Dakshin Gujarat

ભરૂચમાં વિધવા સાથે માણેલી અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને પછી..

ભરૂચ: (Bharuch) ભરૂચમાં વિધવા સાથે મિત્રતા કેળવી તેની સાથે માણેલી અંગત પળોનો વીડિયો વાયરલ (Video Viral) કરવાની ધમકી આપનાર યુવાનને ભરૂચ ૧૮૧ હેલ્પ લાઈનની ટીમે સબક શિખવાડ્યો છે. આ યુવાન વિધવાને બ્લેકમેલ કરીને શારીરિક સંબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો. જો કે મહિલા હેલ્પલાઇનની ટીમે ગુનો દાખલ કરવાની ચીમકી આપતા જ તેણે વીડિયો ક્લિપ ડિલીટ કરી નાંખી હતી.

  • વિધવા સાથે માણેલી અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી
  • ભરૂચની ૧૮૧ હેલ્પ લાઈનની ટીમે વિધવાને વિકૃત યુવાનની ચૂંગાલમાંથી છોડાવી
  • ગુનો દાખલ કરવાની ચીમકી મળતા જ વાસનાલોલૂપ યુવાને વીડિયો ડીલિટ કરી નાંખ્યા

આ ઘટનાની મળતી માહિતી અનુસાર ભરૂચમાં રહેતી એક વિધવા સાથે એક યુવાને કુંવારો હોવાનું કહી મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ તેણે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. આ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતાં. જો કે, આ વિધવાને પ્રેમી પરીણિત હોવાની જાણ થતાં તેણે તમામ સંબંધ કાપી નાંખ્યા હતાં. તેણે આ યુવાનને હવે પછી કોઇ સંબંધ નહીં રાખવાની સ્પષ્ટતા કરી હતી. જો કે આ સાંભળીને યુવાન ઉશ્કેરાઇ ગયો હતો અને અંગત પળોની વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી હતી. તેણે આ પ્રકારની ધમકી આપી શારીરિક સંબંધ બાંધવાનું ચાલુ રાખ્યું હતું.

અંતે કંટાળીને વિધવાએ ૧૮૧ મહીલા હેલ્પ લાઇનની મદદ માંગી હતી. અભયમ રેસ્ક્યું ટીમે ભરુચના પરિણિત યુવાનને સ્થાનિક પોલીસની મદદથી પકડ્યો હતો અને યુવાનની આ હરકત બદલ પોલીસે કાર્યવાહી કરવાની ચીમકી આપતાં તે ભાંગી પડ્યો હતો. તેણે તેના મોબાઈલમાં રહેલી બીભત્સ વીડિયો ક્લિપ્સ ડીલિટ કરી દીધી હતી. આ કેસમાં વિધવાએ આગળ કોઈ કાર્યવાહી નહીં કરવા જણાવતા યુવાનને ફરી આવી હરકત નહીં કરવાની ખાતરી આપી હતી અને અંતે મામલો થાળે પડ્યો હતો.

Most Popular

To Top