયર આવી પતિ સહિત ચાર સાસરિયા...
આજથી 100વર્ષ પહેલાંના સુરતની વાત કરીએ તો ત્યારે સુરતમાં વિવિધ રમતોના સાધનો મળવા મુશ્કેલ હતાં કારણકે સુરતમાં સ્પોર્ટ્સ ઇકવિપમેન્ટ્સનું વેચાણ કરતી એક...
નડિયાદ: છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાના કારણે જાહેર અને કોમર્સિયલ ગરબા થઈ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે જ્યારે કોરોનાનું જોર ઘટી ગયુ...
સુરતીલાલાઓ તેમના ખુશમિજાજ સ્વભાવ માટે જાણીતા છે. ખાણી-પીણીની સાથે સારી લાઇફસ્ટાઇલ પર પણ ખર્ચ કરવામાં પાછી પાની કરતાં નથી. જોકે હવે આજકાલની...
ભક્તિ, ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર એટ્લે નવરાત્રી યુવાનોને થિરકવા માટે મજબૂર કરતાં આ તહેવારની ઉજવણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આપણા સુરતી...
સુરત: સોફ્ટવેર કંપનીના (Software Company) માલિકની પરવાનગી વિના પ્રવેશ કરી, એક્સપાયરી ડેટમાં (Expiry date) ફેરફાર સાથે કંપનીનું ખોટું નામ ધારણ કરી ગ્રાહકોને...
સુરત: અત્યારે જાણે સરકારી કર્મચારીઓની સરકાર (Government) સામે લડતની સિઝન ચાલી રહી હોય તેમ હવે નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ બજાવતા...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
વડોદરા: વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં પીઆઇ પદે ફરજ બજાવતા વિપુલચંદ્ર બારીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જેલ સર્કલ વિભાગમાં શિસ્ત અને સલામતી ધ્યાને રાખીને બેરેક બદલી મુદ્દે કાચા કામના 21 આરોપીઓએ ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું હતું. અભિજીત ઉર્ફે અભી આનંદ ઝા અને હર્ષિલ પ્રવીણભાઈ લિંબચીયાને યાર્ડના અન્ય કેદીઓ ટિંગા ટોળી કરીને દવા પી લીધી છે. તેવા ખોટા બુમ બરાડા પાડીને જેલ દવાખાને લઈ જવા બહાર કાઢ્યા હતા.
તોફાને ચડેલા કેદીઓએ ફરજ પરના પોલીસ તથા મેડિકલ સ્ટાફને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જેલ દવાખાનામાં પડેલી વસ્તુઓ , દવાઓ તથા ટેબલો ફંગોળી નુકસાન પહોંચાડ્યું હતું. મેડિકલ સ્ટાફ સાથે પણ ગેરવર્ણતુંક કરી ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.અને વ્યાપક તોડફોડ કરી નુકસાન પહોંચાડયુ હતુ. સાથે જેલની શિસ્ત અને સલામતી ડહોળવાનો પ્રયાસ કરવામા સંડોવાયેલા 12 કેદીઓ વિરુદ્ધ રાવપુરા પોલીસે આરોપીઓ આઇપીસી 143, 147, 148, 149,294(એ), 504, 506(2)એનએસ 353 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દરમ્યાન કેદી યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજુ દલપતભાઈ ગોહિલની મારી સાથે બંધી થતાં ટિફિન જમવાનો ઇનકાર કરે છે. જેથી તેની બેરેક બદલી ના કરશો. જોકે અધિક્ષકના આદેશ અનુસાર બેરેક બદલી કરવી ફરજીયાત હોય કેદી યશપાલસિંહ જાડેજા ઉશ્કેરાયો હતો. અને ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી બેરેકમાં જતો રહ્યો હતો. તેના કહેવાથી તથા ઉશ્કેરણીથી અન્ય કાચા આરોપીઓએ હોબાળો મચાવ્યો હતો. તોફાની કેદીઓ સલમાન ઉર્ફે સમીર ચાંદખાન હસન મહંમદ મુલ્લાજી પઠાણ, સુલતાન ઉર્ફે તાન સત્તારભાઈ મીરાશી, હૈદરઅલી રફીકસા દિવાન, મજીદ રફીકભાઈ ભાણું અને સાબીર ઉર્ફે શેરો કરીમભાઈ મહમ્મદભાઈ શેખએ મંડળી બનાવી સર્કલ બુરજી ખાતે ફરજ પરના અધિકારી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તે પૈકીના સલમાન પઠાણે પાણી ભરેલું માટલું પોતાની જાતે પોતાના માથામાં ફોડ્યું હતું.
તેમજ લોખંડના સળિયાનું સ્ટેન્ડ ઊંચકી પોતાના માથાના ભાગે ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જૉ કે ત્યા હાજર સુલતાન મિરાસી લોખંડનું સ્ટેન્ડ આંચકી પોતાના માથામાં જાતે ઈજા કરવા લાગ્યો હતો. તેના હાથમાંથી લોખંડનું સ્ટેન્ડ છોડાવતા સમયે અન્યને ઈજા પહોંચી છે. અને પોતાની જાતે જમીન ઉપર આળોટી ખોટી રીતે બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ વારાફરતી અન્ય આરોપી સોએબ અખ્તર કુરેશી, શબ્બીર ઉર્ફે સાગર મોહમ્મદ સિદ્દીક સૈયદ અને આકાશ ભગવાન વાડકેએ પણ દવા પીધી હોવાનો હોબાળો મચાવ્યો હતો. આમ, એકસંપ થઈ પોતાનો બદઇરાદો પાર પાડવાના ઇરાદે પોતાની જાતે જ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરીને ફરજ પરના કર્મચારીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી, કોઈ પ્રવાહી પી લીધું છે તેવો ઢોંગ કરી જેલની શિસ્ત અને સલામતી ડહોળવાનો પ્રયાસ કર્યો છે.