Gujarat

ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું- ભૂપેન્દ્ર પટેલ

  • વિકસિત ભારત @ 2047માં વિકસિત ગુજરાત 2047થી ગુજરાત અગ્રેસર રહેશે
  • સેમિકન્ડક્ટર-ગ્રીન ગ્રોથ સહિતના ઈમર્જીંગ સેક્ટર્સમાં ગુજરાતને હબ બનાવવાની નેમ છે
  • વિકસિત ગુજરાત @ 2047 રોડમેપથી 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને 3.5 ટ્રીલિયન યુ.એસ. ડોલર ઈકોનોમી સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે

અમદાવાદ

દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે FICCIના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે. ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે, તેમાં પણ ફિક્કીનો ઉલ્લેખનીય સહયોગ મળ્યો છે. દ્રષ્ટીવંત નેતૃત્વ અને ડેવલપમેન્ટ માટેના કમિટમેન્ટથી કેટલી સ્પીડ અને સ્કેલ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થઈ શકે તે ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે. ગુજરાત દેશના જીડીપીમાં ૮.૩ ટકા, નેશનલ ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં ૧૮ ટકા અને દેશની કુલ નિકાસમાં ૨૭ ટકાના યોગદાન સાથે અગ્રેસર છે, તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સ્થાપનાનાં ૧૦૦ વર્ષની ઉજવણી પ્રસંગે કહ્યું હતુ.

ગિફ્ટ સિટીમાં કાર્યરત AI સેન્ટર ઑફ એક્સેલન્સ, ડેટા સેન્ટર અને ફિનટેક રાજ્યને વિવિધ ઈમર્જિંગ સેક્ટર્સમાં વધુ મજબૂત બનાવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. પોલિસી, જી.સી.સી. પોલિસી જેવી પ્રોત્સાહક પોલિસીઝથી પોલિસી ડ્રિવન સ્ટેટ અને વિશ્વના ઉધોગો માટે ‘મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન’ બન્યું છે. આજે વિશ્વની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાંથી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે.

તેમણે ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર પ્રતિષ્ઠા અપાવનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતામાં પ્રારંભથી જ FICCIના નેશનલ પાર્ટનર તરીકે સહયોગી રહી છે તેની પણ સરાહના કરી હતી.

FICCIના અધ્યક્ષ અનંત ગોએન્કાએ શતાબ્દીના લોન્ચપેડ તરીકે અમદાવાદની વ્યૂહાત્મક પસંદગી વિશે વાત કરતાં રાજ્યના ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરતાં કહ્યું હતુ કે રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ અને ખાનગી સાહસો વચ્ચેનો સમન્વય દેશના અન્ય રાજ્યો માટે પણ બ્લૂપ્રિન્ટ (નકશા) તરીકે કામ કરે છે. ગુજરાતે સાબિત કર્યું છે કે કેવી રીતે રાજ્ય સરકારની નીતિઓ આર્થિક લેન્ડસ્કેપને બદલી શકે છે. જેમ સમગ્ર દેશ વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, તેમ FICCI પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ, સેવાઓ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Most Popular

To Top