ગાંધીનગર: ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગુજરાત સેમીકનેક્ટ કોન્ફ્રન્સ 2026ના શુભારંભ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય આઈટી, માહિતી પ્રસારણ અને...
સાણંદથી ધોલેરા સુધી સેમિકન્ડક્ટર શક્તિ – ગુજરાત બનશે ટેક્નોલોજી હબનવી વિજ્ઞાન-ટેક્નોલોજી નીતિ 2026–2031 જાહેર • સેમિકોન 2.0 સાથે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને...
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેણાંક ફ્લેટમાં ગેરકાયદે રીતે ચલાવવામાં આવતા વિદેશી પ્રાણી-પક્ષીઓના પ્રજનન અને વેચાણના મોટા કૌભાંડનો અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ...
ગાંધીનગર: ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે વધતા સૈન્ય તણાવ અને હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે તેના...
ગાંધીનગર: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 થી...
ગાંધીનગર : ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026’નો પ્રારંભ થયો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત...
દુનિયામાં મુસ્લિમ બહુમતી ધરાવતા ત્રેપન દેશો છે. અમુક મુસ્લિમ દેશો આપસમાં લડી રહ્યા છે પરંતુ જગતમાં મુસ્લિમોની વસતિ લગભગ બે અબજ છે....
દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થા સુમુલ ડેરીએ હોળી અને ધૂળેટીના તહેવારો પહેલાં પશુપાલકો માટે ખુશીની સમાચાર આપ્યા છે. ડેરીએ ગાયના દૂધના કિલો ફેટના...
ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા રેટિંગ્સમાં જાન્યુઆરી ૨૦૨૫થી આજ સુધીમાં ઘરેલુ મોરચે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫માં, તેમના બીજા કાર્યકાળની શરૂઆતમાં, ટ્રમ્પની...
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુના સમાચાર સામે થતાં, પાકિસ્તાનના કરાચીમાં આવેલ અમેરિકન દૂતાવાસ પર હિંસા અને તંત્રવાદી ટોળા દ્વારા હુમલો...
₹4.10 લાખનો મુદ્દામાલ જપ્ત પ્રતિનિધિ | ગોધરાપંચમહાલ જિલ્લાના શહેરા વન વિભાગે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે વન પેદાશની હેરફેર કરતા તત્વો સામે...
ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, ત્યારે એક પ્રશ્ન ફરી ચર્ચામાં છે: શા માટે...
ઇરાન-ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટની અઠવાડિયાની શરૂઆત જ ભારે ગાબડાથી થઈ...
આપણે ત્યાં રેસ્ટોરન્ટમાં મળતી ખાદ્ય સામગ્રી જેવી કે સમોસા, કટલેટ, બર્ગર કે પાણીની બોટલ, કોફી, ચા જેવી આઈટમોના જે ભાવ હોય છે...
છેલ્લાં 75 વર્ષોથી ઘરમાં ‘ગુજરાતમિત્ર’ જ આવે. તે સમયનાં વર્તમાનપત્રોમાં ઝાઝો રસ પડતો. ઉચ્ચ કક્ષાનાં લેખકો તેમની કોલમ, કાવ્યો, સત્તાવાર શૈલી, બધું...
ફેબ્રુઆરી મહિનો એક સમયે ઠંડો પવન, હળવા સૂર્યપ્રકાશ અને બરફથી ઢંકાયેલા પર્વતો માટે જાણીતો હતો, પરંતુ આ વર્ષે ચિત્ર સંપૂર્ણપણે અલગ છે....
દર વર્ષે હિન્દુઓનો પવિત્ર તહેવાર હોળી નજીક આવે એટલે વૈદિક હોળી અંગેની ચર્ચાનો પ્રારંભ થઈ જતો હોય છે. પર્યાવરણવાદીઓ અને પ્રકૃતિપ્રેમીઓ વૈદિક...
લગ્નો કે અન્ય ધાર્મિક વિધિઓ જે તે કુટુંબના વ્યક્તિગત પ્રસંગો છે જેમાં મહદ્ અંશે સગાં–સંબંધીઓને આ પ્રસંગોમાં સહભાગી થવા આમંત્રણ પાઠવાતાં હોય...
વડોદરા પાલિકાની ઘોર નિદ્રા, ઉનાળાની શરૂઆતે જ જળ સંકટનાં એંધાણ એક તરફ ઉનાળાની તરસ, બીજી તરફ પાલિકાની બેદરકારીનું ‘પૂર’, તંત્રની ઘોર નિદ્રાથી...
દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક ને કથિત દારૂ નીતિ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં Rouse Avenue Court દ્વારા તમામ આરોપોમાંથી નિર્દોષ...
અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ ઈરાન સાથે ચાલતાં યુદ્ધ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ લશ્કરી સંઘર્ષ આગામી ચાર અઠવાડિયા...
પવિત્ર હોળીના પાવન પર્વ દરમિયાન ફાગણ સુદ તેરસના દિવસે મહુવા ખાતે આવેલા વાંસકુઇ ગામના ગોળીગઢ બાપુના મંદિરે સુંદર મેળાનુ઼ આયોજન થાય છે....
આપણે વારંવાર સાંભળીને છીએ. કામ પતાવી દીધું. આજના ફાસ્ટ રહેણીકરણીવાળા સમયમાં આપણા દરેક કામો પતાવવા પૂરતા જ થતા હોય એવુ લાગે છે...
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા સંઘર્ષને પગલે ભારત સરકારે ઉચ્ચ સ્તરે ચિંતન શરૂ કર્યું છે. વડાપ્રધાન Narendra Modiની અધ્યક્ષતામાં નવી...
ભારતીય પ્રજા ધર્મનિષ્ઠ પ્રજા છે. સમગ્ર ભારતમાં લગભગ પ્રત્યેક રાજ્યમાં મહત્ત્વના ધર્મસ્થાન બિરાજમાન છે. પ્રજા મોટી સંખ્યામાં પ્રભુદર્શન કરવા નિયમિત જતી પણ...
પાકિસ્તાન અને અફઘાન તાલિબાન વચ્ચે ફરી એક વાર હિંસક સંઘર્ષ ફાટી નીકળ્યો છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાન તાલિબાન સામે ખુલ્લું...
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન સામે ચલાવવામાં આવેલા સૈન્ય અભિયાનને આજે ત્રીજો દિવસ છે અને સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. અહેવાલો મુજબ,...
ઈરાનના રઝા શાહ પહલવી તહેરાનમાં સીઆઈએના એજન્ટ કર્મિટ રુઝવેલ્ટની મહેરબાનીથી ઈરાનની ગાદી પર બેઠા હતા. પહલવીના પિતાએ વર્ષ 1925માં એક વિદ્રોહ પછી...
ભારતે T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં સ્થાન પક્કું કર્યું છે. સુપર 8ના અંતિમ મુકાબલામાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટથી પરાજિત...
સારસ્વતી નગરીમાં બે યુવક બેકાર હતા. કોઈ કામ ધંધો મળતો ન હતો અને કુસંગમાં પડીને બંને યુવકો ખિસ્સાકાતરુ અને ઠગ બની પૈસા...
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
કરમસદ – આણંદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે બિનહરિફ 12 બેઠકો મેળવી
એકતરફી કાર્યવાહી કે આચાર સંહિતાનો ખેલ?
કોંગ્રેસના ગંભીર આક્ષેપો વચ્ચે ઉમેદવારનું વળતર: દબાણ કે વ્યક્તિગત નિર્ણય? વોર્ડ નંબર 1માં બોની પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો તેજ
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ગુજરાત સેમીકનેક્ટ કોન્ફ્રન્સ 2026ના શુભારંભ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીય આઈટી, માહિતી પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું હતું કે વર્ષ 2026-27 માટે ગુજરાતને રૂ. 17,366 કરોડનું રેકોર્ડબ્રેક બજેટ ફાળવવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કુલ રૂ. 1.28 લાખ કરોડના રેલવે પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે, જે વિકાસના વ્યાપક દિશાસૂચક છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિશ્વકક્ષાના ધોરણ મુજબ વિકસાવવા પસંદ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 21 સ્ટેશનોનું કામ પૂર્ણ થયું છે. અમદાવાદ, સાબરમતી, સુરત, ઉના અને સોમનાથ જેવા મહત્ત્વના સ્ટેશનોના પુનર્વિકાસનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણ બાદ મુસાફરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ મળશે.
તેમણે જણાવ્યું હતું કે ભારતનો પ્રથમ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમલમાં મૂકાતો મુંબઈ–અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ઝડપથી આગળ વધી રહ્યો છે. અશ્વિની વેષ્ણવે જણાવ્યું હતું કે આગામી વર્ષે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની દિશામાં કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે અને સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તમામ તબક્કે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદથી મુંબઈ વચ્ચે 350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ મુસાફરી માત્ર આશરે 1 કલાક 57 મિનિટમાં પૂર્ણ થશે, જે હાલની મુસાફરી સમયની તુલનામાં ઐતિહાસિક ઘટાડો ગણાશે. પ્રધાનમંત્રીએ બુલેટ ટ્રેન માટે 7 નવા રૂટને પણ મંજૂરી આપી છે, જેના કારણે ભવિષ્યમાં દેશના અન્ય મહત્વના શહેરોને હાઈ-સ્પીડ કનેક્ટિવિટીથી જોડવામાં આવશે.