Dakshin Gujarat

સાગબારા હાઈવે પરથી LCB પોલીસે અધધ આટલા લાખ રૂપિયાનું દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું

રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) આજે ડેડિયાપાડાથી સાગબારા જતાં રોડ પર ગંગાપુર ગામ નજીકથી રૂ. 33.43 લાખનો દારૂ (Alcohol) ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે. તેના રાજસ્થાની ચાલકની ધરપકડ કરી પોલીસે રૂ. 43.59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

  • સાગબારા હાઈવે પરથી એલસીબી પોલીસે રૂ. 33.43 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું
  • બાતમીને આધારે સફળ ઓપરેશન, રાજસ્થાની ચાલકની ધરપકડ: રૂ. 43.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

નર્મદા જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી દારૂના દુષણને ડામવા અસરકારક કામગીરી કરવા માટેની કડક સુચનાનાં અપાઈ છે. જેને પગલે જીલ્લામાં દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં વધુ પ્રોહીબીશનના કેસો કરવાની સુચના અનુસંધાને જે.બી. ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓને સાગબારા તરફથી ઇગ્લીશ દારૂ ભરેલ એક આઇસર કન્ટેનર આવતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. તેમણે પોસઈ બી.જી.વસાવા, એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જાણ કરતા ડેડીયાપાડાથી સાગબારા તરફ જતા હાઇ-વે ઉપર બાતમીવાળા આઇસર કન્ટેનર ગંગાપુર ગામ પાસે તેને રોકી આઇસર કન્ટેનરની તપાસ શરૂ કરી હતી.

કન્ટેનરમાં ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૬૭૦૬ કિ.રૂ. ૩૩,૪૩,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં તેને જપ્ત કરાયો છે. આઇસર કન્ટેનરના ચાલક બલવંતરામ અદુરામ ડારા બિશ્નોઇ (રહે. બીજી કી ધાની, ગુડાહેમા ગાવ તા.ચેતલવાના જી.સાંચોર (જાલોર) રાજસ્થાન)ની પ્રોહીબીશનના ગુનામાં ધરપકડ કરી આઇસર કન્ટેનર તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે રૂ. ૪૩,૫૯,૮૦૦/-નો મુદ્દામાલ ડેડીયાપાડા પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે.

મહુવાના ડુંગરી અને ઝંખવાવથી એલસીબી પોલીસે રૂ. 2.87 લાખનો દારૂ ઝડપ્યો
પલસાણા-અનાવલ : જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસે મહુવાના ડુંગરી ગામેથી લિસ્ટેડ બુટલેગરનો ગૌચરની જમીનમાં સંતાડેલો રૂ. 2.38 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ માંગરોળના ઝંખવાવ ગામેથી એક મહિલા બુટલેગરને ત્યાં બેડરૂમમાં ચોરખાનું બનાવી તેમાં સંતાડેલો રૂ. 49 હજારનો દારૂ પણ ઝડપી પાડ્યો હતો.
મહુવા તાલુકાના ડુંગરી ગામે બનાસકુવા ફળીયામાં રહેતો લીસ્ટેડ બુટલેગર પીયુષ ઉર્ફે સોમલો પ્રભાતભાઇ પટેલે તેના ઘરે જવાના કાચા રસ્તાના ભાગે આવેલ ગૌચરની જમીનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હતો. જે તે સગેવગે કરવાની પેરવીમાં છે તેવી બાતમી મળતાં જિલ્લા એલસીબીએ રેઇડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની વ્હીસ્કીની નાની મોટી બાટલી નંગ-૧૫૮૪ કિ. રૂ.૨,૩૮,૦૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે પિયુષ પટેલ અને મુદામાલ પુરો પાડનાર અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં ઝંખવાવ ગામે મુલતાની ફળીયામા રહેતી હંસાબેન ચૌધરી પોતાના ઘરમાં બેડરૂમમાં ચોર ખાનુ બનાવી તેમાં ઇંગ્લીશ દારુનો જથ્થો સંતાડી રાખેલ હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની ભરતીય બનાવટની ઇન્ગ્લીશ દારૂની બાટલીઓ નંગ-૫૨૧ કિં. રૂ. ૪૯,૮૦૦ મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે હંસાબેન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top