Dakshin Gujarat

બારડોલીના પશુપાલકે દીપડાનો હિંમતપૂર્વક સામનો કરી બકરીને મોતના મુખમાંથી ઉગારી લીધી

બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના મોટી ફળોદ ગામમાં ધોળા દિવસે દીપડાએ (Panther) બકરી (Got) ઉપર હુમલો કર્યો હતો. જો કે, પશુપાલકે હિંમતપૂર્વક દીપડાનો સામનો કરી બકરીને મોતના મુખમાંથી ઉગારી લીધી હતી. ઘટનામાં બકરીને ગળાના ભાગે ઇજા પહોંચી હતી પરંતુ તેનો જીવ બચી ગયો હતો.

  • બારડોલીના પશુપાલકે દીપડાનો હિંમતપૂર્વક સામનો કરી બકરીને મોતના મુખમાંથી ઉગારી
  • મોટીફળોદની સીમમાં પશુપાલક બકરી ચરાવી રહ્યો હતો ત્યારે શેરડીના ખેતરમાંથી અચાનક દીપડો ધસી આવ્યો હતો

આ ઘટનાની મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના મોટી ફળોદ ગામના વડ ફળિયામાં રહેતા જીતુભાઇ ભીખાભાઇ હળપતિ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે નિત્યક્રમ પ્રમાણે તેઓ બકરીઓને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતાં. દરમિયાન શેરડીના એક ખેતરમાંથી કદાવર દીપડો ધસી આવ્યો હતો અને એક બકરીને ગળામાંથી પકડી ખેતરમાં ખેંચી ગયો હતો. આ દ્રશ્ય જોઇને જીતુભાઇ હિંમત દાખવીને દીપડાની પાછળ દોડ્યા હતા અને બૂમાબૂમ કરતાં દીપડો બકરીને છોડીને નાસી છૂટ્યો હતો.

આ ઘટનામાં બકરીને ગળાના ભાગે ઇજા પહોંચી હતી પરંતુ તેનો જીવ બચી ગયો હતો. ઘટના અંગે ગામના અગ્રણી હિરેનભાઈ અને મિતલભાઈએ બારડોલીની ફ્રેન્ડસ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને જાણ કરતા તેમણે સમગ્ર ઘટના બાબતે વનવિભાગને વાકેફ કર્યા હતા. વનવિભાગની ટીમે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

ભરૂચના સિતપોણ ગામે પ્રથમવાર અશ્વ રેસ યોજાઇ
ભરૂચ: ભરૂચ જિલ્લાના (Bharuch District) સિતપોણ ગામે રવિવારે ન્યૂ એકતા ગ્રૂપ દ્વારા અશ્વ રેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. એમાં ભરૂચ જિલ્લા સહિત ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી આશરે 20 જેટલા અશ્વ પ્રેમીઓ સ્પર્ધામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતાં.

આ અશ્વ રેસમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય ક્રમાંકે આવેલા વિજેતાઓને ઇનામનું વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમાં 40ની રવાલમાં ઈકબાલભાઈ હાતીયા પાનોલી, 35ની રવાલમાં પ્રતાપસિંહ વિજયસિંહ હડોડ, તેમજ 30ની રવાલમાં ટીપુભાઈ હસોટ પ્રથમ વિજેતા બન્યા હતા. સ્પર્ધામાં જિલ્લા પંચાયત સદસ્ય સલીમખાન રેહમાનખાન પઠાણ, તાલુકા પંચાયત સદસ્ય દાઉદ હવેલીવાલા, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી, ખેરૂં ભાઈ સિંધી, સેગવા સરપંચ ગુલામભાઈ, સીતપોણ સરપંચ જાબીરભાઈ, શરૂભાઈ સિંધી સહિત આસપાસના ગામના સરપંચ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Most Popular

To Top