Top News

More Posts

   The Latest

Most Popular

પ્રતિનિધિ, વડોદરા, તા. 1
હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન ડૂબી જવાના બનાવો બનતા હોવાને કારણે પોલીસ કમિશનરે તહેવાર દરમિયાન નદી, તળાવ સહિતના જળાશયોમાં નહાવા જવા પર પ્રતિબંધ મુક્યો છે.
વડોદરા શહેરમાં હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન યુવકો સહિત લોકો નદી, કૃત્રિમ તળાવ, નહેર અને અન્ય જળાશયોમાં નહાવા માટે જતા હોય છે. જેને કારણે ઘણીવાર ડૂબી જવાની દુર્ઘટનાઓ સર્જાય છે અને ભૂતકાળમાં અનેક લોકોના મોત થયાના બનાવો પણ બન્યા છે.
આગામી હોળી અને ધુળેટીના તહેવાર દરમિયાન આવી દુર્ઘટનાઓ ન બને તે માટે પોલીસ કમિશનર નરસિંહ કોમાર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદી, તળાવો સહિતના જળાશયોમાં નહાવા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

To Top