જેટિંગ મશીન દ્વારા ડિવાઈડરની સફાઈ, વૃક્ષોનું ટ્રિમિંગ અને દબાણ હટાવવાની કામગીરી તેજ કરાઈ વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા માંજલપુરને વધુ...
ગાંધીનગર: રાજ્યમાં બજેટની રકમ અને દેવાની રકમ વચ્ચે વિકાસની રેસ લાગી છે. બજેટ કહે હું મોટું, તો રાજ્યનું દેવું કહે હું મોટું,...
ગાંધીનગર: રાજ્યમાં આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની વકી વચ્ચે ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ખાસ કરીને...
ગાંધીનગર : ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વના એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ ટેકનિકલ કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને...
ગાંધીનગર: શૈક્ષણિક વર્ષ 2025-26 માટે અનુસ્નાતક કક્ષાના MD-MS- Diploma કોર્સમાં પ્રવેશ માટે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણા થતાં 184 વિદ્યાર્થીને...
ગાંધીનગર: ભારતની વસતી ગણતરી–૨૦૨૭ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત ગાંધીનગર ખાતે ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની...
અમદાવાદ : શેર માર્કેટમાં વધુ નફાની લાલચ આપી સોશીયલ મિડીયા મારફતે રૂ. 1.54 કરોડની છેતરપિંડી આચરનાર ગેંગના બેક કર્મચારી સહિત 5 આરોપીઓની...
અમદાવાદ: મુસાફરોની સુવિધા તથા ફાગણ ફેરી તહેવાર દરમિયાન વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા વચ્ચે વિશેષ...
“પ્રજાહિતમાં જ નિર્ણય થશે” – મુખ્યમંત્રીનો વિશ્વાસ, પીડિત પરિવારોને મળી આશાની કિરણ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી પ્રિલીમિનરી ટી.પી. સ્કીમ નં. 49, 50...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલને ગૃહની અંદર આવકારવાના પ્રોટોકોલ પોલિટિક્સના મુદ્દે રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું હતું. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ...
‘ખરાબ સામાન છોડીને વપરાશલાયક વસ્તુઓ જ કેમ જપ્ત કરાય છે?’- વેપારીઓનો વેધક સવાલ; દર મહિને 500 થી 1000 ના હપ્તા લેવાતા હોવાનો...
આત્મવિશ્વાસ: “સતત 6ઠ્ઠી વાર ફોર્મ ભરતા જી.બી. સોલંકીનો દાવો- ‘અમને જ મળશે મેન્ડેટ, મતદારોનો ભરોસો અકબંધ’.” વડોદરા: જિલ્લાના સહકારી ક્ષેત્રની સૌથી મોટી...
એક પિતાના ૩૨ વર્ષના તપની પરાકાષ્ઠા એટલે તમન્ના અને શીતલની સફળતા-એક જ આંગણેથી પિતા, પુત્ર અને હવે બે સગી બહેનો પણ હવે...
પ્રતિનિધિ ગોધરા તા.25 પંચમહાલ જિલ્લાની ખેતીપ્રધાન અર્થવ્યવસ્થાના મહત્વના સ્તંભ સમાન અગ્રણી સહકારી સંસ્થાઓમાં ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણીઓ સંપૂર્ણ શાંતિ અને સુવ્યવસ્થા...
સાંસદ રાજપાલસિંહ જાદવના પ્રયત્નો સફળ કાલોલ | તા. 25-02-2026પંચમહાલ લોકસભા વિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવના અથાગ પ્રયાસોને અંતે સફળતા મળી છે. કેન્દ્રીય રેલવે...
અનામત બેઠકોના ફેરફારથી જૂના દિગ્ગજો માટે પડકાર, નવા ચહેરાઓ માટે તકનો દરવાજો ખુલ્યો સુરત જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણી પહેલાં જ રાજકીય પાટા...
યાત્રિકોની સુરક્ષા, સુવિધા અને સ્વચ્છતા જાળવવા ‘સુરક્ષા સેતુ’ પર વિશેષ ભારહાલોલ | તા. 25પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર ધંધો કરતા તમામ...
Suratના ઉધના વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાનો પોલીસએ ચોંકાવનારો અને ઝડપી ઉકેલ લાવી દીધો છે. એક વકીલની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ CCTV ફૂટેજના...
CCTV જોઈ કાળજા કંપ્યાવડોદરા | તા. 25 ફેબ્રુઆરીવડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં તેજ રફતાર વધુ એક યુવક માટે મોતનું કારણ બની છે. ઓવર...
આવતીકાલ તો આવશે જ. કદાચ તેનું એક નિર્ધારિત સ્વરૂપ પણ હશે. બે સંભાવના છે, આ સ્વરૂપનો સ્વીકાર કરવો અથવા તો જે સ્વરૂપની...
આજે આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં યુદ્ધના મેદાનમાં માત્ર સૈનિકો જ નથી લડતા, પણ સુપરકોમ્પ્યુટરમાં ચાલતા અલ્ગોરિધમ્સ પણ લડાઈ...
સુરત શહેરના બોર્ડ પરીક્ષાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને...
એક્ટિવા અને રિક્ષાને અડફેટે લઈ પાર્કિગમાં ઉભેલી કાર સાથે અથડાઈને સર્જ્યો ગમખ્વાર અકસ્માત વર્ધીધારી પોલીસકર્મીની કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી...
ભારતીય સમાજમાં વધતા વૈવાહિક છૂટાછેડા અને નવી મુશ્કેલીઓ: પરંપરા, અધિકારો અને સ્વ-નિર્ણય વચ્ચે આધુનિક લગ્ન જીવનનો બદલાતો લેન્ડસ્કેપ દિલ્હીની એક ફેમિલી કોર્ટનું...
ધુમાડાના ગોટાથી છાણી વિસ્તારમાં અફરાતફરી; ફાયર બ્રિગેડના કાફલાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આજે એક મોટી...
3ના મોત,સ્યુસાઇડ નોટથી તપાસ તેજ સુરતમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. વેસુ વિસ્તારની હેપી એલિગન્સમાં એક જ પરિવારના ચાર...
આપણા દેશમાં પ્રાઇવેટ યુનિવર્સિટીની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ખાનગી વિશ્વવિદ્યાલયો સામે અવરનવર વિશ્વસનીયતાના પ્રશ્નો ઊભા થતા રહે છે. એઆઈ...
એક વ્યક્તિ ભગવાન બુદ્ધના સત્સંગમાં મોટેભાગે હાજરી આપતો, તે બહુ ઉત્સુકતાથી શ્રદ્ધાથી પ્રભુનો ઉપદેશ સાંભળતો. પોતાના પ્રવચનમાં ભગવાન બુદ્ધ લગભગ રોજ જુદી...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trumpએ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે મોટો અને ચોંકાવનારો દાવો કર્યો છે. અમેરિકન કોંગ્રેસમાં પોતાના...
અખા ભગતે ગુજરાતનાં સંસ્કારપ્રિય લોકોને વર્ષ ૧૬૧૫ માં રણ જીતવાનું માહાત્મ્ય જણાવેલું. આમ છતાં વિદ્વજજનો ગુજરાતી ભાષામાં મુળાક્ષર, જોડણી, દીર્ઘ સ્વર અને...
હાર્દિક પટેલ વિરુદ્ધનો ૨૦૧૮નો કેસ પરત ખેંચવા કવાયત
અમદાવાદ કોંગ્રેસમાં ટિકિટોને લઈ આખી રાત કકળાટ
પોઇન્ટ ટેબલ ટોપર RR સામે સંઘર્ષ કરતી SRH, કોણ જીતશે આજનો બ્લોકબસ્ટર મુકાબલો?
સુરત એરપોર્ટની સુરક્ષા પર સવાલ, શિયાળ કેવી રીતે પહોંચ્યો રનવે પર? SOS કોલ છતાં સર્જાઈ ઘટના
130 વર્ષ જૂના ચિત્રમાં ધબકતું ભારત:રાજા રવિ વર્માનો 167 કરોડનો ઈતિહાસ
‘સૂર સામ્રાજ્ઞી’ આશા ભોંસલે અનંત યાત્રાએ, રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
પ. બંગાળ SIR કેસ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી: આગામી ચૂંટણીઓના તોફાનથી આંધળા ન થવું જોઈએ
પ્રસાદમાં ઝેર ભેળવી પરિવારને મોતના ખાડે ધકેલવાનું કાવતરું સામે આવતા પોલીસ દોડતી થઇ
ભાજપના ઉમેદવાર રણજીત રાજપૂતના જાતિ પ્રમાણપત્ર મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા!
સચિન પોલીસ કસ્ટડીમાં સંદિગ્ધ ના મોતથી ચકચાર
રસ્તો બદલો અને પાછા જાઓ: મિડલ ઇસ્ટમાં ઈરાન-અમેરિકા ટકરાવનો વીડિયો વાયરલ
વડોદરા આરટીઓમાં સર્વર ડાઉનથી અફરાતફરી: આકરી ગરમીમાં કલાકો સુધી અરજદારો અટવાયા
પી.ટી.એસ પરેડ બાદ છાતીમાં દુખાવો થતાં એસઆરપી જવાન ઢળી પડ્યો, સારવાર દરમિયાન મોત
ટ્રમ્પની નાકાબંધી સામે ઈરાને ‘f(f(O))>f(O)’ આપ્યો સમીકરણથી અનોખો જવાબ, તેલના ભાવ ફરી 100 ડોલર પાર
બોડેલી: ઓરસંગ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર અને હાઈવા વચ્ચે જોરદાર ટક્કર : ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ઈએમઈ સ્કૂલ કેસમાં કર્મચારીને રૂ.5 લાખ વળતરનો મહત્વપૂર્ણ હુકમ
અકોટાની શ્રી અજીત સોસાયટીમાં ‘અશાંત ધારા’ના ઉલ્લંઘનનો આરોપ, વિધર્મી સાથે લગ્નની વિગતો છુપાવી મિલકત ખરીદી?
કર્ણાટક કોંગ્રેસના 30 થી વધુ ધારાસભ્યોનું દિલ્હીમાં ડેરું,કેબિનેટમાં મોટા ફેરફારની માંગ ઉઠી
નોઈડાના ફેઝ-2 અને સેક્ટર-60માં મજૂરોનો ઉગ્ર વિરોધ
RCBના “ટ્રિપલ મેડિકલ ટાઈમઆઉટ” પર સુનીલ ગાવસ્કરનો ગુસ્સો
આશા ભોસલેનું અધૂરું રહી ગયેલું અંતિમ ગીત:“જાને દો,ખુદથી મળવા છે જાને દો” હવે ક્યારેય પૂરું નહીં થાય
ભારત માટે ચીનની નવી ચાલ? PoK–અફગાન બોર્ડર નજીક નવી “કાઉન્ટી” વસાવવાના દાવાથી ચિંતા વધી
‘રાજનીતિ કી કિતાબ’ :દેશના રાજકારણની વાસ્તવિકતાનું નિરૂપણ
વેજલપુરમાં ચૂંટણી પૂર્વે પોલીસનો લોકદરબાર: DYSPનું માર્ગદર્શન, શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ
‘ચામાં ઊંઘની દવા ભેળવી મત ચોરી કરશે’ બંગાળમાં CM મમતા બેનર્જીનો BJP પર ગંભીર આરોપ
સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે શોર્ટ સર્કિટથી આગ ભભૂકી
ક્યા સોચા, ક્યા પાયા?મનનાં માનસરોવરમાં મારો ડૂબકી
‘ઉર્દૂ જ્યાં બોલાય છે ત્યાં જાઓ, અહીં બંગાળી ચાલશે’ બંગાળમાં CM યોગીનો TMC પર તીખો પ્રહાર
સુરેલી ગ્રામ પંચાયત સામે RTI: ૧૫ મુદ્દાની માહિતી ન મળતા મામલો TDO સુધી પહોંચ્યો
રાઈટ ટુ ડીસકનેક્ટ
જેટિંગ મશીન દ્વારા ડિવાઈડરની સફાઈ, વૃક્ષોનું ટ્રિમિંગ અને દબાણ હટાવવાની કામગીરી તેજ કરાઈ
વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા માંજલપુરને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે વિશેષ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માંજલપુરના મસિયા તળાવથી લઈને તુલસીધામ ચાર રસ્તા સુધીના વ્યસ્ત મુખ્ય માર્ગ પર પાલિકા દ્વારા અત્યાધુનિક જેટિંગ મશીન ઉતારીને ડિવાઈડરોની સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી જમા થયેલી ધૂળ અને ગંદકીને હાઈ-પ્રેશર વોટર જેટિંગ દ્વારા દૂર કરવામાં આવી રહી છે, જેનાથી રોડની સુંદરતામાં વધારો થયો છે.

મળતી માહિતી મુજબ, આ કામગીરી માત્ર એક જ માર્ગ પૂરતી સીમિત રહેશે નહીં. પાલિકા પ્રશાસન દ્વારા વોર્ડ નંબર 16, 17, 18 અને 19 એમ ચારેય વોર્ડમાં એક પછી એક તમામ મુખ્ય અને આંતરિક માર્ગો પર આવેલા ડિવાઈડરોની સ્થિતિ તપાસી તેને સાફ કરવાનું આયોજન કરાયું છે. તંત્ર દ્વારા લેવાયેલા આ આક્રમક વલણને પગલે વિસ્તારના રહીશોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે.

સફાઈની સાથે સાથે ટ્રાફિક અને સલામતીને ધ્યાનમાં રાખીને રોડ-રસ્તા પર નડતરરૂપ બનતી ઝાડની ડાળીઓનું કટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકોને ડિવાઈડર કે સામેથી આવતા વાહનો જોવામાં તકલીફ ન પડે તે હેતુથી આ કામગીરી વેગીલી બનાવાઈ છે. વધુમાં, માર્ગો પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો અને લારી-ગલ્લાઓને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે દબાણ શાખા દ્વારા કડક હાથે કામગીરી કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે.

આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને તમામ વોર્ડના મુખ્ય જંક્શનો પર રાત્રિ દરમિયાન અથવા ટ્રાફિક ઓછો હોય તેવા સમયે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. પાલિકાની આ સઘન કામગીરીથી માંજલપુર વિસ્તારના મુખ્ય માર્ગો હવે વધુ પહોળા અને આકર્ષક દેખાશે.