Vadodara

કરોડો રૂપિયાનો આસામી બની ચુકેલા વીજુની કાળી કમાણીના કાળાના ધોળા

વડોદરા: રાજસ્થાન અને હરિયાણાના દારૃના સેકડો ઠેકેદારો સાથે મજબૂત સાંઠગાંઠ,પોલીસ તંત્ર સાથે સીધો સંપર્ક અને રાજકીય દિગ્ગજો ના ચાર હાથની છત્ર છાયા ધરાવતા વડોદરાના આજવા રોડ વિસ્તારના વિનોદ ઉર્ફે વીજુ મુરલીધર ઉદવાણી સામે દારૂના 60 થી વધુ ગુના નોંધાયા છે. તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસે પકડાયેલા દારૃ ભરેલા ટેન્કરના બનાવની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી રહી છે.જે દરમિયાન વીજુ દુબઇમાં હોવાની વિગતો ખૂલતાં તેની સામે રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં આવતા જ વીજુ દુબઇ ના અબુધાબીમાંથી પકડાઇ ગયો હોવાની બિનસત્તાવાર જાણ મળી હતી.વીજુ લીવરની સારવાર માટે મુંબઇ ગયો હતો અને ત્યાંથી દુબઇ પોબારા ભણી ગયો હતો.

25 થી 30 વર્ષ પુર્વે સરદાર એસ્ટેટ માં નમકીનનો સામાન્ય વ્યવસાય કરતો વિજુ સિંધી ના પિતાનું 15 વર્ષ પહેલા જ મરણ નિપજ્યું હતું.જૉ કે તે અગાઉ જ નામચીન લિકર કિંગ મુકેશ હરજાણી નો હાથ પકડી લેનાર વીજુ સિંધી એ ખેડા ના કુખ્યાત પપ્પુ શુક્લાને જાહેરમાં રહેસી નાખ્યો હતો.સામાન્ય કેરિયર થી કાળા કારોબારમાં સંકળાયા બાદ મારામારી,ખૂન ખરાબા,ખંડણી,ધાક ધમકીઓ દ્રારા પગદંડો મજબૂત બનાવ્યો હતો પરંતું અલ્પેશ ચાકાના મર્ડર બાદ ગુનાખોરીની આલમમાં નામ કાઢ્યું હતું.છેલ્લાં એક જ દાયકાથી દારૂના વેપલા મા માથું ઉચક્યું હતુ.

અને પોતાના જ ગોડફાધર સમાન મુકેશ હરજાણી ની કરપીણ હત્યા બાદ આખા ગુજરાતનો સૌથી મોટો લીકર કિંગ બનીને કરોડોની કાળી કમાણી મા આળોટે છે એવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તેના ભાઈ રવી સિંધી સમા સાવલી ચેકપોસ્ટ પાછળ રહે છે અને કારેલીબાગ પેટ્રોલ પંપ સામે એમ ક્યૂબ નામે કાપડનો વેપાર કરે છે જે માત્ર નામનો જ હોવાનુ સંભળાય છે. ખરેખર તો વિજુના કરોડો રૂપિયાનો વહીવટ રવી પોતે જ કરે છે અને વડોદરા ખેડા ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લા તેમજ મહારાષ્ટ્રમાં પણ 35 થી 50 કરોડ રૂપિયાની મિલકતો વસાવી લીધી છે.

દારુની કાળી કમાણી ને ધોળી કરવા અઢળક મિલકતોમાં કરોડો રૂપિયા નુ રોકાણ કરાયું છે. સૂત્રો દ્વારા એવુ પણ જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે મીલકત છે તે કાળી કમાણી ના ધોળા કરવા એક બેંકને લાખો રૂપિયા ના માસિક ભાડે આપી છે. તદ્ઉપરાંત આણંદ નડિયાદ વચ્ચે લાખ્ખો ચોરસ ફૂટનું અદ્યતન ફાર્મ હાઉસ ખરીદ કર્યુ છે તેમા ઊંચી ઓલાદની ગાયો ભેંસો નો વિશાળ તબેલો, જાતવાન ઘોડા ઓની તો કતાર છે. ફાર્મમાં પશુઓની સારસંભાળ અને સલામતી અર્થે ઊંચી નસલના મોંઘાદાટ કૂતરાઓની ફોજ છૂટી ફરતી હોય છે તેમજ બહારથી કોઈ પણ અજાણ્યાં માણસ પરવાનગી વગર અંદર પ્રવેશી ના શકે એટલે બાઉન્સર પણ મૂકી દીધાં છે.

ગાય ભેંસના રોજના હજારો લીટર દૂધ સ્થાનીક દૂધ મંડળીઓને નિયમિત પહોંચાડવાની પણ તમામ અદ્યતન વ્યવસ્થા વીજુ આણી મંડળીએ કરી છે. ભવિષ્યના આગોતરા આયોજન મુજબ જૉ દારુનો ધંધો બંધ કરવો પડે તો અન્ય મિલકતો અને રોકાણ કરેલા વ્યવસાયોમાં થી આવકનો સ્ત્રોત ઊભો જ રહે. જૉ કે સ્થાનીક પોલીસ વીજુ સિંધીની ધરપકડ કરશે ત્યારે મોટાં ભાગના રહસ્યોનો પર્દાફાશ થવાના ભણકારા તો વાગી ચુક્યા છે. તેની સાથે અનેક મોટાં માથાની પણ સંડોવણી હોવાની તરેહ તરેહની ચર્ચાઓ સંભળાઈ રહી છે. તાજેતરમાં રમાયેલી ભારત-પાકિસ્તાન ની એશિયા કપની મેચમાં રમાયેલા સટ્ટામાં પણ વીજુ સિંધીની સંડોવણી હતી કે કેમ તે પણ પોલીસ માટે તપાસનો વિષય રહેશે.

Most Popular

To Top