ભૂતાન ફરવા ગયેલા પ્રવાસીઓ એક બૌદ્ધ આશ્રમમાં ગયા ત્યાં આખો આશ્રમ જોયો અને એક વસ્તુ જોઇને નવાઈ લાગી કે આશ્રમમાં એક ફૂટબોલ...
ગુજરાતમાં કુલ ખેડૂત કેટલા? લગભગ પચાસ લાખ! હવે આમાં સીમાંત ખેડૂત 20 લાખ, 17 લાખ નાના ખેડૂત અને 11 લાખ સામાન્ય એટલે...
આપણા બહુમતવાદી રાજકારણને જવા માટે બે દિશા છે. મેં ઘણા વખતથી વિચાર્યું છે કે તેનો આખરી મુકામ કયાં છે પણ તેની વાત...
ભારતમાં જ છે તે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત ગણાય. વાઘની હાલની વસ્તી ચાર વર્ષ અગાઉ હતી તેના કરતા ૨૦૦ વધુ થઇ...
કહેવત છે ને કે, માણસના સાચા મિત્ર પુસ્તકો છે. ભલે આજે ઇન્ટરનેટનો યુગ હોય છતાં તમે સુરતના કોઈપણ ઘરમાં ડોકિયું કરશો તો...
સુરત: ભારતના દક્ષિણના તેલગણામાં અને ગુજરાતના સુરતમાં એક માત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી તેમની પત્ની સૂર્વચલા સાથે બિરાજમાન છે. સુરતના ભટાર...
વડોદરા: જિલ્લા એલસીબીની ટીમે વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના સિદ્ધરાજસિહ સતુભા અને મેહુલસિંહ અનોપસિંહને બાતમી મળી હતી કે...
નવી દિલ્હી: દિલ્હીની (Delhi) સાકેત કોર્ટ (Saket Court) પરિસરમાં આજે સવારે ગોળીબારના (Firing) કારણે ખળભળાટ મચી ગયો છે. અહીં વકીલના (Advocate) વેશમાં...
સિલાઈ મશીન એક એવું યાંત્રિક ઉપકરણ છે જે કોઈ વસ્ત્ર કે અન્ય વસ્તુને પરસ્પર એક દોરી અથવા તારથી સિવવાના કામમાં આવે છે....
વડોદરા: શહેરમાં સૂર્યનારાયણ દેવ અગન ગોળા વરસાવી રહ્યા છે.ત્યારે આગના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.ગુરુવારે શહેરમાં આગના ત્રણ બનાવ બન્યા હતા.જેમાં...
વડોદરા: ફળોની રાણી એટલે કેસર કેરી અને ફળો નો રાજા એટલે હાફુસ કેરી કેસર કેરી સામાન્ય રીતે મોટાભાગના લોકો તેઓની આતુર સાથે...
વડોદરા: આગામી 21 એપ્રિલના રોજ સ્થાયી સમિતિની બેઠક યોજાશે જેમાં એફોર્ડેબલ હાઉસને કોન્ટ્રાક્ટરને ભાડે આપવા માટેનો નિર્ણય લેવામાં આવશે. દોઢ વર્ષ અગાઉ...
ભરૂચ: અંકલેશ્વર સ્થિત ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમાર 1 લાખની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા છે. સ્થાનિક હોસ્પિટલનું સંચાલન...
વડોદરા: ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી રેસિડન્સીમાં ચાલતી દારૂની મહેફીલ પર પાણીગેટ પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પૂરુષો અને મહિલાઓ મળી 7 લોકોની...
વડોદરા: સ્વચ્છતાના આગ્રહી એવા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આજરોજ શહરની લિટલ ફ્લેવર સ્કૂલને નોટિસ બજાવી છે. પાલિકાએ સફાઈ કર્યા બાદ આ શાળાના વિદ્યાર્થીઓ...
વડોદરા: વડોદરાના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ફ્રુટના વેપારીઓ દ્વારા આડેધડ પોતાના વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા યથાવત રહેવા પામી છે.અગાઉ...
વડોદરા: વડોદરા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલ નંદેસરી નજીક અનગઢ ગામના લોકો ભૂગર્ભ જળના કારણે પરેશાન છે. દાયકાઓથી અહીંનું ભૂગર્ભ જળ દુષિત થવાના...
આણંદ: આણંદ શહેર આસપાસના વિસ્તારમાં સતત વધી રહેલા દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પણ સ્થિતિ કથળી હતી. આથી, માર્ગ...
વિરસદ : બોરસદ તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા ઘણા સમયથી ગૌચર તેમજ સરકાર હસ્તકની કે ગ્રામ પંચાયત માલિકીની જમીનમાંથી માટી ખનન કરવાનું બેરોકટોક...
પેટલાદ : ચરોતરના પેરિસ ગણાતાં એનઆરઆઈ ટાઉન ધર્મજ ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરિતી થઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગ્રામ પંચાયતની સામાન્ય...
નડિયાદ : ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગુરૂવારના રોજ આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી આરોગ્યને લગતી પીએમજેએવાય, આભા, ટેલીમેડીસીન,...
નડિયાદ: રાજ્યમાં છેલ્લાં કેટલાક સમયથી બોગસ માર્કશીટ, ડમી પરીક્ષાર્થી તેમજ પેપર ફુટવા જેવા અનેકવિધ કાવતરા થકી ગેરકાયદેસર રીતે સરકારી નોકરી મેળવવાના તેમજ...
નડિયાદ: નડિયાદમાં સાવલીયા પંપીંગ સ્ટેશન પાસેની એક સોસાયટીમાં રહેતાં રહીશો દ્વારા મકાનની હદની બહાર કરવામાં આવેલાં ગેરકાયદેસર દબાણો તોડી, પાલિકાતંત્રએ રસ્તો ખુલ્લો...
નડિયાદ: ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ નજીક કમળા-મંજીપુરા રોડ આવેલ ડમ્પીંગ સાઈટમાં કચરો સળગાવવાથી ફેલાતા પ્રદુષણથી ત્રસ્ત આસપાસના રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર...
સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાની અરજીનો વિરોધ કરવા વિવિધ ધર્મોના ધાર્મિક નેતાઓએ હાથ મિલાવ્યા છે. કેટલાકે સમલૈંગિક લગ્નોની તરફેણમાં અરજીઓનો વિરોધ...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની આજે અહીં રમાયેલી વરસાદથી પ્રભાવિત મેચમાં હાલની સિઝનમાં પોતાની પહેલી મેચ રમી રહેલા ઇશાંત શર્માની આગેવાનીમાં...
વોશિંગ્ટન: એલન મસ્કની (Elon Musk) સ્પેસ-એક્સે (Space-X) ગુરુવારે એક વિશાળ રોકેટશીપ સ્ટારશીપ સુપર હેવી લોન્ચ કર્યું હતું. જો કે જ્યારે સ્ટારશીપ (Starship)...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (SC) આજે જણાવ્યું હતું કે કોઇ વકીલ (Lawyer) હડતાળ (strike) પર જઇ ન શકે કે અદાલતના કામકાજમાં ગેરહાજર...
સાયણ: (Sayan) ઓલપાડ તાલુકાના દિહેણ ગામે આંબાવાડી હળપતિવાસમાં રહેતી કાજલ વિનોદ રાઠોડ(ઉ.વ.૨૮) ઘરકામ કરે છે. તેનો પતિ આજુબાજુના ગામડાઓમાં (Village) મચ્છી વેચવાનો...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) આજે ડેડિયાપાડાથી સાગબારા જતાં રોડ પર ગંગાપુર ગામ નજીકથી રૂ. 33.43 લાખનો દારૂ (Alcohol)...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
ભૂતાન ફરવા ગયેલા પ્રવાસીઓ એક બૌદ્ધ આશ્રમમાં ગયા ત્યાં આખો આશ્રમ જોયો અને એક વસ્તુ જોઇને નવાઈ લાગી કે આશ્રમમાં એક ફૂટબોલ ગ્રાઉન્ડ હતું અને યુવાન બૌદ્ધ ભિખ્ખુઓ ફૂટબોલ મેચ રમી રહ્યા હતા. આ જોઇને એક પ્રવાસી બોલી ઊઠ્યો , ‘આશ્રમમાં ફૂટબોલ ગ્રાઉન્ડ!’ પાસે ઊભેલા એક બૌદ્ધ સાધુ બોલ્યા, ‘હા, ફૂટબોલ ગ્રાઉન્ડ અહીં અમારા યુવાન બૌદ્ધ ભિખ્ખુઓ રોજ ફૂટબોલ રમે છે અને શારીરિક અને માનસિક સજ્જતા મેળવે છે અને સાથે સાથે જીવનની ઊંડી સમજ પણ …’આ સાંભળી એક પ્રવાસીએ પૂછ્યું, ‘બોધિસત્વ ક્ષમા કરજો, પણ તમારી આ વાત પૂરેપૂરી સમજાઈ નહિ …ફૂટબોલ રમવાથી શારીરિક કસરત થાય તે સમજાયું ; ઠંડી ગાહની માનસિક મજબુતાઈ પણ મળે, પણ જીવનની ઊંડી સમજ કઈ રીતે મળે? આ ફૂટબોલને એક બીજા પાસે લાત મારી મોકલી ગોલ કરવા આમ તેમ દોડવાનું તેમાં જીવનની ઊંડી સમજ શું છે?’
બોધિસત્વ બોલ્યા, ‘ચાલો આપણે થોડી વાર આ ફૂટબોલ મેચ ચાલુ છે તે જોઈએ પછી વાત કરીશું.’બધા મેચ જોઈ રહ્યા હતા. મેચમાં બ્રેક પડ્યો ત્યારે બોધિસત્વ બોલ્યા, ‘આ ફૂટબોલ મેચમાં ફૂટબોલ સૌથી મહત્ત્વનો લાગે છે બરાબર.બધા ખેલાડી તેની પાછળ દોડે છે.પણ હકીકતમાં એવું નથી. આ ફૂટબોલને તો ખબર જ નથી કે તે કઈ દિશામાં કઈ તરફ જશે? ફૂટબોલ તો ખેલાડી જે રીતે જે દિશામાં લાત મારશે તે દિશામાં જશે….અને જે ખેલાડી તેને અટકાવી તેનો રસ્તો બદલશે તો તે બીજે રસ્તે વળી જશે.ફૂટબોલ બસ ખેલાડીઓ જ્યાં મોકલે જાય છે.આ જ જીવનની સમજ છે કે આપણે પણ એક ફૂટબોલ છીએ તે સમજવાનું છે……’
એક પ્રવાસી વચ્ચે બોલી ઊઠ્યો…. ‘આપણે ફૂટબોલ ….??’બોધિસત્વ બોલ્યા, ‘હા આપણે બધાએ સમજવાનું છે કે આપણે બધા ફૂટબોલ છીએ અને ભગવાન જ્યાં મોકલશે ત્યાં જ જઈશું …જેમ રાખશે તેમ જ રહી શકીશું .આપણા હાથમાં કંઈ નથી ..બધું ઈશ્વર ઈચ્છા પ્રમાણે થાય છે. આ હકીકત આપણે સમજી લઈશું. તો જીવનમાં કોઈ ચિંતા નહિ રહે.ફૂટબોલ જે દિશામાં મોકલવામાં આવે તે તરફ કંઈ વિચાર્યા વિના જતી રહે છે તેમ આપણે આપની કોઇ પણ ઈચ્છા કે ભવિષ્યનો વિચાર કર્યા વિના પ્રભુ જે માર્ગ તરફ મોકલે જે દિશામાં ચલાવે તે દિશામાં ચાલતા રહેવાનું છે.જો એટલું સમજી લઈશું કે ખેલાડી જે દિશામાં મોકલવા માંગે તે રીતે બોલને લાત મારે છે તેવી જ રીતે ભગવાન પણ આપણને જ્યાં પહોંચાડવા માંગે તે રીતે જીવનમાં ફેરફાર લાવે છે, સંઘર્ષ આપે છે અને લડવાની શક્તિ પણ ….ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા ભેળવી દઈએ તો આપણું જીવન સફળ થઈ જશે.’બોધિસત્વએ સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે