Entertainment

આશા ભોસલેનું અધૂરું રહી ગયેલું અંતિમ ગીત:“જાને દો,ખુદથી મળવા છે જાને દો” હવે ક્યારેય પૂરું નહીં થાય

ભારતીય સંગીત જગતની દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધન બાદ તેમના અંતિમ ગીતને લઈને એક ભાવુક માહિતી સામે આવી છે. સંગીતકાર શમીર ટંડન સાથે તેઓ જે છેલ્લું ગીત રેકોર્ડ કરી રહ્યા હતા “જાને દો… ખુદથી મળવા છે જાને દો” તે હવે ક્યારેય પૂર્ણ થઈ શકશે નહીં, કારણ કે ગીતની માત્ર ચાર લાઈનો બાકી હતી અને એ પહેલાં જ તેમનું નિધન થઈ ગયું.આ ગીત એક પ્રાઈવેટ એલ્બમ માટે તૈયાર થઈ રહ્યું હતું, જેમાં ગીતના શબ્દો જાણીતા કવિ પ્રસૂન જોશીએ લખ્યા હતા.

શમીર ટંડનએ જણાવ્યું કે આશા ભોસલે છેલ્લા કેટલાક દિવસોથી આ ગીત પર કામ કરી રહ્યા હતા અને થોડા સમય પહેલાં જ તેમણે તેની રિહર્સલ પણ કરી હતી. તેઓ ટૂંક સમયમાં સ્ટુડિયોમાં આવી ગીતની બાકી લાઈનો રેકોર્ડ કરવા તૈયાર હતા, પરંતુ એ પહેલાં જ દુઃખદ સમાચાર આવ્યા. આશા ભોંસલે એ આશરે 20 અલગ અલગ ભષામાં 12 હાજર થી વધુ ગીત ને સ્વર આપ્યા છે,શમીર ટંડન મુજબ આશા ભોસલે ખૂબ જ સક્રિય અને ઉત્સાહી સ્વભાવ ધરાવતા હતા. 92 વર્ષની ઉંમરે પણ તેમની અંદર કામ કરવાની જબરદસ્ત ઊર્જા હતી. તેઓ હંમેશા સ્મિત સાથે જીવન જીવવાની વાત કરતા અને હસતાં-મુખે વિદાય લેવાની ઈચ્છા વ્યક્ત કરતા હતા.

શમીર ટંડનએ વધુમાં જણાવ્યું કે આશા ભોસલે સાથે તેમનો સંબંધ વર્ષ 2003થી રહ્યો હતો, જ્યારે તેમણે ફિલ્મ Page 3 માટે “હુઝૂર એ આલા” ગીત ગાયું હતું. તેમણે યાદ કર્યું કે તે સમયથી જ આશા ભોસલે નવી ટેકનોલોજી સાથે કામ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા અને યુવા સંગીતકારો સાથે કામ કરવાની તેમને ખાસ પસંદ હતી. શમીર ટંડનએ એક રસપ્રદ ઘટના પણ શેર કરી હતી કે એક વખત આશા ભોસલે અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં હતા ત્યારે પણ તેમણે ત્યાંથી ગીત રેકોર્ડ કર્યું હતું. તે સમય માટે આ ખૂબ અનોખી બાબત માનવામાં આવતી હતી. આથી તેમના દૂરંદેશી સ્વભાવ અને સંગીત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.

તેમણે વધુમાં કહ્યું કે આશા ભોસલે પોતાના જીવનના અંતિમ તબક્કામાં પણ યુવા પેઢી માટે ગીત ગાવાની ઈચ્છા રાખતા હતા. તેઓ ખાસ કરીને અભિનેત્રી આલિયા ભટ્ટ જેવી યુવા કલાકાર માટે અંતિમ ગીત ગાવાની વાત કરતા હતા, જે તેમના યુવા વિચારસરણી અને સકારાત્મક ઉર્જાનો પરિચય આપે છે. આ રીતે આશા ભોસલેનું અંતિમ ગીત અધૂરું રહી જવું સંગીત જગત માટે એક મોટી ક્ષતિ સમાન છે. તેમના અવાજે દાયકાઓ સુધી શ્રોતાઓના દિલ જીતી લીધા હતા અને હવે આ અધૂરું ગીત તેમની યાદોને વધુ ભાવુક બનાવે છે.

Most Popular

To Top