Madhya Gujarat

ખેડા જિલ્લો આભા કાર્ડની કામગીરીમાં રાજ્યમાં મોખરે રહ્યો

નડિયાદ : ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગુરૂવારના રોજ આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી આરોગ્યને લગતી પીએમજેએવાય, આભા, ટેલીમેડીસીન, આરસીએચ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ખેડા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ દ્વારા મમતા દિવસે આંગણવાડી કેન્દ્રોમાં આરોગ્ય સેવાઓ જેવી કે રસીકરણ, સગર્ભા બહેનો તેમજ ધાત્રીમાતાઓને પોષણ સમતોલ આહાર આપવામાં આવે છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી.  સાથોસાથ બિન ચેપીરોગો નિદાન અને સારવારની કામગીરી અંગેની સમીક્ષા હાથ ધરવામાં આવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઉપરોક્ત કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવા તમામ તાલુકા હેલ્થ ઓફિસરોને સૂચનાઓ આપવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં આઇસીડીએસ તરફથી જાહેર આરોગ્યની સુખાકારી માટે યોગ્ય ઉંમરે જ લગ્ન કરવા, પૂરતો સમતોલ આહાર જેમ કે, સગર્ભા તેમજ ધાત્રી માતાઓને માતૃશક્તિ, કિશોરીઓને પૂર્ણા શક્તિ 6 માસથી ઉપરના બાળકોને બાળ શક્તિ વગેરેનો લાભ લેવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કિશોરીઓને શિક્ષિત કરવી, કુટુંબ નિયોજનની વિવિધ બિનકાયમી કાયમી પધ્ધતિઓ અપનાવવી, દીકરો -દીકરી એક સમાન. સુવાવડનો દવાખાનામાં જ કરાવવી, પ્રત્યેક માતા અને બાળક મૂલ્યવાન છે.

જેવી બાબતે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક પદાધિકારીઓઓ અને આરોગ્ય અધિકારીઓની હાજરીમાં લોકજાગૃતિ ફેલાવવા તથા બહોળો પ્રચાર પ્રસાર કરવા આયોજન કરવા અંગે જણાવ્યું હતું .ખેડા જિલ્લામાં માતા અને બાળકના સ્વાસ્થય અને સુખાકારી માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન તેમજ તેમની પ્રેરક હાજરીમાં ગળતેશ્વર તાલુકાના પંડાલ બળેવીયા અને ઠાસરા તાલુકાના સૈયાત ગામે આરોગ્ય સેવાઓના બહોળા પ્રચાર પ્રસાર અર્થે તેમજ લોકજાગૃતિ ફેલાવવા ગુરુશિબિરનું આયોજન મુજબ શિબિરો યોજવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, પીએમ જય કાર્ડ અંતર્ગત 5 લાખની સારવાર વિના મુલ્યે લાભાર્થીઓને મળવાપાત્ર છે. તેમજ આભા કાર્ડનો મુખ્ય હેતુ નાગરીકોને ડીઝીટલ હેલ્થ આઇડી પ્રદાન કરવા નો છે,  જેને કારણે તમામ તબીબી રેકોર્ડસ સરળતાથી મળી શકે તેમ છે. હાલ રાજ્યમાં આભાકાર્ડ બનાવવાની કામગીરીમાં 4.96 લાખ કાર્ડ બનાવી ખેડા જિલ્લો  મોખરાનું સ્થાન ધરાવે છે. હાલ જિલ્લામાં નડીયાદ તાલુકાના પીપળાતા દેગામ તથા કપડવંજ તાલુકાના તૈયબપુરા ગામે તેમજ અન્ય ગ્રામ્ય સ્થળોએ આ કાર્ડ બનાવવા માટેના કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવ્યા છે. જેનો સૌ નાગરિકોને લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી હતી.

Most Popular

To Top