Business

પશ્ચિમી દેશોની ધમકી બાદ પણ ભારતે આયાત ચાલુ રાખી, રશિયન આયાતમાં 3.7 ગણો વધારો થયો

નવી દિલ્હીઃ રશિયા (Russia) -યુક્રેન (Ukraine) યુદ્ધ (War) બાદ ભારતમાં (India) રશિયાથી આયાત (Import) અનેક ગણી વધી ગઈ છે. જેમાં કાચા તેલની (crude oil) આયાતમાં ધરખમ વધારો થયો છે. રશિયન તેલની આયાતમાં તીવ્ર ઉછાળાને કારણે ભારતમાં રશિયન આયાતમાં 3.7 ગણો વધારો થયો છે. એપ્રિલ અને મે મહિનામાં આયાતમાં આ ઉછાળો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન રશિયાની આયાત વધીને $5 બિલિયન થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન રશિયામાંથી આયાતનું મૂલ્ય સમગ્ર નાણાકીય વર્ષ 2021-22ના અડધા જેટલું છે. ફેબ્રુઆરી પછી, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી, આયાત સાડા ત્રણ ગણાથી વધીને $8.6 બિલિયન થઈ ગઈ. એક વર્ષ અગાઉ આયાત 2.5 અબજ ડોલર હતી.

ખાતર અને ખાદ્યતેલની આયાતમાં પણ મોટો વધારો થયો છે.
પશ્ચિમી દેશોના દબાણ કર્યા બાદ પણ ભારતે રશિયા પાસેથે તેલની આયાતો ચાલુ રાખી હતી. આ સાથે જ એપ્રિલ અને મે મહિનામાં તેલના આયાતમાં જોરદાર ઉછાળા જોવા મળતા ભારતમાં રશિયન આયાતમાં 3.7 ગણો વધારો થયો છે. આ સાથે જ વાણિજ્ય વિભાગ પાસે ઉપલબ્ધ અલગ-અલગ ડેટા અનુસાર, પેટ્રોલિયમ ઉપરાંત, આયાતમાં અન્ય કેટલીક પ્રોડક્ટ કેટેગરીમાં પણ ઝડપથી વધારો થયો છે. ખાતર અને ખાદ્યતેલની આયાતમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, કોકિંગ કોલ અને સ્ટીમ કોલની આયાતમાં ઉછાળો આવ્યો છે. આ સિવાય કેટલાક એવા ક્ષેત્રો છે જેમ કે કિંમતી પથ્થરો, હીરા મોટા પાયે છે જો કે જેની આયાત ઘટી છે. જો કે આયાત વધવાને કારણે નિકાસ પર તેની અસર જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ બે મહિનામાં વેપાર ખાધને વધારીને $4.8 બિલિયન કરી છે. જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં તે $900 મિલિયન હતું.

ખનિજ ઇંધણની આયાત છ ગણી વધી છે
સત્તાવાર આંકડાઓ પરથી મળતી માહિતી અનુસાર એપ્રિલ અને મે 2022 વચ્ચે ખનિજ ઇંધણની આયાત છ ગણી વધીને $4.2 બિલિયન થવાનો અંદાજ છે. આ સેગમેન્ટમાં ક્રૂડ પેટ્રોલિયમ શિપમેન્ટનું મૂલ્ય આશરે $3.2 બિલિયન હતું. જ્યારે એપ્રિલ અને મે 2021 દરમિયાન કોઈ આયાત થઈ નથી. ફેબ્રુઆરીમાં ઘટાડાને બાદ કરતાં, ત્યારથી રશિયામાંથી ખનિજ તેલની આયાત વધી છે. ફેબ્રુઆરી-મે મહિના દરમિયાન આ આયાતનું મૂલ્ય $5.3 બિલિયન આંકવામાં આવ્યું હતું. આ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં 5 ગણું છે.

આંતરરાષ્ટ્રીય દબાણ છતાં રશિયામાંથી આયાત વધી છે
આંકડા દર્શાવે છે કે માર્ચ મહિનાથી, સરકારે આંતરરાષ્ટ્રીય દબાણ છતાં રશિયા પાસેથી ઘણી આયાત કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પશ્ચિમના પ્રતિબંધોને કારણે ભારતને રશિયન કંપનીઓ સાથે વધુ સારા સોદા કરવામાં મદદ મળી છે. આ દેશના આર્થિક હિતમાં રહ્યું છે.

Most Popular

To Top