National

દરભંગામાં લગ્નની આતશબાજીએ 6 લોકો અને 5 ગાયોના ભોગ લીધા, જાણો શું છે મામલો?

નવી દિલ્હી: પટનાની (Patna) પાલ હોટલ બાદ હવે દરભંગામાં (Darbhanga) ભીષણ આગને (Fierce fire) કારણે એક જ પરિવારના છ સભ્યોના મોત થયા છે. ગુરુવારે મધરાતે લગ્ન (Marriage) સમારોહમાં લગ્નના મહેમાનો ફટાકડા ફોડી રહ્યા હતા. ફટાકડામાંથી તણખા નીકળે તે પહેલા તંબુમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગ આખા પંડાલમાં ફેલાઈ ગઈ હતી. ત્યાર બાદ આ ઘટના બની હતી.

પ્રાપ્ત વિગતો મુજબ અતૌર ગામમાં લગ્ન સમારંભમાં ફટાકડાના તણખાને કારણે લાગેલી આગમાં એક જ પરિવારના છ લોકો જીવતા દાઝી ગયા હતા. તેમજ પાંચ ગાયો પણ બળીને દાઝી ગઈ હતી. આ ઘટના રાત્રે 11.30 થી 12 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે લગ્નમાં સળગાવવામાં આવેલ આતશબાજીના તણખાના કારણે પંડાલમાં આગ લાગી હતી.

આગ લાગ્યા બાદ ત્યાં નજીકમાં જ રાખેલા સિલિન્ડર બ્લાસ્ટ થવા લાગ્યા હતા. તેમજ આ બ્લાસ્ટમાંથી નીકળેલી આગે અકસ્માતનો ભોગ બનનાત પીડિત રામચંદ્ર પાસવાનના દરવાજે રાખેલા ડીઝલના ગેલનને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ રામચંદ્ર પાસવાનના પરિવારના છ લોકો મૃત્યુ પામ્યા હતા. કેટલાક લોકોની હાલત ગંભીર છે. આ સાથે જ આ ઘટનાએ 5 ગાયોનો પણ ભોગ લીધો હતો.

આ ઘટના જિલ્લાના અલીનગર બ્લોકના બહેરા પોલીસ સ્ટેશનના અંતોર ગામમાં બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે છગન પાસવાનની પુત્રીના લગ્ન હતા. લગ્નના મહેમાનોના રહેવા અને ભોજનની વ્યવસ્થા પડોશી રામચંદ્ર પાસવાનના રહેણાંક સંકુલમાં કરવામાં આવી હતી.

ત્યારે લગ્નના મહેમાનો ઘટના સ્થળે આવ્યા અને ફટાકડા ફોડવા લાગ્યા. જેના કારણે પંડાલમાં આગ લાગી હતી. તેમજ સિલિન્ડર અને ડીઝલના ગેલનમાં વિસ્ફોટ થતાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને થોડી જ વારમાં રામચંદ્ર પાસવાનના ઘરને પણ લપેટમાં લીધું હતું.

ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. તેમજ લોકોનું ટોળું ભેગું થયું હતું. સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ અહીં પહોંચી ત્યાં સુધીમાં રામચંદ્ર પાસવાનના ઘરમાં હાજર છ લોકો આગની લપેટમાં આવી ગયા હતા. મૃતકોમાં રામચંદ્ર પાસવાનના પુત્ર સુનીલ પાસવાન, તેમની પત્ની અને બહેન કંચન દેવી અને તેમના બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે.

Most Popular

To Top