વડોદરા : વડોદરાના ન્યૂ વી.આઈ.પી. રોડ પર આવેલા ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર મનીષ પટેલ અને તેની પત્ની રૂપલ પટેલ વિરુદ્ધ વધુ...
બે વર્ષથી પાણીનો વિકટ પ્રશ્ન,ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી : પાલિકાના અધિકારીઓ એક બીજા પર ખો આપી બાય બાય ચારણી કરતા હોવાના આક્ષેપ...
સ્થાનિકોમાં ભારે રોષ: રાત્રિના સમયે અંધારામાં મોટા અકસ્માતની ભીતિ, તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેવો ઘાટ વડોદરા: શહેરના વ્યસ્ત...
કાલોલ : કાલોલ પોલીસ મથકે વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા મારામારીના કેસમાં કાલોલની એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મહિલા સહિત ત્રણ આરોપીઓને શંકાનો...
વન વિભાગની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે રિલીઝહાલોલ: હાલોલ જીઆઇડીસી વિસ્તારમાંથી સિદ્ધાંત જીવ દયા ટીમ દ્વારા એક મોટા ગુણી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં...
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પોલીસએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા તેમની મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો...
( પ્રતિનિધિ )વડોદરા,તા.21 વડોદરા શહેર નજીક આવેલા અનગઢ ગામના નવાપુરા વિસ્તાર પાસેથી પસાર થતી રેલ લાઈન ઉપર બોમ્બ જેવો કોઈ વિસ્ફોટક જેવો...
એકતરફ જનતા પાણી માટે વલખાં મારે છે, બીજી તરફ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લાખો લીટરનો વેડફાટ બેજવાબદાર કોન્ટ્રાક્ટર અને નિરીક્ષકો સામે કડક પગલાં ભરે...
એક્ટિવા પર જતાં બે મિત્રોને નડ્યો અકસ્માત, ધોરણ-10ની પરીક્ષા આપનાર યુવક હોસ્પિટલમાં મહાવીર નામના યુવકનો જીવ ટ્રેલર નીચે કચડાયો, વડોદરાના હાઈવે પર...
સુરત ના ભેસ્તાન વિસ્તારમાં આજે વહેલી સવારે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ પરિસ્થિતિમાં ગો માંસ લઈ જતો હોવાની...
સુરત શહેરમાં આજે રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હતું. શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો સામે કડક વિરોધ નોંધાવતા નાનપુરા સ્થિત...
વડોદરા, તા. 21 : વડોદરા શહેરમાં એક મુસ્લિમ યુવકે લગ્ન થઈ ગયા હોવા છતાં તેની પૂર્વ હિન્દુ પ્રેમિકાને ફરી સંબંધ રાખવા દબાણ...
અમદાવાદ : આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલ તા 21 અને 22 ફેબ્રુઆરીએ બે દિવસના ગુજરાત...
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર...
ગાંધીનગર : ગુજરાતના 128 માછીમારો હાલમાં પાકિસ્તાનની જેલમાં બંધ હોવાનું વિધાનસભામાં સરકારએ પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે. વિધાનસભામાં મત્સ્યોદ્યોગ સરકાર દ્વારા માહિતી...
અવાજ અને ઘોંઘાટ એ હવા દ્વારા વાતાવરણમાં ફેલાય છે અને પ્રસરે છે. વધારે પડતા અવાજથી નાનાં બાળકોની તેમજ વૃધ્ધ મનુષ્યની સાંભળવાની શક્તિ...
ગાંધીનગર : શિયાળાની વિદાય સાથે ઉનાળો નજીક આવી રહ્યો હોય તેવા સમયે ઉત્તર ભારતમાં હવામાને અચાનક યુ-ટર્ન લીધો છે. બંગાળની ખાડીમાં સક્રિય...
ગાંધીનગર, તા. 20 રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ૨,૦૧,૬૦૫ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે કુલ રૂ. ૧,૧૯૧.૯૪ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં...
દેશની સર્વોચ્ચ અદાલત Supreme Court of India એ આંધ્ર પ્રદેશમાં થયેલા એક ચર્ચાસ્પદ હત્યા કેસમાં પોલીસની કામગીરી પર કડક ટિપ્પણી કરી છે....
રખડતાં કૂતરાની ગણતરી શા માટે? અને ગણતરીનો થોડો સમય પસાર થતાં એમાં ફેરફારની શક્યતા નકારી શકાતી નથી. વધુમાં આ કામગીરી શિક્ષકોએ કરવાની...
કહેવાય છે કે જેવું વાવો તેવું લણો, પણ વાણી એક આભુષણ સમાન છે. દરેક વ્યક્તિ જેમ પોતાના પૈસાનો વ્યવહાર સમજી-વિચારીને કરે છે....
બંસલ મોલ સામે વીજ કંપનીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના, અકસ્માત સર્જી ગાડીમાં સવાર MGVCLના ચાર કર્મચારીઓ વાહન ઘટનાસ્થળે જ...
એક સૂફી સાધ્વી ધર્મગ્રંથનું વાચન કરી રહ્યાં હતાં અને શિષ્યો અને અન્ય સંતો મન દઈને તેને સાંભળી રહ્યાં હતાં. સૂફી સાધ્વીના મુખમાંથી...
પડોશી આરોપી ઝડપાતા દેશભરમાં આક્રોશ હરિયાણાના Gurugram શહેરમાં 3 વર્ષની નિર્દોષ બાળકી સાથે થયેલી અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારી ઘટના સામે આવતા...
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ઓફર ફોર સેલ માટે રોથ્સચાઈલ્ડને સ્વતંત્ર સલાહકાર તરીકે પસંદ કર્યા તેને કારણે વિવાદનો...
વાત આમ તો 30 વર્ષ પુરાણી છે, જેના મજબૂત આધારો અને પ્રમાણો હાલમાં જ પ્રાપ્ત થયા છે. 30 વર્ષો પહેલાં ‘ન્યૂયોર્ક ટાઈમ્સ’...
પૂર્વ પેસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક અમેરિકી સૈન્ય દ્વારા એક નૌકા પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી સામે...
ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં સંપૂર્ણ અને કેટલાંકમાં આંશિક દારૂબંધી છે પણ એ સફળ રહી નથી. એનાથી ભ્રષ્ટાચાર વધ્યો જ છે અને બીજી...
પોતાના ટેરિફના નિર્ણયથી આખા વિશ્વમાં ભારે વમળો ઉભા કરનારા ડોનાલ્ડ ટ્રમ્પને આખરે તેના જ દેશની સુપ્રીમ કોર્ટે મોટી લપડાક મારી છે. શુક્રવારે...
અમેરિકાની સર્વોચ્ચ અદાલત Supreme Court of the United States એ પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા લાગુ કરાયેલા વ્યાપક ટેરિફને રદ કરતા મહત્વપૂર્ણ...
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
PBKS vs MI, IPL 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિિ લીટર ₹3 સુધીનો વધારો, આજથી નવા દર અમલમાં
વૈભવ સૂર્યવંશીની ભારત-A માટે પસંદગી: પહેલી વાર દેશ માટે વનડે રમવા માટે તૈયાર
કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી, જસ્ટિસ સ્વર્ણકાંતાએ અવમાનના નોટિસ જારી કરી
ટ્રમ્પે અમેરિકા-ચીન સંબંધોની પ્રશંસા કરી, જિનપિંગે તાઇવાન પર ચેતવણી આપી
યુપીમાં તોફાનને કારણે 104ના મોત: 80 કિમીની ઝડપે પવન ફૂંકાતા એક વ્યક્તિ 50 ફૂટ હવામાં ઉડ્યો
દિલ્હી: સપ્તાહમાં બે દિવસ ઘરેથી કામ, મંત્રીઓ પણ મેટ્રોનો ઉપયોગ કરશે, CM રેખા ગુપ્તાની જાહેરાત
જીટીયુના સ્થાપના દિવસ માત્ર વર્ષોની ઉજવણી નહી, ગુણવત્તાસભર શિક્ષણ, નવીનતા, સંશોધન, ઉદ્યોગસાહસિકતા અને સમાજ વિકાસ પ્રત્યેની આપણી અડગ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે
NEET પેપર લીક મુદ્દે અમદાવાદ સહિત રાજ્યમાં NSUIના કાર્યકરોના વિરોધ પ્રદર્શન
સાબરમતી જેલમાં કેદીઓનો આંતક- જેલ સહાયક પર ઈંટથી હુમલો કર્યો
વડોદરા :
વડોદરાના ન્યૂ વી.આઈ.પી. રોડ પર આવેલા ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબના બિલ્ડર મનીષ પટેલ અને તેની પત્ની રૂપલ પટેલ વિરુદ્ધ વધુ બે ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે. બે વેપારીઓએ કુલ પાંચ દુકાનો માટે રૂ.1.05 કરોડમાં બુકિંગ કરાવી તેમાંમાંથી રૂ.87.54 લાખ ચૂકવી દીધા હોવા છતાં બિલ્ડર દંપતીએ આજદિન સુધી ન તો દુકાનોનો કબજો આપ્યો છે કે ન તો વેચાણના દસ્તાવેજ કરી આપ્યા છે.
પ્રથમ બનાવમાં વડોદરા શહેરના વારસિયા વિસ્તારની નવયુગ સોસાયટીમાં રહેતા ધર્મેશ જેઠાનંદ લોહાણાએ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ વર્ષ 2015માં કેયા બિલ્ટેક એલએલપીના ભાગીદાર બિલ્ડર મનીષ મહેન્દ્ર પટેલે ખોડીયારનગર ચાર રસ્તા પાસે, અર્થ આઈકોનની સામે ન્યૂ વી.આઈ.પી. રોડ પર ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની દુકાનો તથા ઓફિસોની સ્કીમ લોન્ચ કરી હતી. આ સ્કીમમાં ધર્મેશભાઈ અને તેમના ભાઈ કમલેશભાઈએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જી/એફ-87, 88, 89 અને 90 નંબરની કુલ ચાર દુકાનો રૂ.86 લાખમાં ખરીદવાનું નક્કી કર્યું હતું. બુકિંગ સહિત અલગ-અલગ તારીખે ચેક દ્વારા રૂ.70.53 લાખ ચૂકવ્યા હોવા છતાં બિલ્ડરે ન તો દુકાનોનું બાંધકામ પૂરું કર્યું છે કે ન તો કબજો તથા દસ્તાવેજ આપી રહ્યા છે. ચૂકવેલ રકમ પણ પરત આપવામાં આવી નથી.
આ મામલે મનીષ મહેન્દ્ર પટેલ અને તેની પત્ની રૂપલ પટેલ (રહે. સિલ્વર પાર્ક, કરોડીયા રોડ તથા સાયન પનાસા, નટુભાઈ સર્કલ, રસકોર્સ, વડોદરા) દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં વારસિયા ધોબી તળાવ પાસે આવેલી સિંધિ ગવર્મેન્ટ સોસાયટીમાં રહેતા વેપારી વિક્કી નારાયણદાસ મંગલાણી (ઉ.વ. 47)એ ફરિયાદ નોંધાવી છે. તેમણે પણ વર્ષ 2015માં ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબની સ્કીમમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એફ-10 નંબરની દુકાન રૂ.29.14 લાખમાં બુક કરાવી હતી અને રૂ.17.01 લાખ ચૂકવી દીધા હતા. બિલ્ડરે બાંધકામ પૂરું થયા બાદ કબજો અને પાકો વેચાણ દસ્તાવેજ આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી ન તો દુકાનનો કબજો મળ્યો છે કે ન તો દસ્તાવેજ.
આ બંને ફરિયાદોના આધારે મહાઠગ બિલ્ડર મનીષ પટેલ અને તેની પત્ની રૂપલ પટેલ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.