SURAT

વરાછાના કારખાનામાંથી હીરા ચોરી કરનાર આરોપી વીસ વર્ષ પછી પકડાયો

સુરત(Surat) : વરાછામાં (Varacha) હીરા (Diamond) તોલવાની કાંટી અને હીરા ચોરીમાં (Theft) સંડોવાયેલા આરોપીને એસઓજીએ (SOG) વીસ વર્ષ પછી પકડી (Arrest) પાડ્યો છે. આરોપી ધીરૂભાઇ કસાભાઇ શિયાળ (ઉ, 41, હાલ રહેવાલી કોજલી ગામ, તાલુકો મહુવા) હાલમાં આશાનગર પૂણા ખાતે રહેતો હોવાની વિગત જાણવા મળી છે. આરોપીએ વર્ષ 2002માં તેના મિત્ર નગજીભાઇ ઉર્ફે ખેગો સાદુલ ઝાલા સાથે મળીને એક મકાનમાં આવેલા બે કારખાનાના દરવાજા તોડી તેમાંથી હીરા તોલવાની કાંટીની ચોરી કરી હતી. ઉપરાંત ભાવનગરમાં 56000ના હીરાની ચોરી કરી હતી. આરોપી વારંવાર ઘર બદલતો હોવાને કારણે પોલીસને તેના સગડ મળતા ન હતા. અલબત વીસ વર્ષ પછી એસઓજી પોલીસને આરોપીને પકડવા સફળતા મળી છે.

બેગમપુરામાં ઓનલાઇન સટ્ટાની આઇડીની લે વેચ કરનાર ઝડપાયો
સુરતઃ મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તેમની ટીમને બેગમપુરા ચીડીયાકુઈ સ્થિત નુરહાની કોમ્પલેક્ષની નીચે રોડ પર એક આધેડ ઉભા રહી પોતાના મોબાઈલ ફોનમાં ઇંગ્લેન્ડ-ભારતની મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે મેચ પર સટ્ટો રમતા અને સ્થાનિક કેબલમાં નોકરી કરતા 50 વર્ષીય આબેદીન હૈદરભાઈ ડોક્ટર ( રહે.એ/407, નુરહાની કોમ્પલેક્સ, ચીડીયાકુઈ, બેગમપુરા, સુરત ) ને ઝડપી લીધો હતો. તેની પાસેથી બે મોબાઈલ અને રોકડ મળી 17300 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. બંને મોબાઈલમાં આઈડીમાંથી આશરે 38 હજાર બેલેન્સ મળ્યું હતું. આબેદીને બંને આઈડી સટોડીયાઓમાં મોટું નામ ગણાતા ગજાનંદ ઉર્ફે ગજ્જુ જશવંત ટેલર (રહે. માછીવાડ, નાનપુરા, સુરત ) પાસેથી ખરીદી હોવાની કબુલાત કરી હતી. આ આઈડી કમિશનથી તેને ગુલામ કમાલ બેકરીવાળા, ગિરીશ, ખોજમ ઉકાણી અને મુજજબીલને વેચી પણ હતી. પોલીસે આ ચારેયને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે. ચાર લોકોને વોન્ટેડ બતાવાયા છે. કુલ પાંચ આરોપી છે. આઇડીની કેશ ક્રેડિટ અઢાર હજાર રૂપિયા હોવાની વિગત જાણવા મળી છે. ગજાનંદ ઉર્ફે ગજુ જશવંતભાએ ટેલર રહેવાસી હનીપાર્ક રોડ જે વોન્ટેડ છે. જે માણસોને આઇડી આપી તે ગુલામ બેકરીવાલા, ગીરીશભાઇ ઉકાણીને આઇડી આપી હતી. આ લોકો વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત અન્ય બે ઇસમો વોન્ટેડ બતાવાયા હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top