બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં શ્વાન કરડવા (ડોગ બાઈટ)ની (Dog Bite) ઘટના સામે આવી છે. જેમાં એક જ દિવસમાં બાળકથી લઇ મોટી ઉંમરની 8થી...
ભરૂચ: (Bharuch) ભરૂચ સી-ડિવિઝન પોલીસે હાઇવે (Highway) પર બોસ્ટન હોટલ (Hotel) પાછળ ટ્રકમાંથી કાર્ટિંગ થતો દારૂનો માતબર રૂપિયા 9.54 લાખનો જથ્થો ઝડપી...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા રેલ્વે ફૂટ ઓવરબ્રીજ (Over Bridge) પાસેથી આઠ માસની બાળકીનું અપહરણ (Kidnapping) થતાં રેલવે પોલીસ (Police) દોડતી થઈ ગઈ છે....
ઝઘડિયા: (Jhagadia) ઝઘડિયાના બામલ્લા ગામે બે પરિવાર વચ્ચેનો ઝઘડો પોલીસમથકે (Police Station) પહોંચતાં સામસામે પાંચ મહિલા સહિત કુલ ૧૦ વ્યક્તિ સામે ગુનો...
ધરમપુર: (Dharampur) ધરમપુર તાલુકાના ઉપલપાડા ગામનો (Village) યુવાન પોતાની બાઈક (Bike) લઈ ધરમપુર ખાતે કામકાજ અર્થે આવી રહ્યો હતો. દરમિયાન વિલ્સન હિલ...
મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથળ-પાથળ અને રાજનૈતિક ઉલટફેરનો સમય ચાલી રહ્યો છે, જેના પર સમગ્ર ભારતની નજર છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીને 2024માં...
સુરત: બહેરાશ એ એક મોટી સમસ્યા છે. લાખો લોકો આ બીમારીથી (Illness) પીડાય છે. ત્યારે આવી સ્થિતિમાં લોકો હિયરિંગ મશીનનો (Hearing Machine)...
દુનિયામાં સ્વર્ગ-નર્કના ખ્યાલો સાથે ચર્ચા- વાદ-વિવાદ થતાં રહે છે. આધ્યાત્મિક માર્ગે તેને કારણે જ વિવિધ ધર્મો ઉદભવ્યા. જનકલ્યાણની ભાવના પાંગરી. સદીઓ પૂર્વે...
શિર્ષકના કરેલ પ્રશ્ન પર તમારે પોતે નક્કી કરવાનું છેકે, તમારે શું કરવું જોઈએ, આ બાબતે તમારૂ રીએકશન કે એકશન તમારી પોતાની હોવી...
આપણા રાજ્યમાં તાજેતરમાં જૂનિયર કલાર્કની 1181 જગ્યાઓ માટે 9.53 લાખ જેટલા વિક્રમ સંખ્યાના ઉમેદવારો પરિક્ષામા બેસવાના આ અને અંતિમક્ષણે પેપરો ફૂટી ગયા...
એક મંદિરની બહાર રોજ સવાર સાંજ ભક્તોની ભીડ થાય.ભક્તો લાઈન લગાડે અને પ્રભુની મૂર્તિ સમક્ષ જઈને પોતાની માંગણી રજુ કરે.દરેક ભક્ત ભગવાનને...
સુરત: સુરતના અમરોલી વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા મળેલી 500 રૂપિયાની બનાવટી ચલણી નોટ મામલે SOGને મોટી સફળતા મળી છે. 500ના દરની 17...
ઋષિમંતોએ આમ તો સતયુગ-ત્રેતાયુગ-દ્રાપરયુગ- અને કળિયુગ એમ ચાર જ યુગની જાણકારી આપેલી છે. પણ ફૂલફટાક બનીને પાંચમો યુગ તેઓની હયાતી બાદ હમણાં...
શિક્ષણ, વિદ્યા, કેળવણી આ બધું જ માનવ જીવન ઘડતર માટે છે. ઉન્નતિ માટે છે. માણસને જીવનનો માર્ગ બતાવવા માટે છે. નહી કે...
ગાંધીનગર :ગુજરાતમાં (Gujarat) કાળઝાળ ગરમી વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા માવઠાની (Mavthu) આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર સરકીને આવેલી છૂટા છવાયા...
જેને આપણે વિશ્વ બેન્ક પણ કહીએ છીએ તે વર્લ્ડ બેન્ક આખા વિશ્વના દેશોને ધિરાણ આપવાનું, વિવિધ પ્રકારે સહાય કરવાનું, દુનિયાના દેશોમાંથી ગરીબી...
મુંબઈ: બોલિવૂડમાં (Bollywood) હાલમાં પોતાને દબદબો બનાવનાર અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલ ચર્ચાનો વિષય બની છે. આ ચર્ચા પાછળનું કારણ તેની...
નવી દિલ્હી: કેદારનાથ ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલી ગયા છે. આજે સવારે 6:20 કલાકે કેદારનાથ ધામના દ્વાર શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરી શકે...
સુરત: વરાછા (Varacha) વિસ્તારમાં આવેલા જગદીશનગર ખાતે રહેતી યુવતી તેના ભાઈની (Brother) નજર સામે જ ત્રીજા માળેથી પટકાઈ હતી. ભાઈ બહેનને તાત્કાલિક...
સુરત: આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ જાડેજાની શુક્રવારે ભાવનગર પોલીસે (Bhavnagar Police) કથિત ડમી પરીક્ષાર્થી કાંડના આરોપીઓનાં નામ...
સુરત: દબાણની સમસ્યાને લઈ કોટ વિસ્તારના લોકોનો આક્રોશ હવે સાતમા આસમાને પહોંચી ચૂક્યો છે. કોટ વિસ્તાર એ ગીચ વિસ્તાર છે. તેમાં પણ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) જંતર-મંતર ખાતે મહિલા કુસ્તીબાજોએ (Wrestlers) મંગળવારે પણ ધરણા (Strike) ચાલુ રાખ્યા હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે 7 મહિલા...
વર્ષ ૨૦૨૩ ના પ્રથમ થોડા મહિનામાં ઘણી બધી કૃત્રિમ બુદ્ધિ પ્રણાલીઓ લોન્ચ કરવામાં આવી છે, જે માનવમગજનું સ્થાન લઈ શકે તેવી છે....
નવી દિલ્હી: સુદાનમાં (Sudan) બંને જનરલ 72 કલાકના યુદ્ધવિરામ (Armistice) માટે સંમત થયા છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને આ જાણકારી આપી...
ગુજરાતમાં (Gujarat) એવાં અનેક ગામો (Village) છે, જે સરકારી યોજનાઓની સાથે સાથે ગામ લોકોના સહયોગથી આગળ વધી રહ્યાં છે. જેમાં બારડોલી તાલુકાના...
વડોદરા: શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે આર્ટ્સ ફેકલ્ટી ખાતે અવ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવાતા વિવાદ સર્જાયો હતો. પરીક્ષા શરૂ...
નવી દિલ્હી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (World Test Championship Final) અંગે મંગળવારના રોજ બીસીસીઆઈ (BCCI) તરફથી ટીમ ઈંડિયાને (Team India) લઈને એક...
વડોદરા: મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની સુચનાં મુજબ વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કેરીની વખારો, દુકાનોમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી ખોરાક શાખાનાં ફુડ સેફટી...
વડોદરા: નેશનલ હાઇવે 8 પર એપીએમસીની સામે ડ્રીમવિલા તરફના રોડ પર આવેલા ગલ્લાનું તાળુ તોડવાનો પ્રયાસ કરનાર વિધર્મીને એટકાવાતા તેણે સિક્યુરિટી સાથે...
વડોદરા: વડોદરાની વિશ્વામિત્રી દિવસે દિવસે પ્રદુષિત થઈ રહી છે.ત્યારે શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે.કારેલીબાગ શ્રીનાથ પેટ્રોલ પંપથી...
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં શ્વાન કરડવા (ડોગ બાઈટ)ની (Dog Bite) ઘટના સામે આવી છે. જેમાં એક જ દિવસમાં બાળકથી લઇ મોટી ઉંમરની 8થી વધુ વ્યક્તિને કૂતરું કરડયું છે. કૂતરું (Dog) કરડીને ભાગી જતાં ગામ લોકો દહેશતમાં છે. ઘાયલોને બીલીમોરા મૅગુસી ખાનગી હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે લઈ જવાયા હતાં. જો કે મેંગુસી હોસ્પિટલમાં ત્રીજા સ્ટેજ માટે આપવામાં આવતું ઇન્જેક્શન નહીં હોવાથી ભોગ બનનારને વલસાડ જઈ ઇન્જેક્શન લેવા પડ્યા હતા.
બીલીમોરા પંથકમાં શ્વાન કરડવાના બનાવો વધ્યા છે. રોજે રોજ અસંખ્ય શ્વાનો રખડતાં જોવા મળે છે. શ્વાનની વસ્તી પણ વધી રહી છે. બીલીમોરા પંથકમાં અલગ અલગ વિસ્તારોમાં ડોગ બાઈટની ઘટના સામે આવી છે. જેમાં લોકોના જણાવ્યા અનુસાર એક હડકાયા કૂતરાએ ઉત્પાત મચાવ્યો છે. આ કૂતરાએ 8થી વધુ લોકોને પોતાનો શિકાર બનાવી તેમને કરડયું છે. આ શ્વાન હડકાયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. જે કરડીને ફરી અવાવરું જગ્યામાં નાસી જતા લોકોમાં ડરનો માહોલ છે. ભોગ બનનાર લોકોએ બીલીમોરા ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ભોગ બનનારને પ્રથમ મેંગુસી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને સામાન્ય કૂતરા કરડ્યાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. જ્યાંથી તેઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ત્રીજા સ્તરનું કૂતરા કરડ્યાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું.
મેંગુસી હોસ્પિટલમાં ત્રીજા સ્તરના ડોગબાઈટના ઈન્જેક્શનો ફેબ્રુઆરી માસથી નથી!
બીલીમોરા મેંગુસી હોસ્પિટલમાં કૂતરું સામાન્ય કરડયું હોય તેના ઇન્જેક્શન ઉપલબ્ધ છે. જયારે કૂતરાએ વધારે પ્રમાણમાં કરડી ઊંડો ઘા કર્યો હોય અને દાંત મારી લોહી વહેતું હોય તેની ત્રીજા સ્તરની કેટેગરીમાં ગણતરી કરવામાં આવે છે. જેના ઈન્જેકસ ઘણા મોંઘા આવે છે. જે હાલ મેંગુસીમાં ઉપલબ્ધ નથી. આ ઇન્જેક્શનની માંગણી મેંગુસી હોસ્પિટલ દ્વારા ફેબ્રુઆરી માસમાં જ કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા ન હોવાની માહિતી મળી છે. મેગુસી હોસ્પિટલની સેવાનો લાભ બીલીમોરા તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં લેતા હોય છે. પરંતુ આવી ઘટના જેમાં કૂતરું વધારે પ્રમાણમાં કરડયું હોય એટલે ત્રીજા સ્તરની ડોગ બાઈટ ના ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોય એ ઘણો ગંભીર પ્રશ્ન છે.