Gujarat

PM મોદી ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નો પ્રારંભ કરાવવા રાજભવન પહોંચ્યા

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર પહોંચ્યા હતાં. ત્યાં તેમણે 200થી વધુ સ્ટોલ સ્ટોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે ઇન્ડિયાસ્ટેક, માય સ્કીમ, ચિપ ટુ સ્ટાર્ટ અપ સહિતના 7 વિવિધ પહેલનું  શુભઆરંભ કર્યુ હતું. આ સાથે ટેક્નોલૉજીના વિવિધ પ્લેટફોર્મ થકી મળતી સુવિધાઓના લાભો વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કર્યા હતાં.

બપોર બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ પર પીએ મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ ગાંધીનગર રવાના થયા હતા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તેઓ ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો શુભારંભ કરવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિતિ રહ્યાં હતાં.

ગાંધીનગરમાં (Gandhinagar ) મહાત્મા ગાંધી મંદિર (Mahatma Gandhi Temple) ખાતે ડિઝિટલ ઈન્ડિયા વિકનું (Digital India Week) 4 જૂલાઈથી 7 જૂલાઈ વચ્ચે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવા પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એકવાર ગુજરાત (Gujarat) આવ્યા છે. પીએમ મોદીના હસ્તે ડિઝિટલ ઈન્ડિયા વિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના હસ્તે ટેક્નોલોજીના માધ્યમ દ્વારા જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે એ માટે અનેકવિધ નવીન ડિજિટલ પહેલ દેશવાસીઓ માટે ખુલ્લી મૂકી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયા સ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાન મોદીના હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની થીમ ‘Catalyst the Technology of New India’ છે. આ કાર્યક્રમ દરમિયાન, મોદી ટેક્નોલોજી સુધી પહોંચ વધારવા, જીવનને સરળ બનાવવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી ડિજિટલ પહેલો શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પણ લોન્ચ કરી હતી, જે ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ ઍક્સેસને સક્ષમ કરશે. આમાં વૉઇસ આધારિત એક્સેસનો સમાવેશ થાય છે.

ડિજિટલ ઇન્ડિયા વીક-2022ની ઉજવણી અંતર્ગત મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આવતીકાલ તા.4થી 7 જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરાશે તથા આધાર, યુપીઆઈ, કો-વિન, ડિજિલોકર જેવાં જાહેર ડિજિટલ પ્લેટફોર્મ મારફત નાગરિકોને સરળતાથી સેવા મળી રહે એ અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ટેક્નોલોજીનાં વિવિધ પ્લેટફોર્મ થકી ભારતવાસીઓને મળતી સુવિધાઓના લાભો અંગેનું તકનીકી કૌશલ્યનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરાશે. તેમજ આવનારી પેઢી માટે ડિજિટલ માધ્યમ થકી રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે એ માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ, સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓની જનભાગીદારી થકી ૨૦૦થી વધુ સ્ટોલ સાથેનો ડિજિટલ મેળો યોજાશે, જેમાં રોજિંદી જીવનશૈલીને સરળ બનાવતા વિવિધ ડિજિટલ સોલ્યુશન્સ અંગેનું પ્રદર્શન કરવામાં આવશે.

Most Popular

To Top