Charchapatra

રાષ્ટ્રીય પ્રતિકનું સ્વરૂપ બદલી શકાય ખરું?

બૌદ્ધકાલીનધામ સારનાથમાં આવેલ અશોકસ્તંભ પર ચાર જુદીજુદી દિશાઓમાં જોતા સિંહોની નયનરમ્ય આકૃતિ કંડારાઈ છે, જેને ભારતે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યું છે. મૂળ પ્રતિકમાં સિંહો શાંતચિત્તે ગૌરવપૂર્ણ રીતે બેઠેલા દેખાય છે. પણ હાલમાં નિર્માણધીન નવા સંસદભવન પર મૂકાયેલા રાષ્ટ્રીય પ્રતિકમાં ઘૂરકિયા કરતા ક્રોધિત આક્રમક સિંહોનું શિલ્પ દેખાય છે, જેના જડબાં ઊઘાડા છે, વળી તેની પર કંડારાયેલું સૂત ‘‘સત્યમેવ જયતે’’ નું રૂપાંતરણ થઈ ‘‘સંઘમેવ જ્યતે’’ દેખાય છે, સંસદ ભવનમાં જનપ્રતિનિધિ રૂપ સાંસદો તમામ રાજકીય પક્ષોના તથા અપક્ષો અધિકારો સાથે બિરાજે છે અને તેમના સંચાલન માટે ચૂંટાયેલા સ્પીકર અધ્યક્ષ તરીકે બિરાજે છે તેથી રાષ્ટ્રીય પ્રતિકનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ અથવા સંસદના સ્પીકર દ્વારા જ થાય તે ન્યાયપૂર્ણ અને યથાયોગ્ય કહેવાય, વળી નવું સંસદભવન પરિપૂર્ણ રીતે બની જાય તે પછી જ છત પરના પ્રતિકની ઉદ્દઘાટન થઈ શકે નહીં. રાષ્ટ્રપિતાએ સત્ય, પ્રેમ અને અહિંસાનો સદા અનુરોધ કરેલો તે મુજબ પ્રતિક દર્શનમાંયે શાંત, સ્વસ્થ મુદ્રા, પ્રેમ અને અહિંસા સ્વરૂપ ભાવ જન્મે તેવું સ્વરૂપ જ સર્વથા ઉચિત ગણાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top