Business

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે કંપનીમાં રોકાણ કર્યું છે તેનો IPO આ તારીખે ખુલશે

નવી દિલ્હી: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તે બેંગલુરુની કંપની ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સનો આઈપીઓ આવી રહ્યો છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડની પણ જાહેરાત કરી દીધી છે. આ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 258 થી 272 રૂપિયા પ્રતિ શેર છે.

ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સનો આઈપીઓ 15 મેના રોજ ખુલશે. રોકાણકારો પાસે આ આઈપીઓ ભરવા માટે 17 મે સુધીનો સમય હશે. કંપનીના આઈપીઓની લોટ સાઈઝ 55 શેરની છે. જેના કારણે રોકાણકારોએ ઓછામાં ઓછા 14,960 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યાર બાદ 21મી મેના રોજ શેરની ફાળવણી થશે. 23મી મેના રોજ લિસ્ટિંગ થશે. કંપની BSE અને NSE બંને પર લિસ્ટેડ થશે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પાસે કેટલા શેર છે?
વિરાટ કોહલીએ 2020માં આ કંપનીમાં રોકાણ કર્યું હતું. ત્યાર તેણે 2 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણના બદલામાં કોહલીને 2.66 લાખ શેર મળ્યા હતા. અનુષ્કા શર્માએ પણ ગો ડિજિટ જનરલ ઈન્સ્યોરન્સમાં 50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. બંને રોકાણકારો IPO દ્વારા તેમનો હિસ્સો ઘટાડશે નહીં.

શેર કોણ વેચે છે?
કંપનીના પ્રમોટર ગો ડિજીટ ઈન્ફોવર્કસ અને અન્ય શેરધારકો આઈપીઓ દ્વારા તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. ગો ડિજિટમાં FML કોર્પોરેશનનો કુલ હિસ્સો 45.30 ટકા છે. તે જ સમયે, કામેશ ગોયલ અને ઓબેન વેન્ચર્સ એલએલપીનો હિસ્સો અનુક્રમે 14.96 ટકા અને 39.79 ટકા છે.

શું ગ્રે માર્કેટમાં કંપનીની સ્થિતિ મજબૂત છે?
ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ આઈપીઓ આજે રૂ. 50ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જો લિસ્ટિંગ સુધી સ્થિતિ એવી જ રહેશે તો કંપની શેરબજારમાં રૂ. 322ની આસપાસ ડેબ્યૂ કરી શકે છે. જો આમ થશે તો રોકાણકારોને પ્રથમ દિવસે 18.38 ટકાનો નફો મળશે.

Most Popular

To Top