Charchapatra

વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર

વિશ્વના ઘણાં દેશોમાં વર્ષમાં એક દિવસ પરિવાર ભેગો થાય છે તે દિવસ એટલે ‘વિશ્વ પરિવાર દિવસ’ ૧૫મી મેના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં વર્ષો સુધી સંયુક્ત પરિવારો હતા. સુરતની શેરી મોહલ્લાના ઘરોમાં સંયુક્ત પરિવારમાં બે ચાર ભાઈનો પરિવાર વસવાટ કરતો હતો. સરેરાશ આઠથી દશ સંતાનો એક છત નીચે રહેતા હતા. દર વર્ષે અનાજ ઘરમાં વીણીને દિવેલ દઈ ઘરની મહિલાઓ જાતે ભરતી. ઉનાળામાં ગુંદા કેરીનું ખાટું મીઠું અથાણું, કેરીનો મુરબ્બો, છુંદો ઘરમાં જ બનતો.

ઘરમાં બે કમાવવાવાળા હોય અને બાર ખાવાવાળા હોય તો પણ આર્થિક સંકળામણનો અનુભવ થતો નહીં. સંયુક્ત પરિવારની સમૃદ્ધિ સામે આજની સમૃદ્ધિ વામણી લાગે! આજે ભૌતિકવાદમાં વધારો થયો છે અને સંયુક્ત પરિવારવાદમાં ઘટાડો થવા છતાં ભારતીય પરિવારના સભ્યોમાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના અંકબંધ રહે એવી શુભકામના.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top