National

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ઉથલ-પાથલની સંભાવના, ભાવિ CM કોણ? પવાર કે ફડનવીસ

મુંબઈ: મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉથળ-પાથળ અને રાજનૈતિક ઉલટફેરનો સમય ચાલી રહ્યો છે, જેના પર સમગ્ર ભારતની નજર છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીને 2024માં વિપક્ષી એકજુથતાનો મોડલ કહેવામાં આવી રહ્યું હતું. જે હાલમાં સંકટમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર ઉથલ-પાથલના કેન્દ્રમાં NCP ચીફ શરદ પવાર (Sharad Pawar) છે, તો તેમના ભત્રીજા NCPના નેતા અજિત પવાર (Ajit Pawar) મુખ્યમંત્રી બનવાની લાલચમાં બગાવત માટે તૈયાર બેસેલા છે. તેવી સ્થિતિમાં મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે બીજેપીના કાર્યકર્તાઓ ઈચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnvis) મુખ્યમંત્રી હોવા જોઈએ પણ આજની વાસ્તવિકતા આ છે કે આજે CM એકનાથ શિંદે છે. ત્યારે શિંદે અમારા નેતા છે.

અજિત પવારના તેવર જોતાં શરદ પવાર ભલે કહી રહ્યા હોય કે NCP બીજેપીની સાથે નહીં જશે પણ મહા વિકાસ આઘાડીના ભવિષ્ય પર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. પવારે રવિવારે આપેલું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. જેમાં તેમણે કહ્યું કે ‘જેને જે કરવું હોય તે કરે, તે કોઈને કંઈ પણ કરવાથી અથવા કોઈ પણ નિર્ણય લેવાથી રોકી શકશે નહીં.’ આની સાથે જ પવારનું અન્ય એક નિવેદન પણ ચર્ચામાં છે. જેમાં તેમણે કહ્યું કે, ‘મહાવિકાસ આઘાડીમાં શામેલ દળો દ્વારા અત્યાર સુધી ચૂંટણી વિશે કોઈ પણ વાત નથી થઈ અને ન તો કોણ કેટલી સીટો પર ચૂંટણી લડશે તેના વિશે ચર્ચા થઈ છે.’ તેવી સ્થિતિમાં શરદ પવારને લઈને અનેક રાજનૈતિક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ શરદ પવારને પ્રસ્તાવ આપ્યો છે કે, ભલે તે હાલમાં મહાવિકાસ આઘાડીનો નેતૃત્વ કરી રહ્યા છે પણ જો મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્રની સત્તામાં આવશે તો CMનું પદ NCP ને આપવું કોઈ મુદ્દો નથી. સૂત્રોનું માનીએ તો ઉદ્ધવ ઠાકરેએ આ પણ કહ્યું કે જો અજિત પવારને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છે છે તો તેના માટે પણ તૈયાર છે. કેમ કે, તેમની પ્રાથમિકતા પાર્ટીને મજબૂત કરવાનો અને શિંદે-બીજેપીને હરાવવાનો છે.

આ દરમિયાન નાગપુરમાં ફડણવીસને ભાવી CM ગણાવતાં અનેક પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. હાલમાં દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ડેપ્યુટી CM છે અને બીજેપીના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે, જ્યારે NCP નેતા અજિત પવારને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. આ અટકળોને ત્યારે હવા મળી. જ્યારે મુંબઈમાં NCPની બેઠકમાં અજિત પવાર પહોંચ્યા ન હતા અને બીજા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. અજિત પવારને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક ધારાસભ્યોની સાથે બીજેપીની સાથે જઈ શકે છે. જોકે તેઓ આ અટકળોને ફગાવી ચૂક્યા છે.

Most Popular

To Top