Sports

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ: આ ખેલાડીઓને રોહિત શર્માની કેપ્ટનશિપમાં સ્થાન મળ્યું

નવી દિલ્હી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ (World Test Championship Final) અંગે મંગળવારના રોજ બીસીસીઆઈ (BCCI) તરફથી ટીમ ઈંડિયાને (Team India) લઈને એક મોટું એલાન કરવામાં આવ્યું છે. આ મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) સમગ્ર ટીમની કેપ્ટનશીપ કરતા જોવા મળશે. આઈપીએલ 2023 (IPL 2023) વચ્ચે બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈએ WTF માટે ટીમ ઈંડિયાની ટીમ જાહેર કરી દીધી છે.

જણાવી દઈએ કે WTFની મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડમાં રમાશે. આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ કવોલિફાઈ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમનું એલાન પહેલા જ થઈ ગયું હતું ત્યારે હવે IPLની વચ્ચે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ટીમની કમાન એટલે કે કેપ્ટનશીપ પદ રોહિત શર્મા સંભાળશે. જયારે આ ટીમમાં ધણાં એવાં પ્લેયર્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે જે કેટલાય સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર છે. IPLમાં CSK તરફથી રમી રહેલા અજિંક્ય રહાણેને BCCI તરફથી મોટી ભેટ મળી છે. તેને ફરી એકવાર ટીમ ઈન્ડિયાની ટિકિટ મળી છે. લગભગ 17 મહિનાની લાંબી રાહ જોયા બાદ ફરી એકવાર અજિંક્ય રહાણેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. તેનું કારણ આઈપીએલ 2023 છે, જ્યાં તે એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી રહ્યો છે. અહીં તે વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે.

WTC ફાઈનલ માટે આ રહી સંપૂર્ણ ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.

છેલ્લી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો
ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પાછળ બીજા સ્થાને છે.

Most Popular

To Top