National

કોર્ટમાં કેજરીવાલે કહ્યું- AAPને ખતમ કરવા માંગે છે ED, 100 કરોડનું દારૂ કૌભાંડ છે, તો પૈસા ગયા ક્યાં?

નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે તેમની વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને જનતા આનો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલના 6 દિવસના ED રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. કેન્દ્રીય એજન્સી દિલ્હી સીએમના વધુ રિમાન્ડની માંગ કરી શકે છે. EDએ કોર્ટમાં દલીલ કરી છે કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે EDના માત્ર બે ઉદ્દેશ્ય હતા. પહેલું આમ આદમી પાર્ટીને કચડી નાખવું અને બીજું ગેરમાર્ગે દોરવું. જો 100 કરોડનું કૌભાંડ થયું છે તો પૈસા ક્યાં છે?

અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છીએ. EDના વકીલ એએસજી એસવી રાજુએ કોર્ટમાં કેજરીવાલના બોલવાનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે કેજરીવાલ જે પણ કહી રહ્યા છે તે કલ્પના છે. સીએમ કેજરીવાલે આરોપ લગાવ્યો કે 55 કરોડ રૂપિયા સીધા બીજેપીને આપવામાં આવ્યા. એ પૈસા ક્યાં ગયા? સીએમએ કહ્યું કે મારી સામે જે ચાર નિવેદનો રજૂ કરવામાં આવ્યા છે શું તે સીટીંગ સીએમની ધરપકડ કરવા માટે પૂરતા છે?

‘મારી ધરપકડ કરવા માટે માત્ર એક જ નિવેદન પૂરતું છે?’
તેમણે વધુમાં કહ્યું કે, “EDએ 22 ઓગસ્ટ, 2022ના રોજ ECIR દાખલ કર્યો, મારી ધરપકડ કરવામાં આવી છે, મને કોઈ કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યો નથી. EDએ અત્યાર સુધીમાં 31 હજાર પેજના દસ્તાવેજો એકઠા કર્યા છે. માત્ર 4 નિવેદનોમાં મારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલનું નિવેદન છે કે મનીષ સિસોદિયાની હાજરીમાં કેટલાક દસ્તાવેજો આપવામાં આવ્યા છે. ધારાસભ્યો અને ઘણા લોકો મારા ઘરે આવે છે. મને કેવી રીતે ખબર પડે કે તે શું વાતો કરે છે? શું આ નિવેદન માત્ર મારી ધરપકડ કરવા માટે જ પૂરતું છે.”

ઇડીના દરોડામાં એક પૈસો પણ મળ્યો નથી
અગાઉ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે દાવો કર્યો હતો કે EDના બહુવિધ દરોડામાં એક પણ પૈસો મળ્યો નથી. ગુરુવારે તેમના પતિ કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં કોર્ટમાં ‘મોટો ખુલાસો’ કરશે. ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં સુનીતા કેજરીવાલે કહ્યું કે તેમના પતિ 28 માર્ચે કોર્ટમાં કથિત દારૂ કૌભાંડ અંગે સત્ય જણાવશે અને પુરાવા પણ રજૂ કરશે. તેણીએ કહ્યું કે જ્યારે તે તેના પતિને મળી હતી જે EDની કસ્ટડીમાં છે, ત્યારે તેના પતિએ તેમને કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં આ કેન્દ્રીય એજન્સીએ ‘કહેવાતા દારૂ કૌભાંડ’ માં 250 થી વધુ દરોડા પાડ્યા હતા પરંતુ અત્યાર સુધી ‘ આ દરોડામાં એક પણ પૈસો મળ્યો નથી.

Most Popular

To Top