Vadodara

વડોદરામાં વરસાદ, ગરમીથી લોકોને રાહત


ભારે ઉકળાટ બાદ શુક્રવારે સવારે આખરે વડોદરામાં વરસાદની એન્ટ્રી થઈ હતી. ઓફિસ પહોચવાના સમયે વરસાદ શરૂ થતાં બાઇક પર સવાર લોકો અટવાયા જતા અને વરસાદથી બચવા છત દુકાનો નીચે આશરો લેતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદને કારણે ગરમીથી આંશિક રાહત થઈ હતી.

કાળઝાળ ગરમી વચ્ચેઅચાનક શહેરના વાતાવરણમાં સવારે પલટો જોવા મળ્યો,કાળાં ડીબાંગ વાદળો છવાયા

હાલ ઉનાળામાં કાળઝાળ ગરમીથી લોકો એક તરફ હેરાનપરેશાન થઇ ગયા છે મનુષ્ય તો ઠીક પરંતુ મૂંગા પશુ પક્ષીઓ પણ બેબાકળા જોવા મળી રહ્યાં છે છેલ્લા બે દિવસથી વડોદરા શહેરનું તાપમાન 40ડિગ્રી અને બુધવારે તેનાથી ઉપર જોવા મળ્યું હતું ત્યારે શુક્રવારે સવારે અચાનક શહેર સહિત રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. સવારે 9:00 કલાક પછી શહેર માથે કાળાં ડિબાંગ વાદળો છવાયા હતા. ગરમીમાં શહેરીજનોને સવારે ઠંડકનો અહેસાસ થયો હતો પરંતુ બપોરે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતાઓ થી ઉકળાટ નો અનુભવ થઇ શકે છે. માનવસર્જિત આ ગ્લોબલ વોર્મિંગની અસરો હવે દેશ દુનિયામાં જોવા મળી રહી છે જ્યાં વગર મોસમ કે સિઝન વિના કાળઝાળ ગરમી, વરસાદ, વાવાઝોડું, અસહ્ય હાડ થિજાવતી ઠંડી આ તમામ માનવે સર્જેલી પરિસ્થિતિ કહી શકાય કારણકે કુદરતી સૌંદર્ય ને માનવે નષ્ટ કરી દીધું છે. કુદરતી વૃક્ષો, ખેતરો, જંગલોની જગ્યા હવે માનવીના આર્થિક લાલચ અને જરુરિયાતને કારણે કોંક્રિટના જંગલોએ લીધી છે. જેની માઠી અસરો ખેતી સહિત આવનારા દિવસોમાં પાણી, ઓક્સિજન પર પણ પડશે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. શહેરના વાતાવરણમાં હાલ તો ઠંડક પ્રસરવાથી લોકોને કાળઝાળ ગરમી વચ્ચે આંશિક રાહત થઇ છે પરંતુ ભેજનું પ્રમાણ વધતા ઉકળાટાનો અનુભવ થઇ શકે છે સાથે જ જો માવઠું થાય તો જીરું, દિવેલા સહિતના ખેતીપાકોને કેરી જેવા ફળોને નુકશાન થઇ શકે જેના કારણે કેટલીક વસ્તુઓ મોંઘી થઇ શકે છે.હાલ ઘણાં વિસ્તારોમાં વરસાદ પણ થયો છે.

Most Popular

To Top