Top News

More Posts

   The Latest

Most Popular

અમદાવાદ : પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિના સંગઠન પ્રભારી સહિત પ્રદેશ કોંગ્રેસના ટોચના નેતાઓને (Leaders) દિલ્હી (Delhi) હાઈકમાન્ડે તેડું મોકલતા આજે પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ હાજર થયા હતા. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની બેઠકમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ ચર્ચા-વિચારણા થઈ હતી. કોંગ્રેસના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, સિનિયર ધારાસભ્ય પરેશ ધાનાણી, દીપક બાબરીયા સહિત સંગઠનના કેટલાક અગ્રણીઓ આજે દિલ્હી દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યક્રમો અંગે પણ ચર્ચાઓ થઈ હતી. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં કેટલીક મહત્વની જગ્યાઓ હજુ પણ ખાલી છે. આ જગ્યાઓ ઉપર કોને જવાબદારી સોંપવી તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ સંગઠન પ્રભારી રઘુ શર્માથી પ્રદેશના કેટલાક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ નારાજ હોવાની વાત બહાર આવી છે. જેને લઇ આ મુદ્દે પણ રાહુલ ગાંધીએ રઘુ શર્મા સાથે વિસ્તૃત ચર્ચા કરી હોવાનું પણ મનાઈ રહ્યું છે.


To Top