Gujarat

ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ

અમદાવાદ: રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગાર પર ફૂલ ટાઇમ કામ કરતાં કર્મચારીઓ માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત હેઠળ કામ કરતાં કોમ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઇવરોને લઘુતમ વેતન આપવાનો હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો છે.

વર્ષોથી ફૂલ ટાઇમ ફરજ બજાવતા હોવા છતાં તેમને પાર્ટ ટાઇમ ગણાવીને માત્ર 2500 રૂપિયાનું ફ્કિસ વેતન આપવામાં આવતું હોવાથી કર્મચારીઓએ હાઇકોર્ટમાં કરેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટએ નોંધ્યું છે હતુ કે અરજદારો “કેટેગરી-3”માં આવે છે, જેમાં 29 દિવસ કામ લેવાય છે અને 1 દિવસનો કૃત્રિમ બ્રેક આપવામાં આવે છે. હાઈકોર્ટએ આ પ્રથાને ગેરકાયદે ગણાવીને આવા કર્મચારીઓને લઘુતમ વેતનથી વંચિત રાખી શકાય નહીં.

હાઈકોર્ટએ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 12 ડિસેમ્બર 2022ના રોજ આપવામાં આવેલા આદેશને રદ કર્યો છે. સાથે જ રાજ્ય સરકારને 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ કર્મચારીઓને લઘુતમ પગારધોરણનો લાભ આપવા નિર્દેશ આપ્યો છે. બાકી રહેલા પગારનો તફાવત 31 મે 2026 સુધી ગણતરી કરીને 30 જૂન 2026 સુધી ચૂકવવો પડશે. ઉપરાંત, આ બાકી રકમ પર 6 ટકા વ્યાજ પણ ચૂકવવાનું રહેશે.

Most Popular

To Top