Entertainment

સલમાન ખાને આ રીતે મનાવ્યો યુલિયા વંતૂરનો જન્મ દિવસ

મુંબઈ: સલમાન ખાન (Salman Khan) હંમેશા તેની જુદી જુદી વાતોથી ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેના લગ્ન અને તેની ગર્લફ્રેન્ડ (Girl Friend) માટે તો બોલિવુડમાં (Bollywood) તેઓ હંમેશા ચર્ચામાં રહે છે અને તેમની તમામ ગતિવિધિઓ પર તેમના મોટા ચાહક વર્ગની પણ નજર હોય છે. હાલમાં તેની અને ગર્લ ફ્રેન્ડ યુલિય વંતૂરના (Iulia Vantur) સંબંધોની વાતો દરેક સ્ટાર્સના મોંઢે સાંભળવા મળતી હોય છે. આ બંને ખાસ સેલિબ્રેશન દરમિયાન સાથે જોવા પણ મળે છે. દરમિયાન ગઇ કાલે 24મી જુલાઇએ યુલિયા વંતૂરે તેના જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ અવસરે ફિલ્મ સ્ટાર સલમાન ખાન ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.સલમાન ખાન અને યુલિયા વંતૂરના સંબંધો હંમેશા ચર્ચામાં રહેતા આવ્યા છે. આ બંને ડેટ કરતા હોવાની વાતો છાશવારે બહાર આવે છે. દરમિયાન ગઇકાલે 24 જુલાઇ અને શનિવારે યુલિયા વંતૂરે તેનો 42મો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસે બોલિવુડના મિત્રો અને ચાહકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. દરમિયાન સલમાન ખાને તેના બર્થ ડે સેલિબ્રેશનમાં હાજરી આપીને આ દિવસને વધુ ખાસ બનાવી દીધો હતો. માત્ર સલમાન ખાન જ નહીં પરંતુ યુલિયાની બર્થ ડે પાર્ટીમાં સલમાન ખાનના બનેવી આયુષ શર્મા, સોહેલ ખાન તેમજ અન્ય સેલિબ્રિટીએ પણ હાજરી આપી હતી.

યૂલિયા વંતૂરે જાતે જ સોશિયલ મીડિયા ઉપર તેના જન્મદિનની ઉજવણીની વીડિયો ક્લિપ મૂકી હતી. તેની સાથે જ તેમણે એક લખાણ પણ લખ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે, ‘‘જન્મદિનને આટલો ખાસ બનાવવા માટે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર’’ યુલિયાએ તેની બર્થ ડે ઉપર બ્લેક કલરનો આઉટ ફિટ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. તો બીજી તરફ અભિનેતા સલમાન ખાન પણ મેચિંગ શર્ટમાં નજરે પડ્યાં હતાં. યુલિયા વંતૂર અને સલમાન ખાન બંને સાથે કામ પણ કરી ચૂક્યા છે. થોડા સમય અગાઉ જ યુલિયા વંતૂર તેના મ્યૂઝિક વીડિયો ‘મૈ ચલા’માં નજરે પડી હતી. આ ગીતને પણ સલમાન ખાને જ પ્રોડ્યુસ પણ કર્યું હતું. જો કે આ ગીતમાં તેઓ ગુરુ રંધાવાને તેનો અવાજ આપતા નજરે પડી રહ્યા હતા.

Most Popular

To Top