Top News

More Posts

   The Latest

Most Popular

અતિવૃષ્ટિ, ધરતીકંપ, દુકાળ, દાવાનળ કે જવાળામુખી ફાટી નીકળવો, માટી ધસી પડવી, કોરોના જેવી મહામારી ફાટી નીકળવી વગેરે સમયે અમુક વર્ગના લોકો, કેટલાક ન્યૂઝ ચેનલ જેવા મિડિયા પંચાયતથી માંડી કેન્દ્ર સરકાર સુધીના અધિકારી પદાધિકારીને ભાંડવાનું, દોષ દેવાનું કામ જ શરૂ કરી દે છે. જયારે કેટલીક સેવાભાવિ વ્યકિતઓ અને સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થાવ મટે યથાશકિત પ્રયત્નો શરૂ કરી દે છે. પ્રકૃતિ કે કુદરતી પ્રકોપનો ભોગ બનનાર લોકોને શાની જરૂરિયાત હોય છે? તંત્રને દોષ દેવાની કે મદદની? વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે કુદરતી આપત્તી સમયે અમુક લોકો અને સંસ્થાઓ ભોગ બનનારાઓની સેવામાં જોતરાઇ જ જાય છે. જયારે કેટલાક લોકો અને કેટલાક મિડિયા કર્મીઓ, ચેનલો, વિવેચકો પોલીટીશ્યનો ફકતને ફકત તંત્રને દોષ દેવાનું જ શરૂ કરી દે છે.

કુદરતી આપત્તી કોઇ તંત્રને જોઇને પૂછીને આવે છે કે આપણે તેને સતત દોષ દેતા જ રહીએ? હાલ અતિવૃષ્ટિને કારણે સતત સત્તરેક દિવસથી ભારે વરસાદ પડયો. છેલ્લા પાંચેક દિવસ એટલો ભારે વરસાદ વરસ્યો કે લોકો મુંઝવણમાં અને મુશ્કેલીમાં મુકાઇ ગયા. આવા સમયે તંત્રની એનડીઆરએફ અને એસડીઆરએફ તથા હેલીકોપ્ટર સેવાના જવાનોએ પોતાના જીવના જોખમે પણ અસંખ્ય લોકોના જીવ બચાવ્યા. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની પ્રજા સતત પાંચ સાત દિવસ અતિ ભારે વરસાદનો ભોગ બની. આ સમયે તંત્રએ અને સેવાભાવિ લોકો તથા સંસ્થાઓએ ઘણી સારી કહેવાય એવી મદદ કરી. છતા કેટલાક તંત્ર ઉપર દોષાભોપણ કરવાનું કામ જ કર્યું છે. આવા લોકો આવી પોલીટીકલ પાર્ટીઓથી લોકોએ સતત સાવધાન રહેવાની જરૂરિયાત છે.
વલસાડ           – આર. કે. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top