સુરત: (Surat) ચોકબજાર પોલીસની (Police) હદમાં ભરીમાતા-ફુલવાડીની નહેરૂનગર ઝુંપડપટ્ટીમાં ગત 16 તારીખે વહેલી સવારે પત્ની (Wife) સાથે ઝઘડો (Quarrel) કરી રહેલા યુવકને...
વાપી: (Vapi) વાપીના છીરી રણછોડનગર, ગાયત્રી કોમ્પ્લેકસના બીજા માળે ઘરે એકલી રહેતી બિલ્કીસ પરવીન રાજુ મંડલની ગત તારીખ 18-4-23 ના રોજ રાત્રીના...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના મોટી ફળોદ ગામમાં ધોળા દિવસે દીપડાએ (Panther) બકરી (Got) ઉપર હુમલો કર્યો હતો. જો કે, પશુપાલકે હિંમતપૂર્વક દીપડાનો...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં વિધવા સાથે મિત્રતા કેળવી તેની સાથે માણેલી અંગત પળોનો વીડિયો વાયરલ (Video Viral) કરવાની ધમકી આપનાર યુવાનને ભરૂચ ૧૮૧...
સુરત: (Surat) યુવાનોમાં હાર્ટ એકેટથી (Heart Attack) મોત થવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ રમતા, ડાન્સ (Dance)...
ભરૂચ: (Bharuch) ભરૂચની એક સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકમાં (Bike) ભરબપોરે અચાનક આગ (Fire) લાગ્યા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો...
નવસારી: (Navsari) નવસારીમાં રસ્તાઓ (Road) બનાવવા ઉપયોગ કરાયેલો ડામર (Damar) હાલમાં રસ્તાની ઉપર આવી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોને વાહનો સ્લીપ...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) એપ ટ્વિટરે (Twitter) કરોડો ફોલોઅર્સ ધરાવતી અનેક પ્રસિદ્ધ હસ્તીઓને બ્લૂ ટીક પાછી આપી દીધી છે. થોડા...
સુરત: (Surat) સુરતના કામરેજમાં આવેલ ખોલવડ ગામમાં (Village) એમ્બ્રોઇડરીના કારખાનામાં એમ્બ્રોઈડરી મશીન (Embroidery Machine) ફેરવવા જતાં બે કારીગરોને કરંટ (Current) લાગતા મોત...
નવી દિલ્હી: (new Delhi) મધ્યપ્રદેશના ડિંડૌરી જિલ્લામાં મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ આયોજિત સમૂહ લગ્નમાં (Marriage) પોતાનું નામ દાખલ કરાવતી યુવતીઓનું વર્જિનિટી અને...
નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા (Bajrang Punia) ફરી એકવાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ...
ઉત્તર દિનાજપુર: રેપ (Rape) અને મર્ડરની (Murder) ઘટના દિન પ્રતિદિન વધતી જઈ રહી છે જે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હવે બંગાળમાંથી...
નવી દિલ્હી: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 25 એપ્રિલે કેરળને વોટર મેટ્રોની ભેટ આપશે. પીએમ મોદી રાષ્ટ્રને પ્રથમ વોટર મેટ્રો આપશે....
નવી દિલ્હી: પટનામાં રાજકારણમાં ગરમાટો આવ્યો છે. બિહારના સીએમ નીતીશ કુમારે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે...
મુંબઈ: ઈદના (Eid) મોકા પર સલમાન ખાનની (Salman Khan) બહેન અર્પિતા ખાન શર્માના ઘરે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડની...
નવી દિલ્હી: યુક્રેન (Ukrain) અને રશિયા (Russia) વચ્ચે યુદ્ધનો અંત હજુ સુધી આવ્યો નથી. યુક્રેન ઘણી વખત નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે...
હાલમાં પ્રયાગરાજ અને પહેલાનું અલહાબાદ ઉત્તર પ્રદેશનું એક એવું અંગ છે કે તેના ઉલ્લેખ વગર આ પ્રદેશની કલ્પના પણ કરી શકાય તેમ...
નવી દિલ્હી: ખાલિસ્તાન તરફી સંગઠન ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહની (AmrutPal Singh) પંજાબ પોલીસે (Punjab Police) આખરે ધરપકડ (Arest) કરી લીધી...
મુંબઈ: આઈપીએલ-2023માં (IPL 2023) મુંબઈ ઈન્ડિયન્સની (MI) સતત 3 જીતની ચેઈન તૂટી ગઈ હતી, પંજાબ કિંગ્સે (PBKS) મુંબઈને (Mumbai) તેના ઘરેલુ મેદાન...
નવી દિલ્હી: ભારતે (India) તેના મહત્ત્વાકાંક્ષી બેલેસ્ટિક (ballistic) મિસાઇલ (missile) સંરક્ષણ (defense) કાર્યક્રમના ભાગરૂપે બંગાળની ખાડીમાં ઓડિશાના કિનારે એક જહાજ (ship) માંથી...
વોશિંગ્ટન: યુ.એસ. (US) આ વર્ષે ભારતીયોને (Indian) 10 લાખથી વધુ વિઝા (VISA) આપવાના માર્ગ પર છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,...
સુરત : પીપલોદ ખાતે રહેતી મહિલાના પતિએ તેના નામે ઉઘનામાં પ્લોટ લીધો હતો. આ પ્લોટ પતિના મિત્ર અને તેની પત્નીએ પચાવી પાડ્યો...
સુરત: ગયા સપ્તાહે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહેલી મિની બસ (Mini Bus) માલ વાહક ટ્રકમાં (Truck) પાછળથી ઘૂસી જવાની ઘટનામાં સુરતના (Surat)...
લખનઉ: કેપ્ટન કે એલ રાહુલે પોતાની સુસ્ત બેટિંગની (Batting) મદદથી વિજયના જડબામાંથી હાર ઝુંટવી લીધી હતી જ્યારે વર્તમાન ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે (GT)...
સુરત: ફિલ્મોના પ્રમોશન (Promotion of films) માટે કલાકારો દ્વારા નીતનવા અને અનોખા આયોજનો કરવાનો નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. પોતાની ગુજરાતી...
નવી દિલ્હી: દેશભરમાં કોરોના (corona)એ ફરી ઉપાડો લીધો છે અને કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજધાની (capital) દિલ્હી (Delhi)માં પણ નવા...
રાજપીપળા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election) બાદ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાએ અલગ ભીલીસ્તાનનો મુદ્દો ઉઠાવી બ્યૂગલ ફૂંક્યું છે. આગામી...
ગાંધીનગર: “સૌરાષ્ટ્ર તમિલ સંગમમ” અંતર્ગત રાજકોટમાં (Rajkot) બે દિવસીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અંગેની ચિંતન શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું...
બેંગ્લુરૂ: ટેબલમાં ટોચના ક્રમની રાજસ્થાન રોયલ્સ (RR) રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે અથડાશે ત્યારે તે પોતાના નબળા મધ્યક્રમ પાસે સારા પ્રદર્શનની...
દેહરાદૂન: ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી (Gangotri) અને યમુનોત્રી (Yamunotri) મંદિરોને યાત્રાળુઓ માટે ખોલવાની સાથે શનિવારે ચારધામ યાત્રા શરૂ થઈ હતી. ગંગોત્રીનાં દ્વાર બપોરે...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત: (Surat) ચોકબજાર પોલીસની (Police) હદમાં ભરીમાતા-ફુલવાડીની નહેરૂનગર ઝુંપડપટ્ટીમાં ગત 16 તારીખે વહેલી સવારે પત્ની (Wife) સાથે ઝઘડો (Quarrel) કરી રહેલા યુવકને બે જણાએ દોરડા વડે બાંધી માર મારી પતાવી દીધો હતો. બાદમાં તેને ઉગત નજીક ડિવાઈડર પાસે મુકી આવ્યા હતા. આ બંને આરોપીઓને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા હતા.
ચોકબજાર ખાતે નહેરૂનગર ઝુંપડપટ્ટીમાં રહેતી 28 વર્ષીય પરવિન ઉર્ફે વર્ષા સંજુસિંગ પટેલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અલ્તાફ ઉર્ફે નવાઝ મો.આરીફ શેખ (રહે.નહેરૂનગર ઝુંપડપટ્ટી, ફુલવાડી ભરીમાતા રોડ) તથા અઝીમ અબ્બાસ શેખ (રહે.નહેરૂનગર ઝુંપડપટ્ટી, ફુલવાડી, ભરીમાતા રોડ) ની સામે પતિની હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફુલવાડી ભરીમાતા રોડ, નહેરૂનગર ઝુંપડપટ્ટીમાં ગત 16 એપ્રિલે સવારના આશરે ચાર વાગ્યાના સુમારે પરવીનનો પતિ સંજુસિંગ તેની સાથે સાથે ગાળાગાળી કરતો હતો. તે વખતે તેમના ઘરની પાસે રહેતા અલ્તાફ ઉર્ફે નવાઝ તથા તેની માતા યાસ્મીનબાનુ અને તેમની બાજુના ઘરમાં રહેતા અઝીમ અબ્બાસ શેખે આવી સંજુસીંગને તુ કેમ ગાળો બોલે છે ? અને કેમ બધાને ફોન ઉપર ધમકીઓ આપે છે, મોહલ્લામાં કેમ બધાને ગમે તેમ બોલે છે તેમ કહી સમજાવવા પ્રયાસ કર્યો હતો.
તેમ છતાં સંજુસિંગ વધારે ગાળો બોલવા લાગતા અલ્તાફ ઉર્ફે નવાઝ શેખ તથા અઝીમ શેખે સંજુસિંગને ઢીકમુક્કીનો માર માર્યો હતો. બંને આરોપીઓએ સંજુસિંગને દોરી વડે બાંધી દીધો હતો. અને બંનેએ તેને બાંધીને લાકડાના ફટકાઓ વડે બેરહેમીપુર્વક માર માર્યો હતો. સંજુસિંગને મોઢા, કમર તથા બંને જાંધના ભાગે ઇજાઓ કરી હતી. બાદમાં બંને આરોપીઓએ સંજુસીંગને હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાનું કહી તેને અઝીમની ઓટોરીક્ષામાં બેસાડી દીધો હતો. અને સંજુસિંગને ઇજાગ્રસ્ત હાલતમાં સવારના આશરે છ વાગે મોરાભાગળ બોટનિકલ ગાર્ડનની પાછળના ભાગે રોડના ડિવાડર પાસે મુકી દીધો હતો. બાદમાં તેનું મોત નીપજ્યું હતું. તેનું મોત થતા બંને આરોપીઓએ બાદમાં પરવીનને આ બાબતે કોઇને જાણ કરીશ તો તને પણ તારા પતિની જેમ જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
રાંદેર પોલીસની ટીમે બંને આરોપીઓને સીસીટીવી ફુટેજના આધારે ઝડપી પાડ્યા
ચોકબજારમાં હત્યાની આ ઘટના બનતા રાંદેરના પીએસઆઈ બી.એસ.પરમાર તથા એમ.ડી.હડીયાના નેતૃત્વ હેઠળ રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી. તેમના વિસ્તારના તમામ સી.સી.ટી.વી ફુટેઝ ચેક કરાયા હતા. દરમિયાન બાતમીના આધારે હત્યાના આરોપીઓને રાંદેર કોઝવે સર્કલ પાસેથી ઝડપી પાડ્યા હતા. મોહમદ અઝીમ મોહમદ અબ્બાસ શેખ (ઉ.વ-૨૩ વર્ષ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ મસ્જીદ સામે,ભરીમાતા રોડ ફુલવાડી ચોક) અને મોહમદ આસ્તાફ ઉર્ફે નવાઝ આરીફ શેખ (ઉ.વ-૨૦ વર્ષ ધંધો-ટાયર પાલીશ રહે-નેહરૂનગર ઝુપડ્ડપટ્ટી,મદીના મસ્જીદ સામે,ભરીમાતા રોડ ફુલવાડી ચોક) ને પકડી ચોક પોલીસના હવાલે કર્યા હતા.