Entertainment

અલ્લુ અર્જુને રામ ચરણ સાથે ‘નાટુ-નાટુ’ પર જોરદાર ડાન્સ કર્યો, જન્મદિવસની પાર્ટીમાં ધૂમ મચાવી

મુંબઇ: રામ ચરણે (Raam Charan) ગઇકાલે 27 માર્ચે તેમનો 36મો જન્મદિવસ (Birthday) ઉજવ્યો હતો. દરમિયાન અભિનેતાના પરિવાર અને મિત્રો સાથે જોવા મળ્યો હતો. તેમજ આ પાર્ટીમાં ‘પુષ્પા 2’ (Puspa 2) ફેમ અલ્લુ અર્જુન (Allu Arjun) પણ રામ ચરણ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો પણ વાઇરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં અલ્લુ અર્જુન તેના પિતરાઈ ભાઈ રામ ચરણ સાથે જોવા મળી રહ્યા છે.

અલ્લુ અર્જુન અને રામ ચરણ બંને આ દિવસોમાં તેમની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. બીજી તરફ ફિલ્મ RRR રિલીઝ થયાને 2 વર્ષ થઈ ગયા છે. પરંતુ આ ફિલ્મના ગીત ‘નાટુ-નાટુ’નો ફિવર હજુ સુધી લોકો અને સ્ટાર્સના માથા પરથી ઉતર્યો નથી. વાયરલ વીડિયોમાં અલ્લુ અર્જુન અને રામ ચરણને ‘નાટુ-નાટુ’ પર એકસાથે ડાન્સ કરતા જોઈ શકાય છે.

નાટુ-નાટુ પર રામ ચરણ-અલ્લુ અર્જુનનો ડાન્સ
અલ્લુ અર્જુને રામ ચરણના જન્મદિવસ પર રામ ચરણને શુભેચ્છા પાઠવતા કેટલીક તસવીરોનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ‘RRR’ ના નાટુ-નાટુ પર એકસાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતી વખતે ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુએ રામ ચરણની બર્થડે પાર્ટીની કેટલીક ઝલક બતાવી છે. આ તસવીરમાં અલ્લુ અર્જુન, પિતરાઈ ભાઈ રામ ચરણ, નિહારિકા કોનિડેલા અને અલ્લુ શિરીષ સાથે ઓસ્કાર વિજેતા ગીત ‘નાટુ નાતુ’ના હૂક સ્ટેપ કરતા જોવા મળે છે.

અલ્લુ અર્જુને રામ ચરણ માટે કહ્યુ…
રામ ચરણને શુભેચ્છા પાઠવતા અલ્લુ અર્જુને વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘મારા સૌથી ખાસ કઝિન ભાઈને જન્મદિવસની શુભેચ્છા. આપણો પ્રેમ હંમેશા એવો જ રહેશે. અલ્લુનો આ વીડિયો લોકોના દિલને સ્પર્શી ગયો છે. લોકો બંનેના આ બોન્ડને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં અલ્લુ અર્જુનની ભાભી ઉપાસનાએ લખ્યું છે, ‘ક્યૂટેસ્ટ… ભાઈઓની સૌથી ક્યૂટ જોડી.’

રામ ચરણનો વર્કફ્રન્ટ
‘RC17’ સમગ્ર ભારતમાં 2025ના અંતમાં રિલીઝ થવાની છે. રામ ચરણની આ 17મી ફિલ્મ હશે. રામ ચરણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જ્હાન્વી કપૂર અને શિવા રાજકુમાર સાથે તેઓ ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં જોવા મળશે.

Most Popular

To Top