SURAT

વડાપ્રધાન મોદીના આગમનને લઈ મનપાની તૈયારીઓ, આ વિશેષ આયોજન કરાયું

સુરત : ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly elections) પહેલા સુરત(Surat) આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)નો લિંબાયત(Limbayat) ખાતે યોજાનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 29મી સપ્ટેમ્બર રોજ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે થનારી વડાપ્રધાન મોદીની જાહેર સભામાં મનપા(Surat Municipal Corporation)ના 3500 કરોડથી વધુ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આ જાહેરસભામાં માત્ર એક જ દિવસના મંડપ, ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, લાઈટિંગ વિગેરે માટે 11.34 કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. જયારે 80 હજાર લોકો માટે ફૂડ પેકેટ પ્રતિ ફુડ પેકેટ 70 રૂપિયા લેખે 56 લાખ અને શહેરમાંથી સરકારી યોજનાઓ અને સહાયના લાભાર્થીઓનેસુરતમાંથી જ સુરતમાં લઇ જવા માટે ખાનગી તેમજ એસટી મળી કુલ 70 બસ કરવા અંદાજીત 60 લાખનો ખર્ચ સ્થાયી સમિતિની મીટિંગમાં વધારાના કામ તરીકે લાવી મંજૂરી આપી દેવામાં આવી છે.

  • વડાપ્રધાન મોદીની જાહેરસભા માટે સુરત મનપા 12 કરોડથી પણ વધુ ખર્ચશે
  • કાર્યક્રમ માટે મંડપ, ડેકોરેશન, લાઈટિંગથી માંડીને 700 બસ, 80 હજાર ફુડ પેકેટનો ઇજારો મનપા દ્વારા આપવામાં આવ્યો

અગાઉ મનપા દ્વારા જાહેર સભાના આયોજન માટે મોટા ડોમ સાથેનો મંડપ, ડેકોરેશન, ઈલેક્ટ્રિફિકેશન, સાઉન્ડ સિસ્ટમ, એલ.ઈ.ડી. લાઈટ, એલ.ઈ.ડી. સ્ક્રીન એ.સી, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી વગેરે કામ માટે 9.94 કરોડના ટેન્ડર બહાર પાડ્યા હતા. આવા સામાન્ય કામ માટે પણ અમદાવાદની ગાંધી કોર્પોરેશનનું ટેન્ડર 14.6 ટકા ઉંચુ આવ્યું અને તેને ફટાફટ મંજૂરી પણ આપી દેવાતા હવે આ ટેન્ડરની રકમ વધીને 11.34 કરોડ થઈ ગઈ છે. સભામાં આવનારા અંદાજીત 70થી 80 હજાર લોકો માટે ફૂડ પેકેટ બનાવવા ઘરતી ફુડ પ્રાઇવેટ લી.ને રૂપિયા 70 પ્રતિ પેકેટ ઇજારો આપી દેવાયો છે. સુરત મનપા વડાપ્રધાનની જાહેર સભા માટે કદાચ પહેલી વખત આટલો મોટો ખર્ચ એકલે હાથે કરી રહી છે.

વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે
આગામી 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લાના તેમજ કેન્દ્ર સરકારના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનના હસ્તે કિલ્લાના બાકી રહેતા વિભાગો અને ખોજ મ્યુઝિયમ રાંદેરમાં દેશનો પહેલો મામરેન બેઈઝ વોટરટ્રિટમેન્ટ પ્લાન્ટ, એરપોર્ટનો આઈકોનિક રોડ, લિંબાયત મીઠીખાડી ખાતે મુક્તિધામ હિન્દુ સ્મશાનકેન્દ્રનું લોકાપર્ણ, તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હસ્તકના વિવિધ કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત ઉપરાંત ડ્રીમ સીટીના એન્ટ્રી ગેટનું લોકાપર્ણ અને અન્ય કામોના ખાતમુહૂર્ત પણ થાય તેવી શકયતા છે.

Most Popular

To Top