Charchapatra

આવ રે વરસાદ- મુશળધાર વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક

જળ એ જ જીવન છે પાણી અને વાણી એક વખત છુપ્યા પછી પાછા આવતા નથી. વરસાદમાં એક વખત ભીજવવું જોઈએ. કારણકે આપણા શરીરમાં ગરમીથી થતી અળાઈ કે નાની ફુલ્લી માટે વરસાદી પાણી આશીર્વાદ સમાન છે. કોઈ દવાની અસર ન થાય તેવી અસર વરસાદના પાણીથી થાય છે. પહેલા ગ્રેટર સુરતમાં બહુ વરસાદ પડતો હતો. વરસાદના મોટા મોટા ટીપા શરીર પર પડતા ને રીતસર વાગતા હોય એમ લાગતા હતા. હવે બધું જ બદલાઈ ગયું છે. ત્યારે વરસાદનું જોમ અને જુસ્સો પણ બદલાઈ ગયો છે. ચોમાસામાં ખાસ કરીને કંટોલા તથા કારેલા તથા મોરસ ખાવાથી મજા પડે છે. મોરસ એક જાતનું મેથીની ભાજી કરતા જીણો ગુચ્ચામાં હોય છે.

ને ખાસ કરીને કાંઠા વિસ્તારમાં ચોમાસામાં પાકે છે. મને ધ્યાન છે કે હુ નાનો હતો ત્યારે ડુમસ દરિયા કાંઠા વિસ્તારમાંથ બાઈઓ ટોપલામાં મોરસ વેચવા આવતા હતા. ત્યારે તેની કિંમત ફકત 1 આનામાં શેર હતી. મોરસના રોટલા- શાક તથા મુઠીયા બને છે. વરસાદ એક જ છે. પણ તેનાં ફાયદા અને ગેરફાયદા બે છે. વરસાદ ખેતરમા- તળાવમાં-ડેમમાં પડે તો ફાયદો છે. પણ તેજ વરસાદ સોસાયટી કે શેરીમાં પડે તો નુકસાનકારક છે. કારણકે પાણીનો નીકાલ હોતો નથી અને વરસાદના પાણી નીચાણ વાળા વિસ્તારમાં ભરાઈને વળી ઘરમાં વરસાદી પાણી આવી જાય અને ઘર-વખરી વેર વિખેર થઈ જાય છે. મોટા પ્રમાણમાં જીવન જરૂરિયાત વસ્તુ અને અનાજને નુકસાન કરે છે.
સુરત     – મહેશ આઈ. ડોક્ટર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top