Dakshin Gujarat

સારા વરસાદની ખુશીમાં કથા કર્યા બાદ વલસાડના ખેડૂતો દારૂ પીવા બેઠાં અને પોલીસ ત્રાટકી

વલસાડ(Valsad) : વાવણીલાયક સારો વરસાદ (Rain) થયો તેની ખુશીમાં વલસાડ જિલ્લાના કાંજણહરિ ગામમાં કથાનું આયોજન કરાયું હતું. કથા પૂરી થયા બાદ દારૂની મહેફિલ (Liquor Party) રાખવામાં આવી હતી. મોડી રાત્રે કાંજણહરિ ગામમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી ત્યારે જ એલસીબી (LCB) એ દરોડો (Raid) પાડ્યો હતો. વલસાડ તાલુકા સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ ઉપરાંત એક સગીર સહિત 41 જણા દારૂ પીતા રંગેહાથ પકડાયા હતા. એલસીબી દ્વારા લાખો રૂપિયાનો દારૂ કબ્જે લેવામાં આવ્યો છે. વલસાડ ગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે.

  • કાંજણહરિ ગામમાં કથા બાદ દારૂની મહેફિલ રાખવામાં આવી હતી
  • નાનકવાડા ગ્રામપંચાયતના સરપંચ દ્વારા જ દારૂની મહેફિલ રાખવામાં આવી
  • એક સગીર સહિત પોલીસે 41 જણાને પકડ્યા
  • વલસાડ ગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

આ અંગે વધઉ મળતી માહિતી અનુસાર વાવણીલાયક સારો વરસાદ થતો તેની ખુશીમાં તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામપંચાયતના સકરપંચ વિનોદ પટેલે પોતાના બંગલામાં કથાનું આયોજન કર્યું હતું. કથા બાદ બધા દેશી અને ઈંગ્લીશ દારૂની ગોઠવણ કરાઈ હતી. લગ્નમાં જેમ લોકો પંગતમાં બેસીને જમતા હોય તે જ રીતે ગામમાં દારૂની મહેફિલ જામી હતી. લોકો જાહેરમાં બેસીને દારૂ પી રહ્યાં હતાં. ખુલ્લેઆમ દારૂ પીરસાઈ રહ્યો હતો.

આ અંગે બાતમી મળતા એલસીબીએ રેડ પાડી હતી અને 41 જણાને દારૂ પીતા પકડ્યા હતા. પોલીસે દારૂની મહેફિલમાં 15 હજારની કિંમતનો 25 લિટર ઈંગ્લિશ દારૂનો જથ્થો, નવસાર, અખાદ્ય ગોળ, દેશી દારૂ બનાવવાનો વોશ મળી કુલ 64 હજારના દારૂનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે દારૂનો જથ્થો તેમજ વાહનો સહિત 36 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નવસારી જિલ્લામાં પકડાયેલા 1.43 કરોડના દારૂની 1,09,983 બોટલ પર બુલડોઝર ફેરવાયું
બીલીમોરા : નવસારી જિલ્લાના બીલીમોરા, ગણદેવી, ધોલાઈ અને ચીખલી પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા 289 કેસોમાં રૂ.1,43,95,800 કિંમતની 1,09,983 નંગ વિદેશી દારૂની બોટલો કબજે લેવાઈ હતી. જેનો ગણદેવી વેગણિયા નદી પાસેના પોલીસ ગ્રાઉન્ડ કમ્પાઉન્ડમાં ગુરુવારે સવારે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો હતો. ચીખલી પ્રાંત અધિકારી અમિત ચૌધરી, પીઆઇ ચૌધરી, નવસારી જિલ્લા નાયબ પોલીસ વડા એસ કે રાય, સર્કલ દિવ્યેશ પટેલ, બીલીમોરા પીએસઆઇ ડી આર પઢેરીયા, ગણદેવી પીએસઆઇ ગૌરવ પટેલ, મરીન પીએસઆઇ ઘનશ્યામ ભાઈ અને પોલીસ ટીમની ઉપસ્થિતિમાં ઉપરોક્ત વિદેશી દારૂનો નાશ કરાયો હતો.

Most Popular

To Top