National

કોઇ વકીલ હડતાળ પર જઇ ન શકે: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (SC) આજે જણાવ્યું હતું કે કોઇ વકીલ (Lawyer) હડતાળ (strike) પર જઇ ન શકે કે અદાલતના કામકાજમાં ગેરહાજર રહી ન શકે અને તેણે તમામ હાઇકોર્ટોને આદેશ આપ્યો હતો કે તેઓ વકીલોની ફરીયાદોના નિવારણ માટે સમિતિઓની રચના કરે જેમના વડા તરીકે હાઇ કોર્ટોના ચીફ જસ્ટિસો હોય. જસ્ટિસ શાહ અને જસ્ટિસ એહસાનુદ્દીનની બનેલી બેન્ચે કબૂલ્યું હતું કે બારના સભ્યોને વાજબી ફરિયાદો હોઇ શકે છે અને તેમની ફરિયાદોનું નિવારણ કરવા માટે એક મંચ હોવો જોઇએ. અમે ફરી એકવાર દોહરાવીએ છીએ કે બારનો કોઇ સભ્ય હડતાળ પર જઇ ન શકે કે કોર્ટની કામગીરી દરમયાન ગેરહાજર રહી શકે નહીં. સમયે સમયે અદાલતે એ બાબત પર ભાર મૂક્યો છે કે વકીલો હડતાળ નહીં પાડે અને જે વકીલો હડતાળ પર જાય છે કે અદાલતના કામકાજમાં ગેરહાજર રહે છે તેમની ટીકા કરી છે એમ બેન્ચે જણાવ્યું હતું.

  • કામકાજના સમયે વકીલોએ ગેરહાજર પણ રહેવું નહીં
  • વકીલોની ફરિયાદોના નિવારણ માટે હાઇકોર્ટોને સમિતિઓની રચના કરવા જણાવ્યું

જો બારના કોઇ સભ્યને કોઇ વાજબી ફરીયાદ હોય કે તે મુશ્કેલીનો સામનો કરતો હોય તેો તે આ બાબતે આ સમિતિઓ સમક્ષ પોતાની વિગતોની રજૂઆત કરી શકે છે જેથી હડતાળો નિવારી શકાય. આથી, તમામ વડી અદાલતોને વિનંતી કરવામાં આવે છે કે વકીલોની ફરિયાદોના નિવારણ માટેની સમિતિની રચના કરવામાં આવે જે સમિતિન વડા તરીકે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હોય.

Most Popular

To Top