Charchapatra

હવે આવું કેમ ન બની શકે?

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલ વપરાશ પર કરકસર કરવા મેટ્રો વાપરવા, વિદેશ પ્રવાસ પર નિયંત્રણ રાખવા અને એક વર્ષ સોનું ન ખરીદવા સૂચન કર્યુ છે. મારા કેટલા સૂચનો આ મુજબ છે. હકીકતમાં નાગરિકોએ અનિવાર્ય હોય તે સિવાયના વિદેશી બ્રાન્ડના ઉત્પાદનો ખરીદવા ન જોઈએ. ખાણીપીણીના ક્ષેત્રમાં જ જો નીતિ આયોગ વિદેશી કંપનીઓના દેશી ફ્રેન્ચાઈઝી ધારકો બંધ કરાવવા સરકારને ભલામણ કરશે તો રૂપિયો મજબૂત થશે. મેટ્રોના ઉપયોગને આકર્ષવા દશ ફૂટ પહોળાઈની ફૂટપાયો અને રસ્તો ઓળંગવા ખંડરપાસ હોવા જોઈએ. ચાલવાનું મન થાય તેવી સજાવટો કે વૃક્ષ વેલીઓ રસ્તાની બંને બાજુ હોવી જોઈએ.

ફૂટપાથ વિનાના રસ્તાઓ પણ નાના મોટા વાહન અકસ્માતોનું કારણ છે. પેટ્રોલ ડીઝલ પર આધાર ઘટાડવા થોરિયમ-યુરેનિયમ આધારિત ઉર્જા ઉત્પન્ન કરવી જરૂરી છે. પાંચ લાખ જેટલા ભારતીયો વિયેતનામ ગયા. જ્યારે માત્ર ચાળીસ હજાર વિયેતનામીઓ ભારતના પ્રવાસે આવ્યા. ભારતીયો તુર્કીના પ્રવાસે જાય છે, પ્રવાસ કરારોથી સ્થાનિક પ્રવાસ ઉધ્યોગ પર વિપરીત અસર થાય છે. વિદેશ પ્રવાસ વિદ્યાપ્રાપ્તિ, ધર્મના પ્રચાર કે વેપાર માટે હોવો જોઈએ. ભારતે ડૉ. વી. વી. કુરિયન કે એપીજે કલામને દેશના બજેટમાંથી વિદેશ મોકલી ક્રાંતિ કરી. હવે આવું કેમ ન બની શકે?
અમદાવાદ – કુમારેશ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top