SURAT

કાપોદ્રાના યુવકે પોલીસને કહ્યું- હું મારા પપ્પાને લેવા માટે જાવ છું, હું રોંગ સાઈડમાં જ જઈશ..

સુરત: (Surat) કાપોદ્રા ખાતે રહેતો યુવક ગઈકાલે રાત્રે રોન્ગ સાઈડમાં (Wrong Side) જતી વખતે પોલીસે (Police) અટકાવ્યો હતો. જેથી પોલીસ સાથે જીભાજોડી કરતા પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો.

  • હું મારા પપ્પાને લેવા માટે જાવ છુ, હું રોંગ સાઈડમા જ જઈશ તમને રોંગ સાઈડમા જતા અટકાવવાની સત્તા કોને આપી
  • રોન્ગ સાઈડમાં બાઈક લઈ જનારને પોલીસે અટકાવ્યો તો પોલીસ સાથે જીભાજોડી કરી

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરજ બજાવતા પો.કો. કરણસિંહ ચંદ્રસિંહ ગઈકાલે રાત્રે ફુટ પેટ્રોલીંગમાં હતા. ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનની સામે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક કાળા કલરની બાઈક (જીજે-05-એસઆર-1148) નો ચાલક રોંગ સાઈડમા આવતો હતો. આ બાઈક ચાલકને રોકી તેને રોંગ સાઈડમા જવા ના પાડી હતી. ત્યારે બાઈક ચાલક મોટા અવાજે વાત કરીને ઉશ્કેરાઈ ગયો હતો. અને હું મારા પપ્પાને લેવા માટે જાવ છુ, અને હું રોંગ સાઈડમા જ જઈશ તમે રોંગ સાઈડમા જવાને અટકાવવાની સત્તા કોને આપેલી છે તેમ કહીને જીભાજોડી કરી હતી. જેથી તેનું નામ પુછતા ઉર્વીશ મનસુખભાઈ સોજીત્રા (ઉ.વ.૧૯, ધંધો-હિરામજુરી રહે. અમીપાર્ક સોસાયટી, કાપોદ્રા તથા મુળ અમરેલી) હોવાનું જણાવ્યું હતું. તેની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

બસ અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુસર મનપાના બસ ડ્રાઈવરો માટે તાલીમ યોજાઈ
સુરત: સુરત શહેરમાં વિવિધ કારણોસર બસ સાથે થતાં અકસ્માતોમાં ઘટાડો થાય તે હેતુથી મગોબ BRTS ડેપો ખાતે સુરત મહાનગરપાલિકા તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે BRTS તથા સીટીબસના ડ્રાઇવરોના પ્રથમ બેચના ટ્રેનીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાહેર પરિવહન સમિતિના ચેરમેન રમીલા પટેલ, ડે.પોલીસ કમિશ્નર અમિતાબેન વાનાણી તથા ડે.મ્યુ.કમિશ્નર અને મેનેજિગ ડિરેક્ટર(SSL) કમલેશ નાયક પણ હાજર રહ્યા હતા. ડ્રાઈવરોને ટ્રેનીગ અમદાવાદના ખ્યાતનામ ટ્રેનર અમિત ખત્રી દ્વારા આપવામાં આવી હતી જેમાં વિવિધ મહત્વના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. જેમ કે, ડિફેન્સીવ ડ્રાઈવિંગ, ડીસેન્ટ ડ્રાઈવિંગ, પ્રેસેન્ટ રોડ સિનેરિયો, ટ્રાફિક નિયમો, સાયનેજીસ, રોડ માર્કિંગનું મહત્વ, ટ્રીપ ચાલુ કરતા પહેલા દૈનિક ધોરણે ચેક કરવાના પોઈન્ટ્સ, સેફ મુવિંગ ઓફ, જર્ક લેસ ડ્રાઈવિંગ વગેરે મુદ્દાઓ અંગે ડ્રાઈવરોને સમજણ આપવામાં આવી હતી.

Most Popular

To Top