અવારનવાર રેડ પાડવા છતાં પણ દર થોડે દિવસે ઓપરેશન હાથ ધરતા નકલી પનીરનો જથ્થો મળી આવે છે. જાહેર જનતાના સ્વાસ્થય સાથે ચેડા...
આજે 5 માર્ચે સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 24 કેરેટ સોનાના...
ઇરાન- ઇરાક વચ્ચે થયેલા યુદ્ઘનો આજે છઠ્ઠો દિવસ છે. અને હજીપણ આ યુદ્ઘ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું. પરિસ્થિતિ દિવસે ને...
બિહારના રાજકારણમાં ગુરુવારનો દિવસ ઐતિહાસિક બની ગયો જ્યારે ત્રણ અલગ અલગ પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષોએ રાજ્યસભા ચૂંટણી માટે એકસાથે ઉમેદવારી પત્રો ભર્યા. રાજ્યના...
તિક્ષણ હત્યારના ઘા ઝીંકી કરી નાખી હત્યા,રમઝાન માટે માલેગાવથી આવેલા 20 વર્ષીય સુલ્તાન શેખનું મોત, આરોપી અલ્લારખા ઉર્ફે આમિર શેખ ઝડપાયો સુરતના...
મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ સતત ગંભીર બનતો જઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આ યુદ્ધે વિનાશક વળાંક લીધો...
ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગો માટેના ગેસ પુરવઠામાં ૫૦ ટકા કાપ જાહેર કરાયો ઘરેલું તથા વાહનોના વપરાશનો પૂરવઠો જાળવી રાખવા ગુજરાતની સૌથી...
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા–ઈરાન સંઘર્ષ વચ્ચે દુબઈમાં ફસાયેલા મુસાફરોની મદદ માટે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર આગળ આવ્યા...
ખોટી ઓળખથી પોર્ટુગલની નાગરિકતા મેળવી ભારતમાં પ્રવેશ કરનાર સરથાણાના વ્યક્તિ સામે ગુનો નોંધાયો સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન ચેકિંગ દરમિયાન બોગસ પાસપોર્ટનો...
ગુજરાતમાં કુદરતી હલચલનો સિલસિલો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના બે છેડા, પશ્ચિમમાં Bhachau અને પૂર્વમાં Dahod –...
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન સામે ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. યુદ્ધના છઠ્ઠા...
ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકાને શરતી ઓફર કરી છે. ઈરાને જણાવ્યું છે કે તે ચોક્કસ શરતોને આધીન પોતાના પરમાણુ કાર્યક્રમ છોડી...
ભીમપુરા નર્મદા કેનાલમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો : પત્તો નહિ લાગતા બીજા દિવસે પણ બે વ્યક્તિઓની શોધખોળ જારી ( પ્રતિનિધિ )વડોદરા,તા.5...
લેખિત પરીક્ષાનું મટીરીયલ લેવા ગયેલા પોલીસ મિત્રે દરવાજો તોડી જોતા મહિલા કર્મી લટકતા હતા વડોદરા તારીખ 5કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 28...
કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમોએ સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો; વેસ્ટ મટીરિયલમાં આગ લાગતા મોટી જાનહાનિ ટળી વડોદરા જિલ્લાના પોર...
મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં આજે 5 માર્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ રમાવાની છે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલા માટે ક્રિકેટ ચાહકોમાં...
ટી20 વર્લ્ડ કપ 2026 ના પ્રથમ સેમિફાઇનલના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને શાનદાર રીતે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
સુરત શહેરમાં સામાન્ય રીતે આનંદ અને શાંતિ સાથે ઉજવાતી ધુળેટી આ વર્ષે કતારગામ વિસ્તારમાં હિંસક બનાવને કારણે કલંકિત બની છે. બાપાસીતારામ ચોક...
સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોક આજે (5 માર્ચ) મુંબઈમાં લગ્ન બંધનમાં બંધાઈ રહ્યા છે. આ શાહી લગ્ન સમારોહ માટે...
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુરુવારે વિધાનસભા પહોંચ્યા અને રાજ્યસભા ઉમેદવારી માટે ઉમેદવારી નોંધાવી. ભાજપ અધ્યક્ષ નીતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને...
રાજ્યસભા જવા પહેલાં જનતાને કહ્યું આભાર:બે દાયકાથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહ્યા બાદ હવે રાજ્યસભા તરફ નજર; વિરોધ પક્ષે કહ્યું – બિહારમાં...
મામલતદાર કોર્ટનો ચુકાદો : આંબાના ઝાડ બદલ રૂ.500નો દંડ, પદ પરથી દૂર કરવાની ચર્ચાશિનોર: શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામમાં બિનપરવાનગી રીતે આશરે...
વર્ક ઓર્ડરના છ મહિના બાદ તંત્ર સફાળું જાગ્યું; ₹89 કરોડના પૂર નિયંત્રણ પ્રોજેક્ટને આખરે મળી ગતિ, ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવાનો પડકાર...
અમેરિકાએ પહેલીવાર ટાંકી સૌથી એડવાન્સ મિસાઇલ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. અમેરિકન અને ઈઝરાયેલી સેનાઓએ ગુરુવારે...
અક્ષર જીનીંગ નજીક અથડામણમાં બંને બાઇકોના ફુરચા ઉડી ગયાનસવાડી: નસવાડી તાલુકાના ચામેઠા થી કલેડીયા રોડ પર અક્ષર જીનીંગ પાસે બે મોટરસાયકલ વચ્ચે...
ધૂળેટીના રંગીન માહોલ વચ્ચે Surat શહેરમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખુશીના પર્વે તાપી નદીના ઊંડા પાણીમાં નહાવા ગયેલા ત્રણ યુવકો ડૂબી...
ઇરાનનું યુદ્ધજહાજ ડૂબ્યું, ભારતીય મહાસાગર સુરક્ષા પર ચિંતા શ્રીલંકાના સાંસદ નામલ રાજપક્ષેનો સવાલ – યુદ્ધની અસર હવે ભારત સહિત સમગ્ર વિસ્તારમાં દેખાઈ...
મધ્યપ્રાચ્યમાં US-Israel-Iran યુદ્ધ છઠ્ઠા દિવસે પ્રવેશ્યું છે, જ્યાં સશસ્ત્ર ટકરાવો સતત ચાલે છે. Operation Epic Furyના પ્રથમ દિવસે જ, US અને ઇઝરાયેલે...
સુરક્ષાના ભાગરૂપે કોર્ટ ખાલી કરાવાઈ, ડોગ અને બોમ્બ સ્કોર દ્વારા ચેકિંગ વડોદરા તા.5 વડોદરા શહેરમા બોમ્બની ધમકી મળ્યાનું ભૂત ફરી ધૂણ્યું છે....
મોડી સાંજે તરવૈયાઓની મદદથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યાડભોઇ: ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામના ત્રણ મુસ્લિમ યુવાનો નર્મદા નદીમાં નાહવા ઉતરતા તણાઈ જવાની દુર્ઘટના...
PM મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગે મુશ્કેલીમાં, ચૂંટણી પંચે કર્યું આ કામ
સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત છ દિવસ લંબાવાઈ
વડોદરામાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ, 100 થી વધુ બેનર-હોર્ડિંગ્સ દૂર કરાયા
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ભારતીય વાયુસેનાનું પરાક્રમ: સુખોઈ-મિરાજની ગર્જના, રાત્રે પણ ચાલશે યુદ્ધાભ્યાસ
ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું- ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલો
ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આવતીકાલે: 152 બેઠકો પર મતદાન, સુરક્ષા માટે કડક વ્યવસ્થા
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
અવારનવાર રેડ પાડવા છતાં પણ દર થોડે દિવસે ઓપરેશન હાથ ધરતા નકલી પનીરનો જથ્થો મળી આવે છે. જાહેર જનતાના સ્વાસ્થય સાથે ચેડા કરતા આ લોકોએ શરમ નેવે મૂકી દીધી હોય એવું લાગે છે. આ કોઈ પહેલી ઘટના નથી કે આટલા મોટા પ્રમાણમાં ભેળસેળિયું પનીર મળી આવ્યું હોય. આ પહેલા પર અનેકવાર દરોડા પડાયા ત્યારે આવો માલ મળી આવવાની વાત કંઈ નવી નથી. ત્યારે હાલ ફરી એકવાર આ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના S.O.G. અને મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાંડેસરા વિસ્તારમાં ચાલતા એક શંકાસ્પદ પનીર બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીંથી 1401 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીલ કરી દીધો છે, તેમ જ મશીનરી સહિત કુલ 28,44,170 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તહેવારોના સમયમાં આટલી મોટી માત્રામાં બિનઆરોગ્યપ્રદ પનીર પકડાતા ચકચાર મચી ગઈ છે. સુરત S.O.G.ને બાતમી મળી હતી કે પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં ગાળા નંબર-278માં ગેરકાયદેસર રીતે અને આરોગ્ય સાથે ચેડાં થાય તે રીતે પનીર બનાવવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે SOGની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસર જે.એસ. દેસાઈ અને ટી.એસ. પટેલને સાથે રાખી દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કારખાનામાંથી મોટા પાયે બિન-બ્રાન્ડેડ લૂઝ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને 1401 કિલો શંકાસ્પદ પનીર મળ્યું, જેની અંદાજિત કિંમત આશરે 3,08,220 રૂપિયા થાય છે. ઉપરાંત પનીર બનાવવા માટે વપરાતી પેશ્ચરાઇઝ મશીન, હોમોનાઇઝર અને સ્ટોરેજ પ્લાન્ટ જેવી મશીનરી પણ મળી આવી હતી, જેની કિંમત આશરે 25,00,000 રૂપિયા આંકવામાં આવી છે. સ્થળ પરથી પામોલીન તેલના 28 ખાલી અને 16 ભરેલા ડબ્બા તેમ જ એસિડિક એસિડના કેન પણ મળી આવ્યા હતા.

રેડ દરમિયાન કારખાનાના આરોપી સંચાલક સ્થળ પર હાજર મળ્યા હતા. તે મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે અને હાલ સુરતના અલથાણમાં રહે છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો અને દરરોજ આશરે 400 કિલો પનીર બનાવીને શહેરની અલગ-અલગ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતા હતા. આગળ વધુ પૂછપરછ કરાતા ખુલાસો થયો છે કે આરોપી પનીર બનાવી તેના પર “NON BRAND LOOS ANALOGUE PANEER” ના સ્ટીકર લગાવી વેચાણ કરતો હતો. સ્થળ પરથી આવા લગભગ 3000 સ્ટીકરો મળી આવ્યા છે. આ પનીર તે માત્ર 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચતો હતો, જે સામાન્ય શુદ્ધ પનીરના ભાવ કરતા ઓછું હોવાથી અનેક લોકો છેતરાતા હતા. પોલીસે સ્થળ પરથી લગભગ 1000 જેટલી પ્લાસ્ટિક થેલીઓ પણ જપ્ત કરી છે. ફૂડ સેફ્ટી વિભાગે શંકાસ્પદ પનીરના સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. હાલ સમગ્ર જથ્થો સીલ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જો લેબોરેટરી રિપોર્ટમાં પનીર આરોગ્ય માટે હાનિકારક સાબિત થશે તો સંચાલક વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.