SURAT

સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમો તૈનાત

સુરત: (Surat) જુન મહિનો સમાપ્ત થયા બાદ હવે ચોમાસું (Monsoon) આગળ વધી રહ્યું છે. શહેરમાં ગયા અઠવાડિયાથી વરસાદ (Rain) મન મુકીને વરસી રહ્યો છે. ત્યારે વીતેલા ચોવીસ કલાકમાં પણ જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. અને આગામી ચાર-પાંચ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદની આગાહી છે. દરમ્યાન કોઈપણ વિપરિત પરિસ્થિતને પહોંચી વળવા માટે એનડીઆરએફ (NDRF) ની ટીમ સુરત આવી પહોંચી છે. સુરત અને નવસારીમાં NDRFની ટીમ તૈનાત કરાઈ છે. ભારે વરસાદમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 25 સભ્યો વાળી ટીમ દ્વારા સોમવારે સુરતના નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરાયો હતો.

  • શહેરમાં 6 કલાકમાં બે ઇંચ અને ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ, પલસાણામાં 4 ઇંચ
  • જિલ્લામાં સર્વત્ર વરસાદ, ઉકાઈ ડેમમાં 1 હજાર ક્યુસેક પાણીની આવક-જાવક
  • સુરત અને નવસારીમાં NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે
  • NDRFની 25 સભ્યો વાળી ટીમ દ્વારા સોમવારે નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરાયો
  • રાજસ્થાન પર લો પ્રેસર સિસ્ટમ પ્રબળ બનતા ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ મુશળધાર વરસાદની આગાહી છે. તેમાયે વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો મારો વધારે જોવા મળશે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં 6 કલાકમાં બે ઈંચ અને ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ચોમાસું આગળ વધતા અને વરસાદની આગાહીને પગલે સુરત અને નવસારીમાં NDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે. સુરત શહેર સિવાયના તાલુકાઓમાં પણ એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. રાજસ્થાન ઉપર લોપ્રેસર સિસ્ટમ પ્રબળ બનતા હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમો પણ તહેનાત કરી દેવાઈ છે. ઉપરવાસમાં લખપુરીમાં, ધુલિયામાં, ગોપાલખેડામાં અને ગીધાડેમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉકાઈ ડેમમાંથી 1 હજાર ક્યુસેક પાણીની આવક અને જાવક ચાલું રહી હતી. ડેમની સપાટી 315.54 ફુટ નોંધાઈ હતી.

  • જિલ્લામાં ચોવીસ કલાકમાં પડેલો વરસાદ
  • તાલુકા વરસાદ (મીમી)
  • ઉમરપાડા 23
  • ઓલપાડ 29
  • કામરેજ 28
  • ચોર્યાસી 32
  • પલસાણા 92
  • બારડોલી 51
  • મહુવા 38
  • માંગરોળ 52
  • માંડવી 39
  • સુરત 63

Most Popular

To Top