અમદાવાદ : અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટ કાર્ય અંતર્ગત પ્લેટફોર્મ નં. 01 પર એન્જિનિયરિંગ કામ માટે 27 અને 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન બ્લોક લેવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલીક પેસેન્જર ટ્રેનો આંશિક તેમજ સંપૂર્ણ રીતે રદ્દ રહેશે.
આંશિક રદ્દ ટ્રેનોમાં 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ–સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે. 28 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14822 સાબરમતી–જોધપુર એક્સપ્રેસ સાબરમતી–આબુ રોડ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
સંપૂર્ણ રદ્દ ટ્રેનોમાં 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 79435/79436 સાબરમતી–પાટણ ડેમુ સંપૂર્ણ રીતે રદ્દ રહેશે 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 69249/69250 સાબરમતી–કાટોસણ રોડ મેમુ સંપૂર્ણ રીતે રદ્દ રહેશે.
રેલ્વે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ યાત્રા પહેલાં ટ્રેનની સ્થિતિ ચકાસી લે અને વિકલ્પિક વ્યવસ્થા અંગે આયોજન કરી લે. રીડેવલપમેન્ટ કાર્ય પૂર્ણ થયા બાદ મુસાફરોને વધુ સુવિધાસભર સુવિધાઓ ઉપલબ્ધ થશે.