ગાંધીનગર,તા.26‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની મહત્ત્વાકાંક્ષી...
સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ, સાણંદના પ્લાન્ટમાં બનશે SSD અને રેમ પ્રકારના સ્ટોરેજ અને મેમરી ઉપકરણો,...
ગાંધીનગર : રાજ્યના જિલ્લાઓમાં પ્રવાસ વખતે મંત્રીઓ, સંસદસભ્યો અને ધારાસભ્યોના પ્રોટોકોલ જળવાતા ન હોવાની ફરિયાદો વચ્ચે રાજ્ય સરકારે સખત વલણ અપનાવ્યું છે....
દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત અને લોકપ્રિય જોડામાં ગણાતા રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હવે ઓફિશ્યલી રીતે પતિ-પત્ની બની ગયા છે....
ગાંધીનગર,તા.26ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આજે ભારે રાજકીય ગરમાગરમી જોવા મળી હતી. કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના સભ્યોએ વિધાનસભાના પગથિયા પર...
ગાંધીનગર,તા.26ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27ના રૂ. 4,08,053 કરોડના અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચામાં રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ તેને ‘વિકસિત ગુજરાત...
ઉધનામાં નાની વાતે યુવાનની છરીના ઘા મારી હત્યા, આરોપી ઝડપાયો Surat શહેરના Udhna વિસ્તારમાં એક સામાન્ય અથડામણ ભયાનક અંજામ સુધી પહોંચી હતી....
ગાંધીનગર : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો આજે સમગ્ર રાજ્યમાં...
ગાંધીનગર,તા.26રાજ્યના વર્ષ 2026-27ના ₹4,08,053 કરોડના બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ₹4,842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ના મંત્ર...
ગાંધીનગર,તા.26હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં, ગુજરાતના દરિયાકાંઠા પાસે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે 1.5 કિમી ઊંચાઈએ ઉપરવર્તી હવામાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન...
અમદાવાદ : અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટ કાર્ય અંતર્ગત પ્લેટફોર્મ નં. 01 પર એન્જિનિયરિંગ કામ માટે 27 અને 28...
ગાંધીનગર,તા.26રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ દિશામાં આગળ વધે તે માટે પ્રોત્સાહક પગલાંરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલે નેશનલ મિશન...
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાને દિલ્હી દારૂ નીતિ કેસમાં મોટી રાહત મળી છે. રાઉઝ એવન્યુ...
ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરી, ડ્રાઈવર–ક્લીનરનો આબાદ બચાવફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળીહાલોલ | તા. 27હાલોલ પંથકમાં શુક્રવારે વહેલી સવારે...
મહાલક્ષ્મી જ્વેલર્સમાંથી ત્રણ લાખથી વધુના દાગીના લૂંટાયા, CCTV આધારે તપાસ તેજ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં દિનદહાડે લૂંટની ઘટના સામે આવતા જવેલર્વેસ વેપારીઓમાં...
CCTVમાં તસ્કરો કેદ, શહેરમાં ફરી મંદિર ચોરી ગેંગ સક્રિય થતા ચિંતાવડોદરા | તા. 27વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં તસ્કરોએ...
ચોથા માળે લેબની બહાર આવેલા એસી કમ્પ્રેસરમાં ટેકનિકલ ખામી સર્જાતા જોરદાર ધડાકો થયોસદનસીબે કોઈ જાનહાનિ નહીં, ત્રીજા માળે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને...
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એલિગન્સ એપાર્ટમેન્ટમાં બનેલી સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોળી નાખ્યું છે. આ હૃદયદ્રાવક બનાવમાં હવે પોલીસને મોટી...
L&T કર્મચારીઓનો ઉગ્ર વિરોધ, 40 સામે હત્યાના પ્રયાસનો ગુનો સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં તણાવ સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો. Larsen &...
પથ્થર ભરેલા તોતિંગ વાહનોથી અકસ્માતની ભીતિ, ટ્રાફિક સમસ્યા ગંભીરબજાર વિસ્તારમાં યમરાજ સમાન ઝડપે દોડતા ટ્રેલરો સામે નગરજનોમાં રોષગુજરાત મિત્ર | જેતપુરપાવીજેતપુરપાવી શહેરના...
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કોલકાતામાં બપોરે 1:20 વાગ્યે ભૂકંપ અનુભવાયો. કોલકાતા સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા...
સુરત: મનપા દ્વારા આયોજિત પુસ્તક મેળા અને ફ્લાવર શોમાં અવ્યવસ્થા નજરે પડી છે. અહીં રોજ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યાં છે, તેઓ...
રોડ પર ઉભેલા હાઈવા ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોતટિંગલોદ–વેમાર વચ્ચે સર્જાયેલી ઘટનાથી પંથકમાં શોકશિનોર | શિનોર તાલુકાના સાધલી–કરજણ માર્ગ પર...
સેગવા ગામના યુવકનો કુકસ નજીકથી મૃતદેહ મળતા શોકનો માહોલશિનોર | તા. 27શિનોર તાલુકાના સેગવા ગામના એક યુવક નર્મદા કેનાલમાં પડતા ગુમ થયા...
માતાજીના સોનાં–ચાંદીના આભૂષણો સહિત રૂ. 6.20 લાખની મતાની ચોરીવડોદરા | તા. 27કળિયુગમાં હવે મંદિર પણ સુરક્ષિત ન રહ્યા હોવાની ચિંતાજનક ઘટના વાઘોડિયા...
શિક્ષકોની ‘ઘરે જવાની ઉતાવળ’થી વિદ્યાર્થીઓને વહેલા રજા, નોટિસ બાદ પણ પ્રશ્ન યથાવતહાલોલ | હાલોલ તાલુકાની દુણીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા શાળાનો નિર્ધારિત...
ઉધના રેલવે સ્ટેશન પર ભીડનો વિસ્ફોટ, ટ્રેનો બની ‘હાઉસફુલ’ હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત માં વસતા ઉત્તર...
ગર્ભગૃહમાંથી ચાંદીના છત્ર, પાદુકા સહિત લાખોની મતાની ચોરીવડોદરા: સાવલી તાલુકાના ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવતાં સમગ્ર પંથકમાં ભારે...
નાથદ્વારાથી પરત ફરતી XUV ટ્રક પાછળ ઘુસતા એકનું કરૂણ મોતભરૂચ, તા. 27:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પૂરઝડપે દોડતા વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે...
ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ઈ-મેઈલ ધમકીઓથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ...
IT કંપનીમાં વિવાદનો વિસ્ફોટ! TCSની HR નિદા ખાન સામે FIRથી ઉઠ્યા અનેક સવાલો
નીતીશથી “દોઢ પગલા પાછળ” રહેલા સમ્રાટ હવે CM!
બિહારમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી: સમ્રાટ ચૌધરી આજે લેશે શપથ, JDUના બે ડેપ્યુટી CM પણ જોડાશે
IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનો દમદાર પ્રદર્શન
નડિયાદમાં સીએનજી બાઇકમાં અચાનક આગ લાગી
વડોદરામાં ભાજપના ‘સામ-દામ-દંડ-ભેદ’ સામે કોંગ્રેસના ઉમેદવારો ‘ગાયબ’?
KKR સામે CSKની ઇનિંગમાં ઉતાર-ચઢાવ, CSK એ KKRને જીતવા 193 રનનો ટાર્ગેટ આપ્યો
નવ નિર્મિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપની ચાર સીટો બિનહરીફ થવાની સંભાવના
US-ઈરાન તણાવ મુદ્દે ટ્રમ્પ-મોદી વચ્ચે 40 મિનિટની વાતચીત, વૈશ્વિક તણાવ વચ્ચે ભારત-અમેરિકા સંબંધો મજબૂત કરવાની વાત
આશા ભોસલેના નિધન પર જ્હોન સીના અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે આપી શ્રદ્ધાંજલિ
વડોદરા : રૂપિયા 43 લાખના દારૂના ગુનામાં કુખ્યાત બુટલેગર સુનિલ ઉર્ફે અદો ઝડપાયો
સુરતમાં 54 ATM કાર્ડ સાથે શાતિર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને બનાવતા નિશાન
5 લાખ નોકરીઓ ક્યાં? બંગાળમાં બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો TMC પર તીખો હુમલો
ગોધરા–વડોદરા એક્સપ્રેસવે સ્ટ્રેચ ટ્રાયલ બેઝ પર શરૂ: હવે ખારેલથી ગોધરા સડસડાટ પહોંચી શકાશે
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: બોઇલર ફાટતાં 40થી વધુ શ્રમિકો દાઝ્યા
કેનેડાના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.17.09 લાખની છેતરપિંડી
રોજના 1,600 કરોડનું નુકસાન, પેટ્રોલ 18 અને ડીઝલ 35 મોંઘું થઈ શકે, ચૂંટણી બાદ ભાવવધારાની શક્યતા
ઓવૈસીની પાર્ટીએ એક જ બેઠક પર બે ઉમેદવારને મેન્ડેટ આપ્યા, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
નારી શક્તિ વંદન બિલમાં મહિલા ક્વોટા માટે શું શું હશે? 2029 પહેલાં અમલમાં આવશે નવું બિલ
વડોદરામાં ‘પીગળતા’ રસ્તા, માણેજા-સુસેન રોડ પર ડામર ઓગળતા વાહનચાલકો મુસીબતમાં મુકાયા, તંત્રની કામગીરી સામે સવાલ
ઇસ્લામાબાદ બાદ હવે જીનીવા? અમેરિકા-ઈરાન નવા રાઉન્ડ માટે તૈયાર, યુદ્ધવિરામ માટેના પ્રયાસો તેજ
હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંડેબ જોખમમાં? સાઉદીની અમેરિકાને ચેતવણી
સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, કાલે શપથ ગ્રહણ, ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
નીતિશ કુમારે છોડી CM ખુરશી, ઉત્તરાધિકારીનો નિર્ણય બાકી
ભારત અમારો મિત્ર દેશ, ભારતીય જહાજોની અવરજવર સુરક્ષિત રહેશે, ઈરાનનો મોટો સંદેશ
બિહારમાં CM બદલાશે, પણ સરકાર રહેશે નીતિશ કુમારની જ: સંજય ઝા
મધ્યસ્થી બનવા નીકળેલા પાકિસ્તાનને ઝટકો, શેરબજારમાં 6600 પોઈન્ટનું મહાગાબડું
CBSE Result 2026 પર મોટું અપડેટ: આજે નહીં, પણ એપ્રિલ અંત સુધી રાહ!
ઈન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકાશે બે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
ધાવટ ચોકડી પાસે ભયાનક અકસ્માત: કરજણ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
ગાંધીનગર,તા.26
‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની મહત્ત્વાકાંક્ષી ફાળવણી કરી છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષા વકીલ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કમિશનર અને સચિવ રાકેશ શંકરે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહયું હતું કે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ ધોરણે વિકસાવવામાં આવશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, શુદ્ધ પીવાના પાણી માટે આરઓ મશીન, એલઈડી ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર
આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ ૧.૫ ટકાથી વધારી ૩ ટકા અને પાયલોટ પ્રોજેક્ટ રૂપે નર્મદા, દાહોદ અને ડાંગ જિલ્લામાં ૪.૫ ટકા સુધી વધારાશે. આ માટે રૂ. ૩૮.૬૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
પોષણ અને આરોગ્ય પર વિશેષ ભાર
ઓછા વજન ધરાવતા બાળકોના આરોગ્ય સુધારા માટે હેલ્થ ચેકઅપ અને હોમ વિઝિટ આધારિત ‘પોષણ સંગમ’ કાર્યક્રમો માટે રૂ. ૧૬ કરોડ ફાળવાયા છે. આંગણવાડીઓ અને પોષણ સ્તરનું સઘન મોનિટરિંગ કરવા ‘પોષણ પ્રગતિ અને નિરીક્ષણ કેન્દ્ર’ સ્થાપવામાં આવશે. આંગણવાડીના બાળકોની હાજરી અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેના માધ્યમથી હાજરી વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનશે.પૂરક પોષણ યોજના હેઠળ આપવામાં આવતાં રાશનના પેકેજિંગ પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે, જેથી ડિજિટલ ટ્રેકિંગ થઈ શકે અને રાશનની ચોરી અટકાવી શકાય.
બાલિકા પંચાયતથી નેતૃત્વ વિકાસ
કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને પંચાયતી રાજ તથા બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી ‘બાલિકા પંચાયત યોજના’ માટે રૂ. ૧.૦૩ કરોડ ફાળવાયા છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરતી બાલિકા પંચાયતોને સન્માનિત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
મનિષા વકીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સુપોષિત અને સશક્ત ગુજરાતના લક્ષ્ય સાથે મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે વ્યાપક અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પગલાં લઈ રહી છે. આ જોગવાઈઓથી પોષણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક સુધારો થશે અને ‘સુપોષિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા વધુ વેગ મળશે.