SURAT

લાજપોર જેલના કેદીઓ વાપરે છે વિશ્વના સૌથી નાની સાઈઝના મોબાઈલ, અહીં છુપાવે..

સુરત (Surat): લાજપોર (Lajpore) જિલ્લા જેલમાં (Jail) બેરેક નંબર 3 માં કાચા કામના આરોપીઓની (Accused) હલચલ શંકાસ્પદ લાગતા તેમની ડિટેક્ટરથી (Detector) ઝડતી લેતા સિગ્નલ (Signal) થયું હતું. તપાસમાં તેમના ગુદામાં (Anal) છુપાવેલા મોબાઈલ (Mobile) ફોન મળી આવ્યા હતા. બંને કેદી (Prisoner) અને જેમના ફોન હતા તે મળી 4 કેદીઓ સામે સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

  • કેચોડા કંપનીના માઇક્રો મોબાઇલ લાજપોર જેલના કેદીઓમાં હોટ ફેવરિટ
  • જેલમાં બે કેદીઓના ગુદામાંથી મોબાઇલ ફોન મળી આવ્યા
  • બે બંદીવાન સહિત ચાર સામે ગુનો નોંધાયો

લાજપોર સબજેલમાં યાર્ડ બી-03ના સુપરવિઝન અમલદારને બેરેક નંબર 03 ના આરોપીઓની પ્રવૃત્તિ શંકાશીલ જણાઈ હતી. આ અંગે તેમને સબજેલની ઝડતી સ્કવોડના અધિકારીને રિપોર્ટ આપીને જાણ કરી હતી. જેથી સ્કવોડ દ્વારા બેરેકમાં રહેલા આરોપીઓની નોન લીનિયર જંક્શન ડિટેક્ટર મશીનથી ઝડતી લેવાઈ હતી. આ બેરેકમાં કાચા કામના આરોપી દર્શન રમેશભાઈ પટેલના શરીર ઉપર આ મશીનથી ઝડતી લેતી વખતે મશીને સિગ્નલ આપ્યું હતું. દર્શને તેના ગુદાના ભાગે મોબાઈલ ફોન છુપાવી રાખ્યો હતો. આ મોબાઈલ અંગે પુછપરછ કરતા આ મોબાઈલ તે જ બેરેકમાં રહેલા કાચા કામના આરોપી અલ્તાફ નવસાદ શેખનો હોવાનું જણાવ્યું હતું. આ બેરેકમાં જ બીજા કાચા કામના આરોપી લક્ષ્મીકાંત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વાકર્માના ગુદામાંથી પણ મોબાઈલ મળી આવ્યો હતો. આ મોબાઈલ તે જ બેરેકમાં રહેલા કાચા કામના આરોપી ચાંદખાન સત્તારખાન ઉર્ફે દાઢી પઠાણનો હોવાનું જણાવ્યું હતું. બંને મોબાઈલ કબજે લઈને ચારેયની સામે સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

જેલમાંથી દર વખતે મળતા કેચોડા કંપનીના મોબાઈલ અંદર પહોંચાડે છે કોણ?
કેચોડા કંપનીના મોબાઈલ (Kechaoda Mobile) દુનિયાના સૌથી નાની સાઈઝના મોબાઈલ (Small Mobile) આવે છે. જે માત્ર ત્રણ આંગડીઓમાં આવી જાય એટલી નાની સાઈઝના હોય છે. કેદીઓ પાસેથી મોટાભાગે કેચોડા કંપનીના મોબાઈલ ફોન મળે છે. કારણકે તે છુપાવવા સરળ હોય છે. હવે દર વખતે કેદીઓને આ કંપનીના મોબાઈલ પહોંચડાનાર અંદરનું જ કોઈ ભ્રષ્ટ પોલીસ હોવાનું નકારી શકાય નહીં. એટલે તેની પણ તપાસ થવી જોઈએ.

Most Popular

To Top