World

ચેસની ટુર્નામેન્ટ દરમિયાન નારાજ થયેલા રોબોટે બાળકની આંગળી તોડી નાંખી

મોસ્કો(Moscow): રોબોટ(Robot) એટલે કે મશીન(machine) જે માનવસર્જિત(man-made) હોય છે અને માનવી જ નક્કી કરે છે કે તેને કઇ રીતે ચલાવવો. રોબોટ ઉપર વર્ષોથી રિસર્ચ ચાલી રહ્યું છે અને દર વર્ષે તેનામાં અપગ્રેડેશન કરવામાં આવે છે. જો કે, રોબોટની કોઇ સંવેદના નથી હોતી કારણ કે, તે એક માત્ર મશીન જ હોય છે. જો કે, રશિયા(Russia)માં જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. અહીં ચેસ(Chess)ની એક ટુર્નામેન્ટ(tournament) દરમિયાન રોબોટે સાત વર્ષના બાળક(child)ની આંગળી(finger) તોડી(broke) નાંખી છે.

  • રોબોટ ક્યારેય માનવ બની શકતો નથી!
  • 7 વર્ષના બાળક સાથે ચેસ રમતા રોબોટે આંગળી તોડી નાંખી
  • ફેડરેશને કહ્યું- ક્રિસ્ટોફરે ગેમ સાથે સંબંધિત સિક્યોરિટી પ્રોટોકોલ તોડ્યો હતો

આ નાનકડા બાળકનું નામ ક્રિસ્ટોફર છે. 19મી જુલાઇથી રશિયામાં મોસ્કો ઓપન ચેસ ટુર્નામેન્ટ શરૂ થઇ હતી જેમાં ક્રિસ્ટોફરે પણ ભાગ લીધો હતો. તેમાં રોબોટ સાથે ચેસ રમવાની હતી. આ પહેલા પણ ક્રિસ્ટોફર ત્રણ વખત રોબોટ સાથે ચેસ ટુર્નામેન્ટ રમી ચૂક્યો હતો. જો કે અહીં ક્રિસ્ટોફર અને રોબોટ વચ્ચે જે થયું તેની ચર્ચા હાલમાં સમગ્ર રશિયાના મીડિયામાં ચાલી રહી છે.

બાળકે નિયમનું ઉલ્લંઘન કરતા બની ઘટના
રશિયાના અગ્રિમ અખબાર ન્યૂઝવીકના રિપોર્ટ પ્રમાણે રશિયન ચેસ એસોસિએશનના ઉપાધ્યક્ષ સર્ગેઇ સ્માગિને સરકારી સમાચાર એજન્સી આરઆઇએ નોવોસ્તી સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ક્રિસ્ટોફર નામના સ્પર્ધકની આંગળી તૂટી ગઇ છે. જો કે, હાલમાં તે સ્વસ્થ છે પરંતુ તેની આંગળી તૂટી જતાં ફ્રેક્ચર થઇ ગયું છે અને તેને પ્લાસ્ટર મારવામાં આવ્યું છે. રોબોટ સાથે જ્યારે પણ ટુર્નામેન્ટ રમવાની હોય છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટીએ ચોક્કસ નિયમો બનાવવામાં આવતા હોય છે. જો કે, આ બાળકે નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાથી આ ઘટના બની છે. આ એક દુર્લભ અને ચોંકાવનારો કેસ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બાળક તેના સમય કરતાં પહેલા તેની ચાલ ચાલી ગયો હતો જ્યારે ચાલ ચાલવાનો વારો રોબોટનો હતો. તેના કારણે આ ઘટના બની હતી અને તેમના કાર્યકાળ દરમિયાન આ પ્રકારની ઘટના પહેલીવાર જોવા મળી છે. જો કે, આ ઘટના બાદ પણ આ બાળક ટુર્નામેન્ટ રમ્યો હતો અને સેરેમનીમાં ભાગ પણ લીધો હતો.

Most Popular

To Top